SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થ'પદના અર્થની ચર્ચા 25 भावस्यातन्त्रत्वादन्यथा चतुर्वर्णश्रमणसङ्घ तीर्थत्वं तीर्थकरे तु तद्बाह्यत्वमित्यपि विचारकोटिं नाटीकेत । व्यवहारविशेषाय यथा तथा परिभाषणमपरिभाषणं च न व्यामोहाय विपश्चितामिति स्थितम्। भावनिक्षेपे तु न विप्रतिपत्तिरिति चतुर्णामपि सिद्धमाराध्यत्वम्॥२॥ एवं व्यवस्थिते ब्राह्मीलिपिरिव प्रतिमा सूत्रन्यायेन वन्द्येति સમાધાન - જ્ઞાનઆદિ ત્રણ સંસારસાગરમાંથી તારે છે, માટે જ્ઞાનઆદિ ત્રણ ભાવતીર્થ કહેવાય, આ ભાવતીર્થમાં જે કારણ બને તે દ્રવ્યતીર્થ કહેવાય. શત્રુંજયવગેરે ક્ષેત્રો ભાવતીર્થના કારણ બનતા હોવાથી દ્રવ્યતીર્થ કહી શકાય. શત્રુંજય પર્વત વગેરે સ્થળો ભાવતીર્થના કારણ બને છે, એ ઘણા શિષ્ટપુરુષોની અનુભવસિદ્ધ હકીકત છે. આ અનુભવસિદ્ધ હકીકતનો નિષેધ શ્રતની પરિભાષામાત્રથી કરવો યોગ્ય નથી. અહીં શ્રુતપરિભાષા નિયામક બને નહીં, કારણ કે તેમ માનવામાં મોટી આપત્તિ છે. શંકા - શી આપત્તિ છે? સમાધાન - તમે બતાવેલી તીર્થની પરિભાષાથી તો માત્ર ચતુર્વિધ સંઘ જ તીર્થ બને છે. અને તે તીર્થના સ્થાપક તીર્થકરોનો પણ તીર્થમાં સમાવેશ થતો નથી. માટે જ આ પરિભાષાના બળ પરજ સાધુઓને પણ તીર્થકરમાટે બનાવેલી સમવસરણઆદિ વસ્તુ કમ્ય બને છે. તેથી જો આ શ્રુતપરિભાષા જ સર્વત્ર બળવાન હોય, તો ભગવાન કોઇ પણ રીતે તીર્થરૂપ રહેશે નહિ. (શંકા - ભગવાન તીર્થરૂપ ન બને તેમાં શો વાંધો છે? સમાધાન - કેમ વળી ? તીર્થનો અર્થ છે “તારે તે તીર્થ.” હવે જો ભગવાન તીર્થરૂપ ન હોય, તો તેનો અર્થ એ થયો કે ભગવાન તારક નથી. જો ભગવાનને તારક માનવા હોય તો તીર્થરૂપ માનવા જ પડશે. શંકા- ભગવાનને તીર્થરૂપ માનો ત્યારે! સમાધાન - ભગવાનને તીર્થરૂપ શી રીતે માનશો? શંકા - કેમ વળી? તમે કહ્યું તેમ, ભગવાન તારે છે માટે તીર્થરૂપ છે. સમાધાન - ભગવાન શી રીતે તારે છે? શું બધાને હાથ પકડી પકડીને મોક્ષે લઇ જાય છે? શંકા -ના. તેમનહિ. પણ ભગવાન પોતાના ઉપદેશઆદિદ્વારા બીજાઓના જ્ઞાનઆદિમાં નિમિત્ત બનવારૂપે તીર્થ બને છે. સમાધાન - એનો અર્થ એ થયો કે જ્ઞાનાદિ ભાવતીર્થમાં કારણ હોવાથી ભગવાન તીર્થ છે. શંકા - બરાબર! એમ જ. સમાધાનઃ - તેથી તાત્પર્યએ આવીને ઊભું રહ્યું કે જે જ્ઞાનાદિ ભાવતીર્થમાં કારણ બને, તે તીર્થ ગણાય શત્રુંજયવગેરે ક્ષેત્રો પણ ભાવતીર્થમાં કારણ બને છે. તેથી સિદ્ધ થાય છે કે, શત્રુંજયવગેરે ક્ષેત્રો પણ તીર્થરૂપ છે અને તેથી ભગવાનની જેમ શત્રુંજયવગેરે તીર્થો પણ આરાધ્ય છે.) શંકા - પણ તો પછી શ્રુતપરિભાષાનું શું? સમાધાનઃ- વ્યવહારવિશેષને પ્રમાણિત કરવા જ અમુક પ્રકારની પરિભાષા કરાતી હોય છે, અથવા નથી કરાતી. પણ તેટલામાત્રથી સુજ્ઞપુરુષોએ મુંઝાવું નહિ. કિન્તુતેતે પરિભાષાની મર્યાદા ક્યાં સુધી છે? તે પરિભાષાનો વિષય કેટલો છે? તે અંગે જ વિચારવું. પણ તે જ પરિભાષાને સર્વત્ર લગાવવી એવો આગ્રહ ન રાખવો. આમ દ્રવ્યનિક્ષેપો પણ આરાધ્યતરીકે સિદ્ધ થાય છે. ભાવનિક્ષેપો આરાધ્ય છે તે બાબતમાં કોઇ વિવાદ નથી. આમ ચારેય નિક્ષેપા આરાધ્ય તરીકે સિદ્ધ થાય છે. | ૨ || 0 તીર્થકર નામકર્મોદયના વિપાકથી ભગવાન જે તીર્થસ્થાપે છે, તે તીર્થ કયું? અને ભગવાન કયા તીર્થની સ્થાપનાથી તીર્થકર કહેવાય છે? ઇત્યાદિ આશંકા ટાળવા તીર્થ=ચતુર્વિધ સંઘ એવી પરિભાષા કરી હોય તેમ લાગે છે. = = = = = = = = = = = = = = = = = = - - - - - -
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy