SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ જિનપૂજા ધર્મરૂપ (विशेषणेऽप्यवन्तीसुकुमालेन नलिनीगुल्मप्राप्त्यर्थे क्रियमाणे दुर्द्धरचारित्रे व्यभिचारात्, निनिर्दानतांशेऽभ्रान्तैरिति इत्यधिकमन्यत्र दृश्यते) विशेषणे च विशेष्यासिद्धिः, न हि तादृशा जिनार्चनादिकं स्वर्गाय कुर्वन्ति, किन्तु मोक्षायैवेति। आह च→ 'मोक्षायैव तु घटते विशिष्टमतिरुत्तमः पुरुष तत्त्वार्थकारिका १/५ उत्त०] इति । स्वर्गार्थितया विहितत्वादिति हेतुरिति चेत् ? न, अधिकारिणो विवेकिनः सर्वत्र मोक्षार्थिन एवार्थतः सिद्धेः । क्वचित्साधारण्येनैव વ્યભિચાર દોષથી ગ્રસ્ત છે. (સ્વર્ગાદિઇચ્છાને અંતર્ગત કીર્તિઆદિની ઇચ્છાથી પ્રવૃત્તિરૂપ હેતુ હોવા છતાં પુણ્યત્વરૂપ સાધ્યની ગેરહાજરીથી આ અનેકાંતિક દોષ લાગ્યો. અથવા સ્વર્ગાદિની કામનાથી કોઇ અન્ન જીવ અગ્નિહોત્ર યજ્ઞઆદિ કરે, તો ત્યાં હેતુ હોવા છતાં પુણ્યરૂપ સાધ્ય નથી.) પૂર્વપક્ષ - આ દોષટાળવા હેતુમાં “અભ્રાંતથી” એટલું વિશેષણ છે. અર્થાત્ જિનપૂજા વગેરે પુણ્યરૂપ છે, કારણ કે અભ્રાંતઋતત્ત્વજ્ઞ=વિશિષ્ટ બુદ્ધિવાળા જીવો વડે સ્વર્ગની ઇચ્છાથી કરાય છે. આવો અનુમાન પ્રયોગ કરશું. તેથી ઉપરોક્ત દોષ ટળી જશે. કારણ કે અભ્રાંતજીવો કીર્તિઆદિ હેતુથી જિનપૂજા કરે જ નહિ. ઉત્તર૫ક્ષ - અહીં તમારા હેતુમાં વિશેષ્યાસિદ્ધિદોષ છે. “સ્વર્ગની ઇચ્છાથી કરાય છે. આ વિશેષ્ય છે. અભ્રાંત જીવો જેમ કીર્તિઆદિ હેતુથી જિનપૂજા કરતા નથી, તેમ સ્વર્ગાદિની ઇચ્છાથી પણ જિનપૂજા કરતા નથી. તેઓ માત્ર મોક્ષની ઇચ્છાથી જ જિનપૂજા કરે છે. પ્રથમ હેતુથી કરેલી પૂજા જો વિષઅનુષ્ઠાન છે, તો બીજા સ્વર્ગાદિ હેતુથી કરાયેલી પૂજા ગરઅનુષ્ઠાન છે. અને વિશિષ્ટ બુદ્ધિવાળા અભ્રાંત જીવોને મન તો બન્ને અનુષ્ઠાન ત્યાજ્ય છે. વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થકારિકામાં કહ્યું જ છે કે – “વિશિષ્ટમતિવાળો ઉત્તમપુરુષ તો મોક્ષમાટે જ પ્રયત્ન કરે છે.” પૂર્વપશ:- અમારા અનુમાનમાં હેતુ તરીકે “સ્વર્ગાર્થિપણાથી વિહિત હોવાથીએવો હેતુ છે. અર્થાત્ “જિનપૂજા સ્વર્ગના અર્થીમાટે જ વિહિત અનુષ્ઠાન હોવાથી પુણ્યરૂપ છે.” એમ કહેવામાં કોઇ દોષ નથી. (વળી, અમે અભ્રાંત ફસાધનતાઅંશે અભ્રાંત એવો અર્થ કરીએ છીએ. પૂજાનું ફળ સ્વર્ગ. આ ફળઅંગે પૂજા સાધન છે એમ માનીને જે પૂજા કરે છે, તે અબ્રાંત છે. આમ કહેવાથી કીર્તિઆદિની કામનાથી પૂજા કરનારાઓ ભ્રાંત સિદ્ધ થશે, અને તમે જે ઉત્તમ પુરુષારૂપ અભ્રાંતોની વાત કરી, તેઓ પૂજા નહીં કરે કેમકે તેઓ મોક્ષેચ્છુક છે.) તો પણ વાંધો નહીં આવે.) ઉત્તરપક્ષઃ- જિનપૂજાના અધિકારી તરીકે પાંચમા ગુણસ્થાને રહેલા શ્રાવકો અને ચોથે ગુણસ્થાને રહેલા સભ્યત્વીઓ મુખ્યતયા માન્ય છે. તેઓ વિવેકી છે કે અવિવેકી છે? O परलोकहितायैव प्रवर्त्तते मध्यमः क्रियासु सदा। मोक्षायैव तु घटते विशिष्टमतिरुत्तमः पुरुषः॥ इति पूर्णश्लोकः॥ © અહીં શબ્દશઃ વિવેચનકારે સંસ્કૃતમાં ( ) મુકેલો પાઠ હસ્તલિખિત પ્રતના આધારે લીધો છે એમ જણાવે છે. એનું તાત્પર્ય - ભ્રાંત પુરુષો તો સ્વર્ગાદિ કામનાથી યજ્ઞ પણ કરે છે, એ વ્યભિચાર ટાળવા, હેતુમાં અભ્રાંતોદ્વારા એટલું વિશેષણ જોડવાનું પૂર્વપક્ષ કહે છે. એટલે કે...જિનાર્યા વગેરે પુણ્ય કર્મરૂપ છે કેમ કે અભ્રાંતોદ્વારા સ્વર્ગાદિની કામનાથી કરાય છે. તો અહીં ઉત્તરપક્ષ આપત્તિ આપે છે – અભ્રાંત અવંતિસુકમારે નલિની ગુલ્મનામના વિમાનરૂપ સ્વર્ગની કામનાથી દૂર્ઘરચારિત્ર પાળ્યું હતું. તેથી ત્યાં વ્યભિચાર આવશે. તેથી પૂર્વપક્ષ ફરી સુધારો સૂચવે છે કે અહીં અભ્રાંતિ નિર્નિદાનતા અંશે છે. એટલે કે નિદાન વિનાના અભ્રાંતોદ્વારા સ્વર્ગાદિકામનાથી કરાતું હોવાથી જિનપૂજાદિ પુણ્યરૂપ છે. જો કે આ અધિક પાઠ પાછળથી કોકે ઉમેર્યો હશે એમ લાગે છે... કારણ કે (૧) જ્યાં હેતુ અને સાધ્ય બંને મળે, ત્યાં વ્યભિચાર ન ગણાય, પણ સપક્ષ ગણાય. અવંતિસુકુમારે સ્વર્ગના આશયથી ચારિત્રપાળ્યું, તો સ્વર્ગ યોગ્ય પુણ્ય મળ્યું જ છે. તેથી એ ચારિત્ર સ્થળ તો ઉપરોક્ત હેતુમાટે સપક્ષ ગણી શકાય. પક્ષમાં પણ જિનપૂજાઆદિ છે... તો આદિથી આ ચારિત્રગ્રહણ થઇ શકે છે. વળી, (૨) સ્વર્ગની કામનાથી કરાય એ હેતુ છે, તો આ હેતુથી નિદાનમાં શો ફરક છે? એક બાજુ સ્વર્ગની કામના કહેવીને બીજી બાજુ નિર્નિદાન કહેવું એ પરસ્પર વિરોધી નહીં થાય? — — — — — — — — — — — — — —
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy