SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ 446. પ્રતિમાશતક કાવ્ય-૯૨ एतेन षट्पुरुषी प्रदर्शनेन श्रमणोपासकाणां न द्रव्यस्तवाधिकार इति कापुरुषस्य पाशस्य मतं निरस्तम्। एवं हि तत् - सर्वतोऽविरत: १, अविरत: २, विरताविरत: ३, सर्वतोविरताविरत: ४, श्रमणोपासको देशविरत: ५, सर्वविरतश्चेति ६, तावत् षट् पुरुषा भवन्ति, तत्र सर्वतोऽविरतः स उच्यते, य: कुदेवकुगुरुकुधर्मश्रद्धावान् सम्यक्त्वलेशेनाप्यस्पृष्टमनाः, यमुद्दिश्य 'इह खलु पाईणंवा ४ संतेगइआ मणुआ भवंतितंजहा-महिच्छा महारंभा' इत्यादि सूत्रं प्रवृत्तं १, अविरतस्तु स उच्यते-यः सम्यक्त्वालङ्कृतोऽपि मूलोत्तरभेदभिन्नां विरतिं पालयितुमसमर्थो जिनप्रतिमामुनिवैयावृत्त्यकरणतदाशातनापरिहारादिना भूयः प्रकटितभक्तिराग: २, विरताविरतश्च स उच्यते - यः पूर्णसम्यक्त्वाभाववानपि स्वोचितान् सर्वव्रतनियमान् बिभर्ति ३, सर्वतो विरताविरतश्च स उच्यते- यस्य मनसि'तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेइअं[आचाराङ्ग १/५/५/१६२] इति परिणाम: स्थिरो भवति, परं मनसः प्रमादपारतन्त्र्याद् भूम्ना साधुसङ्गमाभावात् परिपूर्णं जिनभाषितं न जानीते कुलक्रमागतां च विरतिं पालयति, पूर्णसंयमज्ञानाभावादेवारम्भेन जिनपूजां करोति भक्तिरागपारवश्यात्, तत एव संयममसंयमंवा न गणयति, यावता ભક્તિ પોતે રાગરૂપ છે. રાગ અને દ્વેષ સંસારના મૂળ કારણો છે. તેથી ભક્તિ અને હિંસાનું મિશ્રણ રાગ અને દ્વેષના મિશ્રણરૂપ હોવાથી સંસારનું પ્રબળ કારણ બને, તેથી તે મિશ્રણ ઉત્કટ અધર્મરૂપ જ બને, નહિ કે મિશ્રપક્ષરૂપ. તેથી ભક્તિને આગળ કરીને પણ મિત્રતા ન બતાવી શકાય. શંકા - ભક્તિરૂપ રાગ પરમાત્માપર હોવાથી પ્રશસ્ત છે. તેથી સંસારનું કારણ નથી. સમાધાનઃ- પરમાત્માને ઉદ્દેશીને થતી ભક્તિ જો પ્રશસ્ત ગણાતી હોય, તો પરમાત્માને ઉદ્દેશીને જ થતા દ્રવ્યસ્તવમાં રહેલી હિંસા પણ પ્રશસ્ત કેમ ન ગણાય? (અહીં વિચારવાનું છે કે પ્રસ્તુતમાં ભક્તિરાગ ભાવરૂપ છે. હિંસારૂપ દ્વેષ હિંસાનો ભાવ ન હોવાથી માત્રદ્રવ્યરૂપ જ છે. તેથી ઉપરોક્ત ભાવરાગ પણ જો પ્રશસ્ત બની શકતો હોય, તો આ હિંસારૂપદ્રવ્યદ્રષ પણ શા માટે પ્રશસ્ત ન બની શકે ?) પાર્ધચંદ્રના મતવાળાઓ હજારો વર્ષ સુધી વિચાર કરીને પણ આ પ્રશ્નનો સમ્યગૂ ઉત્તર આપવામાં કામયાબ બની શકે તેમ નથી. આમ દ્રવ્યસ્તવગત હિંસારૂપ દ્રવ્યદ્વેષ પણ પ્રશસ્ત જ સિદ્ધ થાય છે. તેથી ભક્તિરૂપ પ્રશસ્તરાગ અને દ્રવ્યસ્તવગત દ્રવ્યહિંસારૂપ પ્રશસ્ત દ્રવ્યષ – આ બન્નેનું મિશ્રણ ધર્મરૂપ છે. નહિ કે અધર્મરૂપ અથવા મિશ્રરૂપ. અમે કહેલો આ માર્ગ જ બધા મોક્ષાર્થીઓએ શ્રદ્ધા કરવા યોગ્ય છે. પાર્થચંદ્રકલ્પિત છપુરુષવિભાગ આનાથી છ પુરુષોના પ્રદર્શન દ્વારા “શ્રમણોપાસકનેદ્રવ્યસ્તવનો અધિકાર નથી.' એમ દર્શાવતા પાર્જચંદ્રના મતનું નિરાકરણ થાય છે. પાર્થચંદ્રનો મત આ પ્રમાણે છે. (૧) સર્વતઃ અવિરત (૨) અવિરત (૩) વિરતાવિરત (૪) સર્વતઃ વિરતાવિરત (૫) શ્રમણોપાસક દેશવિરત અને (૬) સર્વવિરત...આમ છ પ્રકારના પુરુષો છે. (૧) સર્વતઃ અવિરતઃ- જે કુદેવ, કુગુરુ અને કુધર્મપર જ શ્રદ્ધાવાળો છે અને જેના મનને સમ્યત્વનો અંશ પણ સ્પર્યો નથી. એ વ્યક્તિ સર્વતો અવિરત છે. તેને ઉદ્દેશીને જ ‘ઇટ ખલુ પાઇરં વા ૪સંતગઇયામણુ ભવંતિ તં. મહિચ્છા... મહારંભા” (અહીં પૂર્વાદિ દિશામાં કેટલાક મનુષ્યો હોય છે તે આ પ્રમાણે મહાઇચ્છાવાળા, મહારંભી...ઇત્યાદિ) સૂત્રકૃતાંગનું સૂત્ર પ્રવૃત્ત થયું છે. (૨) અવિરત - સમ્યકત્વથી શોભતો હોવા છતાં જે પુરુષ મૂલ-ઉત્તર ભેદવાળી વિરતિ પાળવા સમર્થ નથી, તે અવિરત છે. આ વ્યક્તિ જિનપ્રતિમા અને મુનિઓની વૈયાવચ્ચ કરવા દ્વારા અને તે બન્નેની આશાતનાનો ત્યાગ કરવા દ્વારા તે બન્ને(પ્રતિમા અને મુનિ) પર પોતાનો રાગ પ્રગટ કરે છે.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy