________________
અષ્ટક પ્રકરણ
૧૨૭
૯-શાન અષ્ટક
ચિહ્ન આદિથી વિષયપ્રતિભાસનું જ નિરૂપણ કરતા ગ્રંથકાર કહે છે–
શ્લોકાર્થ– નિરપેક્ષ પ્રવૃત્તિ આદિ વિષયપ્રતિભાસ જ્ઞાનનું લિંગ=ચિત્ર છે. અજ્ઞાનાવરણનો અપાય આ જ્ઞાનનો હેતુ છે. અજ્ઞાન મહાકષ્ટોનું કારણ છે.(૩)
ટીકાર્થ– નિરપેક્ષ પ્રવૃત્તિ– વિષયપ્રતિભાસવાળા જીવની પ્રવૃત્તિ આદિ અપેક્ષાથી=આ લોક પરલોક સંબંધી કષ્ટોની શંકાથી રહિત હોય છે. અર્થાતું મારી આવી પ્રવૃત્તિ આદિથી મને આ લોક-પરલોકમાં અશુભફળ મળશે એવો તેને વિચાર જ હોતો નથી.
“પ્રવૃત્તિ આદિ” એ સ્થળે રહેલા “આદિ' શબ્દથી નિવૃત્તિનું ગ્રહણ કરવું.
અજ્ઞાનાવરણનો અપાય (=ણયોપશમ) આ જ્ઞાનનો હેતુ છે. મિથ્યાત્વના ઉદયથી દૂષિત મતિ, શ્રુત અવધિરૂપ અજ્ઞાનને આવરનારા કર્મનો અપાય=ક્ષયોપશમ આ જ્ઞાનનો હેતુ છે. અહીં અજ્ઞાન એ શબ્દમાં રહેલા “અ” અક્ષરનો નિંદા અર્થ છે. (આથી અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ એવો અર્થ નથી, કિંતુ નિંદનીય (Nખોટું) જ્ઞાન એવો અર્થ છે.) કહ્યું છે કે-“સમ્યગ્દષ્ટિ-મિથ્યાદષ્ટિ એવા ભાવથી વિશેષિત ( ભેદવાળી) ન કરાયેલી મતિ મતિ જ કહેવાય છે. મતિજ્ઞાન-મયાન એ પ્રમાણે નિશ્ચય કરીને વ્યવહાર કરાતો નથી. કેમકે સામાન્યરૂપ તેમાં (=મતિમાં) જ્ઞાનરૂપ અને અજ્ઞાનરૂપ બંને વિશેષોનો અંતર્ભાવ થઇ જાય છે.
પણ જ્યારે સમ્યગ્દષ્ટિ સંબંધી જ મતિની વિવા કરાય છે ત્યારે તે મતિજ્ઞાન એ પ્રમાણે નિર્દેશ કરાય છે. જ્યારે મિથ્યાદષ્ટિ સંબંધી જ મતિની વિવક્ષા કરાય છે ત્યારે તે મત્યજ્ઞાન એ પ્રમાણે નિર્દેશ કરાય છે. એ પ્રમાણે વિશેષિત (=ભેદવાળું) ન કરાયેલું શ્રત પણ શ્રુત જ છે. વિશેષિત કરાયેલું શ્રત સમ્યગ્દષ્ટિનું શ્રુતજ્ઞાન અને મિથ્યાદષ્ટિનું શ્રુતજ્ઞાન એ પ્રમાણે નિર્દેશ કરાય છે. કારણ કે સમ્યગ્દષ્ટિનો સઘળો ય બોધ શાન છે, અને મિથ્યાદષ્ટિનો સઘળો ય બોધ અજ્ઞાન છે.” (વિશેષાવશ્યક ગાથા ૧૧૪) સત્પદાર્થ અને અસત્પદાર્થની વિશેષતા ન સમજી શકવાથી, ભવનો હેતુ હોવાથી, પોતાની મતિ પ્રમાણે અર્થ કરવાથી, શાનના ફલનો અભાવ હોવાથી મિથ્યાદષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન છે.
સાક્ષી ગાથાનો આ ગાથાર્થ છે. તેની ટીકાનો અર્થ આ પ્રમાણે છે
ટીકાર્થ– સત્યદાર્થ અસત્યદાર્થની વિશેષતા ન સમજી શકવાથી– મિથ્યાષ્ટિ જીવ જે વસ્તુ છે તેને કોઇ વિશેષતા (=કોઇ અપેક્ષા) વિના સર્વથા “સતું જ છે” એમ કહે છે. એ પ્રમાણે જે વસ્તુ નથી તેને પણ કોઇ વિશેષતા વિના સર્વથા “અસતું જ છે” એમ કહે છે. પણ વસ્તુનું સ્વરૂપ એ પ્રમાણે નથી. કારણ કે સર્વ પદાર્થો સ્વરૂપથી સત્ છે. વસ્તુનું અસત્પણું (=અભાવ) પણ વિવણિત પર્યાયની અપેક્ષાએ જ છે, નહિ કે બધા પર્યાયોની અપેક્ષાએ. કારણ કે પર્યાયવિશેષની અપેક્ષાએ જ્યારે વિવક્ષા કરવામાં આવે ત્યારે પણ ઘટાદિનું સત્ત્વ સ્વીકારવામાં આવે છે.
જેમ ગાંડો માણસ ભાઇને ભાભી કહે, ભાભીને ભાઇ કહે, ભાઇને બહેન કહે, બહેનને ભાઇ કહે, તેમ મિશ્રાદષ્ટિ તુ ને અસત્ કહે અને અસતુને સત્ કહે. કોણ સત્ છે ? કોણ અસતું છે ? કેમ છે ? વગેરે વિશેષતાઓ સમજી શકતો નથી.