SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષના દૃષ્ટાંતથી સામાન્યની અબાધ્યતા 65 उपसंहारेऽपि तव गलेपादिकया, पदद्वयपाठप्रसङ्गात्, अन्यथा शैलीभङ्गदोषस्य वज्रलेपतापत्तेः । कस्तर्हि विरोधपरिहारोपायः ? इति चेत् ? आकर्णय कर्णामृतं संकर्णनम्, अकर्णो मा भूः । उपक्रमे त्रयाणां शरणीकरणीयत्वे तुल्यवद्विवक्षा । सूत्रकृन्निबद्धस्य शक्रस्योपसंहारे चार्हच्चैत्याशातनाया अर्हदाशातनायामेवान्तर्भावविवक्षा (ऽस्ति) आशातनानां त्रयस्त्रिंशत एव परिगणनादविरोध इति । यदपि भावार्हतां भावसाधूनां च ग्रहणान्मध्ये चैत्यग्रहणमयुक्तमिति कल्प्यते, तदपि सिद्धान्तापरिज्ञानविजृम्भितम्, छद्मस्थकालिकस्य भगवतो द्रव्यार्हत एवासुरकुमारराजेन शरणीकरणात्, द्रव्यार्हतः शरणीकरणे स्थापनार्हतः शरणीकरणस्य न्यायप्राप्तत्वात् । चैत्यस्य शरणीकरणीयत्वे વિશેષના દૃષ્ટાંતથી સામાન્યની અબાધ્યતા પ્રતિમાલોપક :- અરિહંતની જેમ જો અરિહંતની પ્રતિમા પણ શરણીય હોય, તો ચમરે ભગવાનસુધી આવવાની જરુર હતી જ નહિ, કારણ કે પોતાના આવાસમાં પણ જિનપ્રતિમા હાજર હતી. તેનું શરણ લઇ પોતે ઉત્પાત કરી શકત. તાત્પર્ય ઃ- ચમર પોતાના આવાસમાં રહેલી પ્રતિમાનું શરણું લેવાનું છોડી અહીં ભગવાનનું શરણ લેવા આવ્યો. આ વાત જ બતાવે છે કે જિનપ્રતિમા શરણીય નથી. સમાધાન :- કમાલ કરી તમે ! આવી તથ્યહીન દલીલ કરી તમે તો ભાવજિનને પણ અશરણીય બનાવી દીધા. પણ તમને એનો ખ્યાલ નથી. તમારી જ દલીલ તમને ભારે પડે તેમ છે. બોલો ! જે વખતે ચમર છદ્મસ્થઅવસ્થામાં વિચરતા ભગવાન મહાવીરસ્વામીના શરણે આવ્યો, તે વખતે મહાવિદેહમાં શ્રી સીમંધર સ્વામી વગેરે ભાવતીર્થંકર વિચરતા હતા કે નહિ ? પ્રતિમાલોપક ઃ- અલબત્ત, વિચરતા જ હતા. સમાધાન ઃ- અને છતાં ચમર એ ભાવજિનને શરણે જવાનું છોડી પ્રભુ મહાવીરસ્વામીરૂપ દ્રવ્યજિનના શરણે આવ્યો. એ બતાવે છે કે ભાવજિન શરણીય નથી. પ્રતિમાલોપક ઃ- અરર ! આ શું બોલ્યા ! ભાવજિન તો એકાંતે શરણ્ય જ છે. ચમર ભાવજિનને છોડી દ્રવ્યજિનપાસે આવ્યો એ તો તેની મનસુફીની વાત છે. પણ તેટલા માત્રથી ભાવજિનને અશરણ્ય થોડા કહી શકાય? સમાધાન ઃ- બરાબર ! તમે હવે ઠેકાણે આવ્યા. બસ, એ જ પ્રમાણે ચમર પોતાના આવાસમાં રહેલી પ્રતિમાઓને છોડી ભગવાનને શરણે આવ્યો, તે તેની મનસુફીની વાત છે. પણ તેટલામાત્રથી સ્થાપનાને અશરણ્ય જાહેર કરી દેવાનું ઉતાવળિયું પગલું ન ભરાય. @ ચૈત્યનો અર્થ ‘જ્ઞાન’ કરવામાં આપત્તિ પ્રતિમાલોપક :- ‘ચૈત્ય’ પદનો અર્થ જ્ઞાન છે. તેથી અરિહંતચૈત્ય=અરિહંતનું જ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન એમ સમજવું. અને જ્ઞાન જ્ઞાનીથી કથંચિત્ અભિન્ન છે. તેથી અરિહંત અને સાધુ એમ બે જ શરણીય રહેશે. સમાધાનઃ- આ મૂઢકલ્પના છે. ‘અરિહંત’પદથી દ્રવ્ય અને ભાવ બન્ને અરિહંત લેવાના છે. તેમાં દ્રવ્યઅરિહંત કેવળજ્ઞાન વિનાના છે. તેથી ‘અરિહંત-ચૈત્ય’ પદ શી રીતે કેવળજ્ઞાનના અર્થમાં સંગત બનશે ? 0 તાત્પર્ય :- કોઇકની ક્યારેક વિશેષમાં થયેલી પ્રવૃત્તિ તેના સામાન્યને બાધક ન બને. અરિહંતાદિ ત્રણ સમાનરૂપે શરણ્ય છે. તેમાંથી ચમરે પ્રભુ મહાવીરને શરણ તરીકે સ્વીકારવાની વિશેષ પ્રવૃત્તિ કરી. પણ આ પ્રવૃત્તિથી બાકીના બધા અશરણ્ય જાહેર ન કરાય અને ત્રણની શરણ્યતાને બાધ ન પહોંચાડાય; કેમકે સામાન્યરૂપે બતાવેલા ત્રણ શરણ્યમાંથી કોને શરણ તરીકે સ્વીકારવા એ ચમરની પોતાની ઇચ્છાનો સવાલ છે. જો આમ ન હોય, તો આગમમાં આરાધનાના ઘણા યોગો બતાવ્યા છે. તેમાંથી કોઇક એક યોગને એક વ્યક્તિ આરાધતો હોય તો તેના દૃષ્ટાંતથી બાકીના બધા યોગોને આરાધનામાટે નકામા બતાવી દેવાની આપત્તિ આવશે.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy