SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ 16 પ્રતિમાશતક કાવ્ય-૮ साधवः स्वरसत एव वन्दनीयास्तथा गतिगोचरदर्शनायाऽपि गतैश्चारणैर्नन्दीश्वरादिप्रतिमानतिः स्वरसत एव कृताऽनभ्रोपनतपीयूषवृष्टिवत्परमप्रमोदहेतुत्वादित्युक्तं भवति ॥ ७॥ अथोक्तालापके 'तहिं चेइआइं वंदइ' इत्यस्यायमर्थो यथा भगवद्भिरुक्तं तथैव नन्दीश्वरादि दृष्टमिति अहो तथ्यमिदं भगवज्ज्ञानमित्यनुमोदत इत्यर्थतश्चैत्यपदस्य ज्ञानार्थत्वादिति मुग्धपर्षदि मूर्द्धानमाधूय व्याचक्षाणमुपहसन्नाह ज्ञानं चैत्यपदार्थमाह न पुनर्मूर्ति प्रभोर्यो द्विषन्, वन्द्यं तत्तदपूर्ववस्तुकलनाद् दृष्टार्थसञ्चार्यपि। धातुप्रत्ययरूढिवाक्यवचनव्याख्यामजानन्नसौ, प्रज्ञावत्सु जडः श्रियं न लभते काको मरालेष्विव ॥८॥ (दंडान्वयः→ यो द्विषन् चैत्यपदार्थं तत्तदपूर्ववस्तुकलनाद् दृष्टार्थसंचार्यपिज्ञानं वन्द्यमाह न पुन: प्रभोर्मूर्ति धातुप्रत्ययरूढिवाक्यवचनव्याख्यामजानन्नसौ जडः प्रज्ञावत्सु मरालेषु काक इव श्रियं न लभते ॥) 'ज्ञानम्' इति । यो द्विषन् जिनशासने द्वेषं कुर्वन् प्रकृते चैत्यपदार्थं ज्ञानमाह न पुनः प्रभोर्मूर्ति, किम्भूतं ज्ञानम् ? तस्य तस्यापूर्वस्य वस्तुनः कलनात्-परिच्छेदाद् वन्द्यम् अनुमोद्यमिति योग:, किम्भूतमपि ? दृष्टार्थसञ्चार्यपि, इहलोके चैत्यवन्दने सञ्चरिष्णु भविष्णुशब्दार्थमपि। अपूर्वदर्शनेन विस्मयोत्पादकत्वाद् भगवज्ज्ञानस्य નથી. તર્કનું કર્કશી વિશેષણ એમ સૂચવે છે કે આ તર્કથી તેઓનું મોં સજ્જડ બંધ થઇ જાય છે. (ચારણશ્રમણોના દષ્ટાંતથી સિદ્ધ થાય છે કે ચૈત્યને શ્રદ્ધાપૂર્વકનું વંદન એ શિષ્ટાચાર છે. સર્વ સાધુઓ માટે કરણીય જ છે અને કલ્યાણનું સાધન છે.) અહીં તાત્પર્ય આ છે -જેમ ગોચરીના ઉદ્દેશથી નીકળેલા સાધુએ સામે મળેલા સાધુને શ્રદ્ધાભક્તિપૂર્વક વંદન કરવાનો આચાર છે. તેમ પોતાની લબ્ધિથી પ્રાપ્ત ગતિની પરીક્ષાના હેતુથી પણ નંદીશ્વરઆદિપર ગયેલા સાધુઓ ત્યાં શ્રીજિનપ્રતિમાને વંદન તો પોતાની ધર્મશ્રદ્ધાથી જ કરે કારણ કે જિનપ્રતિમાનું દર્શન અને વંદન તો વાદળ વિના અમૃતવૃષ્ટિની જેમ પરમપ્રમોદનું કારણ બને છે. ૭. ચૈત્યના શાન અર્થની અસંગતા પૂર્વપલ - ભગવતી સૂત્રના એ આલાપકમાં ચૈત્ય' પદનો અર્થ “જ્ઞાન” કરવાનો છે. તેથી ત્યાં ચૈત્યોને વિદે છે” એ વાક્યનો અર્થ આ પ્રમાણે છે –“નંદીશ્વરવગેરેનું જેવું વર્ણન કર્યું, તે જ પ્રમાણે આ નંદીશ્વરવગેરે દેખાય છે. તેથી અહો! ભગવાનનું જ્ઞાન સંપૂર્ણ તથ્ય છે' એમ તે ચારણશ્રમણો ભગવાનના જ્ઞાનની અનુમોદના કરે છે. પ્રતિમાલોપકો ભોળાઓની સભામાં માથું હલાવી હલાવીને આવો પૂર્વપક્ષ સ્થાપે છે. તેઓના આ પૂર્વપક્ષની ઠેકડી ઉડાવતા સ્તુતિકાર કહે છે– કાવ્યર્થ - (જિનશાસનપર) દ્વેષ રાખતી જે વ્યક્તિ(=પ્રતિમાલપક) ચૈત્ય પદના અર્થથી તે અપૂર્વવસ્તુઓનો બોધ કરાવનારું દષ્ટઅર્થવિષયક પણ જ્ઞાન જ વંદનીય છે એમ સ્વીકારે છે, પણ જિનપ્રતિમાને સ્વીકારતી નથી; તે વ્યક્તિને ધાતુ-પ્રત્યય-રૂઢિ-વાક્ય-વચન અને વ્યાખ્યાનું જ્ઞાન નથી. તેથી એ વ્યક્તિ બુદ્ધિશાળીઓના સમુદાયમાં હંસોમાં કાગડાની જેમ શોભતી નથી. પ્રતિમાલોપકો ચૈત્યપદના અર્થતરીકે પ્રભુની પ્રતિમાને છોડી અપૂર્વવસ્તુઓનું આકલન કરતું હોવાથી અનુમોદનીય બનતા જ્ઞાનને સ્વીકારે છે. પણ ચૈત્યપદનો આ અર્થકરવામાં આવે તો તે દષ્ટાર્થસંચારી પણ બને, કેમકે અહીં ચેત્યોને વદે છે ત્યાં અપૂર્વ નહીં પણ છદ્મસ્થ જોયેલા પદાર્થઅંગે પણ ચૈત્ય' પદના પ્રયોગની આપત્તિ છે.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy