SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ 30 પ્રતિમાશતક કાવ્ય-૩) आई॥३॥ अरिहंतुवएसेणं सिद्धा णज्जति तेण अरिहाई। णवि कोवि य परिसाए, पणमित्ता पणमए रनो'। કI[માવ.વિ. ૨૦૦૬-૦૭-૦૮-૦૬] ત્યાતિ सामान्यत: सर्वसाधुनमस्करणेन च नास्थानविनयकरणादिदूषणम् । अत एव 'सिद्धाणं णमो किच्चा, संजयाणं च भावओ[२०/१] इत्याद्युत्तराध्ययनोक्तं सङ्गच्छत इति। पञ्चपदनमस्कारश्च सर्वश्रुतस्कन्धाभ्यन्तरभूतो, नवपदश्च समूलत्वात् पृथक् श्रुतस्कन्ध इति प्रसिद्धमाम्नाये। अस्य हि नियुक्तिचूर्यादयः पृथगेव प्रभूता आसीरन्। कालेन तद्व्यवच्छेदे मूलसूत्रमध्ये तल्लिखनं कृतं पदानुसारिणा वज्रस्वामिनेति महानिशीथतृतीयाध्ययने व्यवस्थितं, तथा च तद्ग्रन्थः → અરિહંતરૂપ હોય પણ ખરા અને ન પણ હોય, (અરિહંતને યોગ્ય ગુણવાળા સાધુઓ અરિહંત છે, સિદ્ધયોગ્ય ગુણવાળા સાધુઓ સિદ્ધ છે. આચાર્યપદયોગ્ય ગુણવાળા સાધુઓ આચાર્ય છે. ઉપાધ્યાયને યોગ્ય ગુણયુક્ત સાધુઓ ઉપાધ્યાય છે. અને માત્ર સાધુયોગ્ય ગુણવાળા સાધુઓ સાધુ છે. તેથી માત્ર અરિહંતોને નમસ્કાર કરવાથી સિદ્ધવગેરેના નમસ્કારનો લાભ મળે નહિ. કેમકે સિદ્ધો ‘અરિહંત' પદમાં સમાવેશ પામી શક્તા નથી.) તેથી અરિહંતઆદિ પંચવિધ નમસ્કાર જ હેતુનિમિત્તથી સિદ્ધ=સંગત છે. //ર/ શંકા - આનમસ્કારમંત્રમાં નમસ્કાર પૂર્વનુપૂર્વી = પૂજ્યતાનાક્રમથી પણ નથી. અને પશ્ચિમાનુપૂર્વીથી= જઘન્યતાનાક્રમથી પણ નથી. જો પૂર્વાનુપૂર્વીથી નમસ્કાર કરવો હોત, તો પ્રથમ સિદ્ધોને નમસ્કાર થવો જોઇએ કેમકે તેઓ સર્વથા કૃતકૃત્ય અને સર્વકર્મશયથી જન્ય સર્વગુણોથી સંપન્ન છે.) અને જો પશ્વિમાનપૂર્વીથી નમસ્કાર કરવો હોય, તો પ્રથમ સાધુઓને નમસ્કાર કરવો જોઇએ. (તેથી અરિહંતઆદિને નમસ્કારરૂપ આ ક્રમવિહીનતા અયોગ્ય છે.) // સમાધાન - અરિહંતના ઉપદેશથી જ(=આગમથી જ) સિદ્ધોનું જ્ઞાન થાય છે. તેથી અરિહંતો જ સૌથી વધુ પૂજ્ય છે. વળી સિદ્ધોને સિદ્ધપદની પ્રાપ્તિ પણ અરિહંતે દર્શાવેલા માર્ગના સેવનથી પ્રાપ્ત થાય છે) તથા આચાર્યવગેરે તો અરિહંતરૂપ રાજાની સભાના સભ્યો છે. અને કોઇપણ સુજ્ઞ માણસ પ્રથમ સભ્યોને નમસ્કાર કરે અને પછી રાજાને નમસ્કાર કરે તેવું બનતું નથી. અર્થાત્ પ્રથમ રાજાનમસ્કરણીય બને, પછી જ સભ્યો; તેથી અરિહંતને પ્રથમ નમસ્કાર અત્યંત સુસંગત છે. અને પૂર્વાનુપૂર્વીનો ક્રમ પણ જળવાયેલો છે. //૪ આવશ્યક નિર્વતિનો આ પાઠ સ્પષ્ટપણે બતાવે છે કે “નમો અરિહંતાણં' પદને પ્રથમ મુકવામાં પૂજ્યની પૂજાનો વ્યતિક્રમ નથી પરંતુ અનુક્રમ જ છે. તેથી જ આ નમસ્કારપાઠ આર્ષ છે. કલ્યાણનો સાધક છે, અનર્થનો બાધક છે અને હંમેશા ચિત્તમાં મનનીય છે. વળી આચાર્યો બધા સાધુઓને સામાન્યરૂપે વંદન કરે તો પણ અસ્થાને વિનયનો દોષ નથી. તેથી ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ “સર્વસિદ્ધોને નમસ્કાર કરી અને સર્વ સાધુઓને ભાવથી નમન કરી' ઇત્યાદિ કહ્યું, તે સંગત થાય છે. (આચાર્ય પોતે સાધુને ખમાસમણા દેવાપૂર્વક વંદન કરે તો તે અવિનયરૂપ બને. બાકી સામાન્યથી વંદનમાં અવિનય નથી. તેથી જ મહેમાનઆદિ સાધુ આચાર્યને ‘નમો ખમાસમણાણે એમ કહે ત્યારે આચાર્યે “મર્થીએણ વંદામિ’ એમ કહેવાનો આચાર છે.) નમસ્કાર મહામંત્ર આગમરૂપ આ નમસ્કાર મહામંત્રપરમ આગમરૂપ છે, કારણ કે તેના ‘નમો અરિહંતાણથી માંડી “નમોલોએ સવ્વસાહૂણં' સુધીના પાંચ પદો બધા જ શ્રુતસ્કંધોમાં સમાવેશ પામ્યા છે. “પઢમં હવઇ મંગલ’ સુધીના નવપદવાળો નમસ્કાર મૂળસહિત હોવાથી અલગ શ્રુતસ્કંધરૂપ છે એમ સુવિદિતપરંપરામાં પ્રસિદ્ધ છે. આ શ્રુતસ્કંધઅંગે અલગ નિર્યુક્તિ અને ચૂર્ણિઓ વગેરે ઘણું હતું, પરંતુ કાળક્રમે તે બધાનો ઉચ્છેદ થયો. તેથી પદાનુસારી લબ્ધિધર શ્રી વજસ્વામીએ મૂળસૂત્રોમાં જ તે નમસ્કારશ્રુતસ્કંધનું આલેખન કર્યું તેમ મહાનિશીથ સૂત્રના ત્રીજા અદયયનમાં બતાવ્યું છે.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy