SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ 11 પ્રતિમાશતક કાવ્ય-૯૨ वा ? सूत्रे हि 'एगच्चाओ पाणाइवायाओ पडिविरया जावज्जीवाए, एगच्चाओ अप्पडिविरया' इत्यनूद्य- से जहाणामए समणोवासगा भवंति' त्ति श्रमणोपासकगुणविधानेन श्रमणोपासकगुणवतो विरताविरतगुणवव्यापकत्वस्यैव लाभात्। वस्तुत: श्रमणोपासकपदेन विरताविरतपदविवरणाद्गुणस्थानविशेषावच्छिन्ने शक्तिग्रहतात्पर्याच्च । श्रमणोपासकपदा बुद्धिविशेषानुगतेर्गुणविशेषैरेव बोधेतु विरताविरतपदादपि व्युत्पत्तिविशेषात्तथैव बोधः। समभिरूढनयाश्रयणेन विरताविरतश्रमणोपासकपदार्थभेदस्त्वयाभ्युपगम्यते चेत् ? एवं घटकुम्भादिपदार्थभेदोऽपि किं नाभ्युपगम्यते ? अभ्युपगम्यत एव, परं विभाजकोपाधिभेदाप्रयुक्तत्वेन विभागाननुकूल इति चेत् ? પૂર્વપક્ષ - આ ભક્તિ પ્રશસ્તરાગરૂપ હોવા છતાં પુષ્પાદિથી દેવપૂજા કરાતી હોવાથી અસંયમમાં ખેંચી જાય છે. તેથી આ ભક્તિરાગ પણ દોષરૂપ છે. ઉત્તરપદ - જો આમ ભક્તિરાગને દોષરૂપ કહેશો, તો વિદ્વાનોને પણ આ ભક્તિરાગથી બળાત્કારે પૂજાદિ પ્રવૃત્તિ માનવી પડશે. અર્થાત્ તમને વિદ્વાનતરીકે માન્ય એવા દેશવિરતિધરો પણ ભક્તિના પ્રાબલ્યથી બળાત્કારે પૂજામાં પ્રવૃત્તિ કરે છે તેમ માનવું પડશે. પૂર્વપક્ષઃ- દેશવરતિધર ષજીવનિકાય વગેરેના જ્ઞાતા હોવાથી આવી અસમંજસ પ્રવૃત્તિ કરે જ નહિ ઉત્તરપક્ષ - એવો નિયમ નથી. રાગની ઉત્કટ અવસ્થામાં વિદ્વાન પુરુષો પણ અસમંજસમાં પ્રવૃત્તિ કરે તે સંભવિત છે. તેથી ભગવાન પ્રત્યેના પ્રબળ ભક્તિરાગથી પ્રેરાયેલા વિદ્વાન દેશવિરતિધર પુષ્પવગેરેથી પ્રભુની પૂજા કરે તો તેનો સમાવેશ તમે શામાં કરશો? અને તેની આ પ્રવૃત્તિને અસમંજસ અને અનુચિત શી રીતે કહી શકો? વિરતાવિરત-દેશવિરત પદોની એકાર્થતા પૂર્વપક્ષ - વિરતાવિરતના ગુણો કરતાં શ્રમણોપાસકદેશવિરતના ગુણો ભિન્નરૂપેવર્ણવ્યા હોવાથી દેશવિરતો વિરતાવિરત કરતાં ભિન્ન છે. ઉત્તર૫ણ - અહો! કેવી બાલિશતા! તમને આ કોણે જણાવ્યું છે? શું કુગુરુથી ગાયા છો?કે પોતાના કર્મથી? કારણ કે દેશવિરતના ગુણોને વિરતાવિરતના ગુણોથી ભિન્નરૂપે ક્યાંય બતાવ્યા જ નથી. સૂત્રમાં પ્રવાનો પાફિવાયાનો પવિયા નાવMવા નામો પુલિવિયા' આ પ્રમાણે કહ્યા બાદ તરત જ ‘રે નહી Mામણ સમોવાસ ભવંતિ ત્તિ આ પ્રમાણે કહ્યું છે. અહીં શ્રમણોપાસકના ગુણોનું વિધાન કરવાદ્વારા વાસ્તવમાં તો વિરતાવિરતત્વગુણને વ્યાપક શ્રમણોપાસકત્વગુણનું જ જ્ઞાન થાય છે. અર્થાત્ શ્રમણોપાસક શબ્દથી વિરતાવિરતનું જ સ્મરણ થાય છે. અને વસ્તુતઃ “શ્રમણોપાસક પદદ્વારા વિરતાવિરત' પદનું જ વિવરણ કર્યું છે, અર્થાત્ શ્રમણોપાસક પદ વિરતાવિરતના સ્વરૂપને જ જણાવે છે. તથા શ્રમણોપાસકપદની શક્તિ પાંચમાં ગુણસ્થાન સાથે સંકળાયેલી વ્યક્તિમાં જ જાય છે. અર્થાત્ શ્રમણોપાસકપદથી પાંચમા ગુણસ્થાને રહેલી વ્યક્તિનું જ સ્મરણ થાય છે અને વિરતાવિરત વ્યક્તિ પાંચમા ગુણસ્થાને રહેલી જ છે. પૂર્વપક્ષ:- “શ્રમણોપાસક' પદનો અર્થ છે - સાધુઓનો ઉપાસક. તેથી આઅર્થના મહિમાથી “શ્રમણોપાસક' પદથી જ્ઞાન, સંવેગ, વૈરાગ્યઆદિ ગુણવાન વ્યક્તિવિશેષની જ બુદ્ધિ-પ્રતીતિ થાય છે. ઉત્તર૫શ - આ જ પ્રમાણે વ્યુત્પત્તિવિશેષના આશ્રયથી “વિરતાવિરત પદથી પણ વિશેષ ગુણવાન તેવી જ વ્યક્તિનું સંવેદન થાય છે. (ઉપાસ્યના ગુણની પ્રાપ્તિની ઝંખનાથી સેવા આદિ કરે, તે ઉપાસક છે. શ્રમણ(=વિરત)ના ગુણની પ્રાપ્તિની ઝંખનાથી શ્રમણોની ઉપાસના કરે, તે શ્રમણોપાસક. એજ પ્રમાણે વિરતાવિરત’ પદ એક અંશે વિરત, અન્યાંશે અવિરત અર્થક છે. અને એક અંશે વિરતિ પણ અવિરતિઅંશે પણ વિરતિની ઝંખનાથી યુક્ત હોય, તો સાર્થક છે. તેથી ‘વિરતાવિરત’ પદ પણ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy