SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ 34 પ્રતિમાશતક કાવ્ય-૪ किं नामस्मरणेन न प्रतिमया, किं वा भिदा काऽनयोः; सम्बन्धः प्रतियोगिना न सदृशो, भावेन किं वा द्वयोः ?। तद्वन्द्यं द्वयमेव वा जडमते ! त्याज्यं द्वयं वा त्वया; . स्यात्तर्कादत एव लुम्पकमुखे दत्तो मषीकूर्चकः ॥४॥ (दंडान्वय:- किं नामस्मरणेन ? प्रतिमया किं वा न (स्यात्) ? अनयोः का भिदा ? प्रतियोगिना भावेन सह द्वयोः सम्बन्धः किं न सदृश: ? तद् (हे) जडमते ! त्वया द्वयमेव वन्द्यं वा स्याद् द्वयं वा त्याज्यं स्यात्। अत एव तर्काद् लुम्पकमुखे मषीकूर्चको दत्तः ॥) ____'किं नाम'इत्यादि । किं नामस्मरणेन-चतुर्विंशतिस्तवादिगतनामानुचिन्तनेन, नाम्न: पुद्गलात्मकत्वेनानुपकारित्वात्। नाम्नः स्मरणेन नामिस्मरणे तद्गुणसमापत्त्या फलमिति चेत् ? अत्राह-प्रतिमया किं वा न स्याद् ? अमुद्रगुणसमुद्रलोकोत्तरमुद्रालङ्कृतभगवत्प्रतिमादर्शनादपि सकलातिशायिभगवद्गुणध्यानस्य सुतरां सम्भवात्। तदुक्तम् → प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमङ्कः कामिनीसङ्गशून्यः । करयुगमपि यत्ते शस्त्रसम्बन्ध નામની પ્રતિબંદિ દ્વારા સ્થાપનાની સિદ્ધિ હવે નામની પ્રતિબંધિદ્વારા સ્થાપનાની સિદ્ધિ કરે છે (પ્રતિવાદીએ સ્વપક્ષમાં દર્શાવેલી આપત્તિઓ પ્રતિવાદીને સંમતપક્ષમાં દર્શાવવાદ્વારા સ્વપક્ષની સિદ્ધિ કરતા તકને પ્રતિબંદિતક કહે છે.) કાવ્યાર્થ:- નામસ્મરણથી શું (પ્રયોજન છે?) અથવા પ્રતિમાથી શું નથી? (અર્થાત્ નામથી જે પ્રયોજનો સરે છે, તે બધા જ પ્રતિમાથી પણ સરે છે.) નામ અને પ્રતિમા વચ્ચે શો ભેદ છે? (અર્થાત્ બન્ને વચ્ચે ખાસ ભેદ નથી.) પ્રતિયોગી=બીજા નિક્ષેપાઓનો નિરૂપક ભાવનિક્ષેપો. આ ભાવ સાથે નામ અને પ્રતિમાનો સંબંધ શું સરખો નથી? (અર્થાત્ સરખો જ છે.) તેથી હે જડ! તારામાટે કાં તો નામ અને પ્રતિમા – આ બન્ને વંદનયોગ્ય છે. અને કાં તો નામ અને પ્રતિમા – આ બન્ને તને ત્યાજ્ય છે. (તેથી નામનિક્ષેપાને વંદનીયતરીકે સ્વીકારવો અને પ્રતિમારૂપ સ્થાપનાનિક્ષેપાનો ત્યાગ કરવો ઉચિત નથી.) આ પ્રતિબંદિ નામના તર્કની સહાયથી પ્રતિમાલોપકના મુખપરમેષનો પટ્ટો ચોપડી શકાય છે. અર્થાત્ પ્રતિમાલોપકોને મૌન કરી શકાય છે. પ્રતિબંધિતર્કથી સ્થાપનાની પૂજ્યતાની સિદ્ધિ લોગસ્સ સૂત્ર વગેરેમાં આવતા જિનનામોના સ્મરણથી કોઈ ફાયદો નથી કારણ કે નામ પોતે શબ્દપુદ્ગલરૂપ છે. તેથી આત્માપર ઉપકાર કરવા સમર્થ નથી. પૂર્વપક્ષ:- નામના સ્મરણથી તે નામવાળા પરમાત્માનું સ્મરણ થાય છે. પરમાત્માના સ્મરણથી મનમાં પરમાત્માના ગુણોની સમાપત્તિ થાય છે. (સમાપત્તિ=એકાગ્ર ધ્યાન અથવા તે ધ્યાનનું ફળ. સહજ છે કે જે વ્યક્તિનું સ્મરણ થાય, તે વ્યક્તિમાં રહેલા વિશેષ ગુણ કે દોષ પણ તરત જ મનમાં આવે. પ્રભુનું સ્મરણ થતાં પ્રભુમાં રહેલા અનંત ગુણો પણ સ્મરણપથ પર ઉપસી આવે છે. એ ગુણોનું અથવા એ ગુણોથી યુક્ત પ્રભુ મનમાં છવાઇ જવાથી મન તેમાં એકાગ્ર થાય છે. એ ધ્યાનની ઉત્કૃષ્ટ દશામાં તદાકાર થવાથી પછી પોતે સ્વયં પરમાત્મમય થઇ ગયો છે અને પોતાના આત્મપ્રદેશો પર પરમાત્માના અનંત ગુણો ઉભરાઇ રહ્યા છે તેવી અનુભૂતિ થતાં પોતે પણ સ્વરૂપથી પરમાત્મા જેવો જ છે એવું સંવેદન થાય છે, આ સમાપત્તિ છે. આ આલ્હાદક સમાપત્તિ એ જ નામસ્મરણનું ફળ છે. અથવા એ વખતના શુભભાવોથી થતી કર્મનિર્જરા વગેરે આ નામસ્મરણના ફળરૂપ છે.) ઉત્તરપક્ષઃ- આ જ પ્રમાણે સ્થાપના યાને પ્રતિમાથી પણ આ કાર્ય થઇ શકે છે. અમર્યાદિત ગુણોના
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy