SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૧૫ ૮-પ્રત્યાખ્યાન અષ્ટક (૩) “ઉપયોગનો અભાવ એ દ્રવ્ય છે” એવું વચન હોવાથી વિવક્ષિત ઉપયોગની શૂન્યતાને (=અભાવને) આશ્રયીને “દ્રવ્યથી પ્રત્યાખ્યાન” કહેવાય છે. (૪) અથવા આહાર વસ્ત્ર વગેરે દ્રવ્યોને આશ્રયીને દ્રવ્યથી પ્રત્યાખ્યાન કહેવાય છે. અર્થાત્ દ્રવ્યના લાભ માટે કરાતું પ્રત્યાખ્યાન દ્રવ્યપ્રત્યાખ્યાન છે. તથા ભાવશબ્દનો પ્રયોગ જો કે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય (=જેનું પ્રત્યાખ્યાન કરવાનું છે તે) ક્રોધાદિ ભાવોમાં થાય છે. તો પણ અહીં ઉપયોગ અર્થમાં જાણવો. કેમકે આગમમાં ભાવશબ્દ ઉપયોગ અર્થમાં કહેવામાં આવે છે. તે આ પ્રમાણે “જીવ મનરહિત (=ઉપયોગવિના) કાયાથી જે કરે, વચનથી જે બોલે તે દ્રવ્યક્રિયા છે. મનસહિત (=ઉપયોગપૂર્વક) જે ક્રિયા કરે તે ભાવક્રિયા છે.” તેથી ભાવથી પ્રત્યાખ્યાન એટલે વિવક્ષિત ઉપયોગને આશ્રયીને (=ઉપયોગ પૂર્વક) થતું પ્રત્યાખ્યાન. અથવા ભાવ એટલે પરમાર્થ. પરમાર્થને આશ્રયીને થતું પ્રત્યાખ્યાન ભાવથી છે, અર્થાત્ વિવક્ષિત (=મોક્ષ વગેરે) ફલને સિદ્ધ કરે તેવા ભાવને આશ્રયીને ( ભાવપૂર્વક) થતું પ્રત્યાખ્યાન ભાવથી છે. શ્લોકમાં રહેલો અવ કાર અવધારણ અર્થમાં છે. તેથી પ્રત્યાખ્યાન દ્રવ્ય-ભાવથી જ બે પ્રકારે છે. અન્ય પ્રકારથી (=વ્યભાવ સિવાય અન્ય પ્રકારથી) તો પ્રત્યાખ્યાન છ પ્રકારે છે. કહ્યું છે કે પ્રત્યાખ્યાનના નામ, સ્થાપના, દ્રવ્ય, અદિત્સા, પ્રતિષેધ અને ભાવ એ છ પ્રકાર છે. (આવશ્યક સૂત્ર ભાષ્ય ગાથા ૨૩૮) અદિત્સા પ્રત્યાખ્યાન- અદિત્સા એટલે આપવાની ઇચ્છાનો અભાવ. અદિત્સા એ જ પ્રત્યાખ્યાન તે. અદિત્સા પ્રત્યાખ્યાન. પ્રતિષેધ પ્રત્યાખ્યાન માગનારને ના કહેવી તે પ્રતિષેધ પ્રત્યાખ્યાન. પ્રતિષેધ એ જ પ્રત્યાખ્યાન તે પ્રતિષેધ પ્રત્યાખ્યાન. અદિત્સા પ્રત્યાખ્યાનમાં વસ્તુ છે પણ આપવાની ઇચ્છા નથી. પ્રતિષેધ પ્રત્યાખ્યાનમાં આપવાની ઇચ્છા છે પણ વસ્તુ નથી. તેથી ના કહે. આવશ્યકસૂત્ર ભાષ્ય ગાથા (૨૩૮)માં સાફા માલિક એવું જે પદ છે તેનો અર્થ આ પ્રમાણે છેपचक्खाणं पचक्खाओ पच्चक्खेयं च आणुपुव्वीए । परिसा कहणविहीया फलं च आईइ छब्भेया ॥ (આવશ્યક સૂત્ર નિયુક્તિ ગાથા ૧૫૫૫) આ ગાથામાં જણાવેલા છ દ્વારોમાં– नाम ठवणा दविए, अदिच्छ पडिसेहमेव भावे य । एए खलु छन् आ पच्चक्खाणस्स आइपयं ॥ (આવ. સૂત્ર ભાષ્ય ગાથા ર૩૮) એ ગાથામાં જણાવેલા પચ્ચકખાણના છ ભેદો પ્રથમદ્વાર છે. ઇષ્ટ છે – પ્રત્યાખ્યાનનું સ્વરૂપ જાણનારાઓને ઇષ્ટ છે. અપેક્ષા આદિથી કરાયેલું– અપેક્ષા એટલે આસક્તિ. અહીં આદિ શબ્દથી અજ્ઞાનતા વગેરે સમજવું. એનાથી બીજું--- અપેક્ષા આદિના કારણે કરાયેલા પચ્ચકખાણથી બીજું, અર્થાતુ અપેક્ષા આદિથી
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy