SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૩૭ ૯-જ્ઞાન અષ્ટક ટીકાર્થ- રવસ્થવૃત્તિવાળા– સ્વસ્થ એટલે અનાકુલ. વૃત્તિ એટલે વચન-કાયાનો વ્યાપાર. સ્વસ્થવૃત્તિવાળા એટલે અનાકુળ વચન-કાયાના વ્યાપારવાળા, અર્થાત્ વચન-કાયાથી થતી કોઇ પણ પ્રવૃત્તિમાં આકુળ વ્યાકુળ ન બનનાર. પ્રશાંત- રાગ-દ્વેષાદિના પ્રકૃષ્ટ ઉપશમવાળા. (અહીં સ્વસ્થવૃત્તિવાળા વિશેષણથી વાચિક-કાયિક સ્વસ્થતા અને પ્રશાંત વિશેષણથી માનસિક સ્વસ્થતા જણાવી છે.) હેયતાદિના નિશ્ચયવાળું– શેય વસ્તુના હેયવાદિના નિશ્ચયવાળું છે. “હેયવાદિના” એ સ્થળે રહેલ આદિ શબ્દથી ઉપાદેયત્વ અને ઉપેક્ષણીયત્વનું ગ્રહણ કરવું. અમુક વસ્તુ હેય જ છે, અમુક વસ્તુ ઉપાદેય જ છે, અમુક વસ્તુ ઉપેક્ષણીય જ છે, એવા નિશ્ચયવાળું.. યથાશક્તિ- પુરુષનું સંઘયણ આદિ સામર્થ્ય પ્રમાણે. ફલ આપે છે પોતાના પ્રયોજનને (=કાર્યને) સાધે છે. જ્ઞાનનું અનંતરફળ વિરતિ છે અને પરંપરફળ મોક્ષ છે. (૬) एतस्य लिङ्गादि प्रतिपादयन्नाहन्याय्यादौ शुद्धवृत्त्यादि-गम्यमेतत्प्रकीर्तितम् । सज्ज्ञानावरणापायं, महोदयनिबन्धनम् ॥७॥ वृत्तिः- न्यायो नीतिस्तस्मादनपेतो न्याय्यः सम्यग्दर्शनादित्रयरूपो मोक्षमार्गः, स आदिर्यस्यान्याय्यस्य मिथ्यादर्शनादिरूपस्य भवमार्गस्य सन्याय्यादि' स्तत्र, शुद्धवृत्तिनिरतिचारप्रवृत्तिरादिर्यस्या निवृत्तेः सा तथा तया गम्यमनुमेयं 'शुद्धवृत्त्यादिगम्यम्', 'एतत्' अनन्तरोदितस्वरूपं तत्त्वसंवेदनज्ञानम्, 'प्रकीर्तितं' ज्ञानस्वरूपविद्भिः संशब्दितम्, किंतुकमिदमित्याह- सत् शोभनं प्रकृष्टं यज्ज्ञानमाभिनिबोधिकादि तस्य यदावरणं तस्यापायोऽपगमः क्षयक्षयोपशमलक्षणो यस्मिंस्तत् 'सज्ज्ञानावरणापायम्', अथवा सन्विद्यमानो ज्ञानावरणापायो यत्र तत्तथा, फलमस्याह- महोदयो महाभ्युदयो निर्वाणं तस्य निबन्धनमक्षेपेण कारणं 'महोदयनिबन्धनम्' इति ॥७॥ તત્ત્વસંવેદન શાનના ચિહન આદિનું પ્રતિપાદન કરતા થકાર કહે છે– શ્લોકાર્થ– તત્ત્વસંવેદન જ્ઞાનને ન્યાય આદિમાં શુદ્ધવૃત્તિ આદિથી જાણી શકાય તેવું, સજ્ઞાનાવરણના અપાયવાળું અને મહોદયનું કારણ કહ્યું છે. (૭) ટીકાર્થ– ચાવ્ય આદિમાં શુદ્ધવૃત્તિ આદિથી જાણી શકાય તેવું-ન્યાય એટલે નીતિ. નીતિથી યુક્ત તે ન્યાય.' ન્યાય એટલે સમ્યગ્દર્શનાદિ ત્રણ સ્વરૂપ મોક્ષમાર્ગ. તેમાં શુદ્ધવૃત્તિ એટલે નિરતિચાર પ્રવૃત્તિ. ન્યાય ૧. અહીં સિદ્ધહેમ વ્યાકરણ ૭-૧-૧૩ સૂત્રથી ય પ્રત્યય આવ્યો છે. અને ૭-૪-૬૮થી ન્યાય શબ્દના અંત્ય નો લોપ થયો છે.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy