________________
અષ્ટક પ્રકરણ
૧૦૫
૭-પ્રચ્છન્નભોજન અષ્ટક
પુણ્યબંધ- શુભકર્મોનું ગ્રહણ. અનુકંપાથી આપવામાં પુણ્યબંધ થાય એ વિષે કહ્યું છે કે –
“જીવદયા અને વ્રતના વ્યાપારમાં ઉદ્યત તથા ક્ષમા, દાન અને ગુરુભક્તિના પરિણામવાળો જીવ શતાવેદનીય કર્મને બાંધે છે. તેનાથી પિપરીત જીવ અશાતા વેદનીય કર્મને બંધે છે- (૨)
भवतु पुण्यबन्धः का नो हानिरिति चेदत आहभवहेतुत्वतश्चायं, नेष्यते मुक्तिवादिनाम् । पुण्यापुण्यक्षयान्मुक्ति-रिति शास्त्रव्यवस्थितेः ॥३॥
વૃત્તિ – દેહુવત: સંસીRIRUત્વ, રશઃ પુન:, “' મનનારોઃિ પુચિ :, 'नेष्यते' आश्रयणीयतया नानुमन्यते प्रवचनप्रणेतृभिः- केषामित्याह- मुक्ति सकलकर्मनिर्मोक्षं स्वकीयस्यानुष्ठानविशेषस्य फलतया वदितुं शीलं येषां ते 'मुक्तिवादिन'स्तेषां मोक्षार्थिनामिति हृदयम्, अथवा 'मुक्तिवादिना'मित्येतत्पदं शास्त्रव्यवस्थितेरित्यनेन सम्बन्धनीयम्, नेष्यते इति कुतोऽवसितमिति चेदत आह'पुण्यापुण्यक्षयात्' शुभाशुभकर्मात्यन्तिकप्रलयादेव, 'मुक्ति'र्मोक्षो जीवस्य स्वरूपेऽवस्थानम्, भवतीति गम्यते, 'इति' एवम्प्रकारायाः, 'शास्त्रव्यवस्थिते राप्तप्रणीतागमव्यवस्थाया हेतोरिति ॥३॥
પુણ્યબંધ થાઓ. તેમાં અમને શી હાનિ છે? એમ જો કોઇ કહે તો ગ્રંથકાર કહે છે–
શ્લોકાર્ધ– પુણ્યબંધ સંસારનો હેતુ હોવાથી મુક્તિવાદીઓનો પુર્યાબંધ ઇરછાતો નથી. કારણકે પુણ્યપાપના ક્ષયથી મોક્ષ થાય એવી શાસ્ત્ર વ્યવસ્થા છે. (૩).
ટીકાર્થ– મુક્તિ વાદીઓનો– પોતાના અનુષ્ઠાન વિશેષના ફલરૂપે સકલકર્મોથી છૂટકારરૂપ મોક્ષને બોલવાના સ્વભાવવાળાઓનો, અર્થાત્ મોક્ષાર્થીઓનો. અહીં ભાવાર્થ આ છે-પોતાના ધર્માનુષ્ઠાનના ફળરૂપે જેમને મુક્તિ જોઇએ છે તે મુક્તિવાદી છે. તેમનો પુણ્યબંધ ઇચ્છતો નથી.
ઇચ્છતો નથી– પ્રવચન પ્રણેતાઓ વડે આશ્રય કરવા યોગ્યરૂપે અનુમત કરાતો નથી, અર્થાત્ જેમને મુક્તિ જોઇએ છે તેમને પુણ્યબંધ થાય એ પ્રવચન પ્રોતાઓને ઇષ્ટ નથી.
પુણ્ય-પાપના ક્ષયથી શુભ અને અશુભ બંને પ્રકારના કર્મોના આત્યંતિક ( ફરી ન બંધાય તે રીતે) ક્ષયથી.
મોક્ષ- જીવનું પોતાના સ્વભાવમાં રહેવું તે મોક્ષ. શાસ્ત્ર વ્યવસ્થા આપ્તવડે રચાયેલા આગમોમાં બતાવાયેલી વ્યવસ્થા. (૩) अथ दीनादेर्याचमानस्यापि न दास्यत इति कुतः पुण्यबन्धो भविष्यतीत्याशङ्क्याहप्रायो न चानुकम्पावां-स्तस्यादत्त्वा कदाचन । तथाविधस्वभावत्वा-च्छक्नोति सुखमासितुम् ॥४॥