SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ સિરાગકૃત્યો અને વીતરાગકૃત્યો 17 ___(दंडान्वयः→ शास्त्रेषु सरागं कर्म पुण्यमन्यद् धर्मायोदितमिति शुद्धनयं श्रुत्वाऽत्र सुधियामेकान्तधीन च युज्यते। तस्मात् शुद्धतरो नयश्चतुर्दशगुणस्थाने हि धर्मं किं न ब्रूते ? तदङ्गतां तु अधिकृतेऽप्यभ्रान्तमीक्षामहे॥) 'पुण्यं कर्म इति । पुण्यं सरागकर्म, अन्य वीतरागकर्म शास्त्रेषु धर्मायोदितं परिभाषितमिति शुद्धनयंशुद्धनयार्थं श्रुत्वा न चात्र 'च' एवार्थो भिन्नक्रमश्च नात्रैवेत्यर्थः। सुधियां पण्डिताना मेकान्तधीः एकान्ताभिनिवेशो युज्यते, एकनयाभिनिवेशस्य मिथ्यात्वरूपत्वादन्यनयविचारेण तस्य मूलोत्खननाच्च- 'धम्मकंखिए पुण्णकंखिए' [भगवती १/७/६२] इत्यादौ धर्मः श्रुतचारित्रलक्षणः, पुण्यं तत्फलभूतं शुभकर्मेति विवृण्वता वृत्तिकृता साधनफलेच्छाभेदेन भेदेऽपि श्रुतचारित्रभावान्यतरानुगतक्रियाणां धर्मत्वेनैव निश्चयाङ्गव्यवहारनयेनाभ्युपगतत्वात्, गुडजिबिकया स्वर्गादीच्छाया अप्युपेयमोक्षेच्छाऽव्याघातकत्वेनादोषत्वात्, प्रयाणभङ्गाभावेन निशि સમ્યજ્ઞાન=ગુરુની આજ્ઞાને આધીન રહી ગુરુકૃપાથી મળેલું જિનાગમને અનુસરતું જ્ઞાન. આ શાનથી યુક્તયોગ શુભવીર્યનો ઉલ્લાસ. શાતાવગેરે પુણ્યથી ઓળખાતો ધર્મ પુણ્યરૂપ છે.) તેથી ભૌતિક(=ભૂતિ-પુણ્યસંબંધી) અર્થાત્ પુણ્યકારક દેવપૂજાઆદિક્રિયારૂપ પ્રથમપ્રકારને અમે ધર્મતરીકે શું કામ પસંદ કરીએ? અર્થાત્ અમને તો આ દેવપૂજાઆદિરૂપ પુણ્યકર્મને ધર્મરૂપ માનવાનું મન થતું નથી. આના સમાધાનમાં કવિ કહે છે– કાવ્યાર્થ:- “શાસ્ત્રોમાં સરાગકર્મને પુણ્યરૂપ અને અન્ય કવીતરાગકર્મને ધર્મરૂપ કહ્યું(=પરિભાષા કરી) છે.” એમ શુદ્ધ નયના અર્થને સાંભળી સમજુ પુરુષોએ અહીં એકાંતબુદ્ધિ કરવી યોગ્ય નથી. (મૂળમાં ‘નચાત્રામાં ‘ચ જ કારાર્થક છે. “અત્ર' પછી લેવાનો છે, તેથી ‘નાત્રેવ' એવો સંબંધ થશે.) કારણ કે તેનાથી પણ શુદ્ધતરનય “ચૌદમા ગુણસ્થાનકે જ ધર્મ છે.” એમ શું નથી કહેતો? અર્થાત્ કહે જ છે.(=શુદ્ધતરનયના મતે ચૌદમા ગુણસ્થાને જ ધર્મ છે.) અને તે ધર્મના અંગપણું તો અધિકૃત દ્રવ્યસ્તવમાં પણ છે, તેમ અમને ભ્રાંતિ વિના દેખાય છે. સરાગકર્મ પુણ્યરૂપ જ છે અને વીતરાગકર્મ જ ધર્મરૂપ છે.' એવા શુદ્ધનયના અર્થમાં એકાંત અભિનિવેશ રાખવો સારો નથી, કારણ કે જિનશાસન સર્વનયાત્મક પ્રમાણને વરેલું છે અને એક નયના પકડને મિથ્યાત્વરૂપ માને છે. તેથી જો અન્યનયથી વિચારવામાં આવે, તો આ મિથ્યાત્વનામૂળિયા ઉખડી જાય તેમ છે. “મfggggg” ઇત્યાદિ સૂત્રનું વિવરણ કરતી વખતે ટીકાકારે “ધર્મ શ્રુતચાસ્ત્રિરૂપ છે, અને પુણ્યતે ધર્મનાં ફળસ્વરૂપ શુભકર્મ છે એમ બતાવ્યું છે. શ્રુતભાવ અને ચારિત્રભાવ આ બેમાંથી એકથી પણ યુક્ત ક્રિયાઓ સાધનભેદથી અને ફળેચ્છાભેદથી પરસ્પર ભિન્ન હોય, તો પણ ધર્મરૂપ જ છે. એમ નિશ્ચયમાં કારણભૂત વ્યવહારનયને આગળ કરી એ વૃત્તિકારે સ્વીકાર્યું છે. પ્રસ્તુતમાંભાવસ્તવ શ્રુતચારિત્રભિયભાવથી સંવલિત છે. સ્વરૂપનિરવઘસાધનથી આરાધ્ય છે. અને પ્રાયઃ મોક્ષેચ્છાથી કરાય છે. દ્રવ્યસ્તવ પુષ્પાદિસ્વરૂપ સાવધસાધનથી કરાય છે. તથા તેના સાક્ષાત્કળ તરીકે પ્રાયઃ સ્વર્ગાદિની કે ચારિત્રની જ ઇચ્છા રખાય છે. આમદ્રવ્યસ્તવમાં ભાવસ્તવથી સાધન અને ફળેચ્છાઅંગે ભેદ છે. છતાં પણ, આગમવિહિત હોવાથી દ્રવ્યસ્તવ શ્રુતભાવયુક્ત છે. અને પ્રશસ્ત અધ્યવસાયયુક્ત હોવાથી, કે પ્રશસ્તયોગરૂપ હોવાથી કે, કથંચિત્ યોગસ્થરૂપ હોવાથી અથવા ચારિત્રનું કારણ હોવાથી ચારિત્રભાવયુક્ત છે. તેથી દ્રવ્યસ્તવ પણ ધર્મરૂપ જ છે.) કારણકે ગુડજિતિકાત્યાયથી સ્વર્ગવગેરેની ઇચ્છા પણ જો હપેયભૂત મોશની ઇચ્છાને વ્યાઘાતક= 0 प्रयाणभङ्गाभावेन, निशि स्वापसमः पुनः । विघातो दिव्यभवतश्चरणस्योपजायते॥२०॥ इति योगदृष्टिसमुच्चये॥ ઘણા પ્રયત્નથી પ્રાપ્ત થતાં મોક્ષઆદિદાયક અનુષ્ઠાનોમાં શીઘ પ્રવૃત્ત થવા તૈયાર નહીં થતા પુરુષને તે અનુષ્ઠાનોના સ્વર્ગાદિ રોચકફળ બતાવી પ્રવૃત્ત કરવામાં આવે, ત્યારે આ ન્યાય લાગે છે. ન્યાયનો અર્થ - કડવાશના ભયથી લીમડો ખાવા નહીં ઇચ્છતા બાળકની જીભપર પિતા પ્રથમ ગોળ ચોપડી પછી લીમડાનો રસ પાય, તે ગુડજિઢિકા કહેવાય. વર્તમાનમાં સુગર કોટેડ એલોપથી ગોળીઓ પણ આના દૃષ્ટાંતરૂપ છે.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy