SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવચિત્ર્યમાં જીવ-કર્મનો સ્વભાવ કારણ बध्यमानं सङ्कामति, न तु बध्यमानमबध्यमाने इत्यादि वाच्यमित्येष प्रकृतिसङ्क्रमे विधिः। शेषस्तु प्रदेशादिसङ्कमविधिः मूलप्रकृत्यभिन्नासु वेद्यमानासु सङ्कमो भवतीत्यादि स्थानान्तरादवसेय इत्यलं प्रसङ्गेनेति । ननु मिश्रयोगाध्यवसायाभावान्मा भूत् मिश्रप्रकृतिबन्धापत्तिस्तथापि द्रव्याश्रयादन्ततो ध्रुवबन्धिपापमपि फलमवर्जनीयमिति चेत् ? न, ध्रुवबन्धित्वादेव तस्यास्तत्प्रत्ययत्वादन्यथातिप्रसङ्गाद् ग्रहणसमय एव गुणाश्रयाभ्यां कर्मणि शुभत्वस्याशुभत्वस्य वा रसाद्यपेक्षया जननाच्च, तदाह- 'अविसिटुं विय तं सो, परिणामासयसभावओ खिप्पं । कुरुते सुभमसुभंवा गहणे जीवो जहाहारं'।[गा. १९४३] परिणामो-जीवस्याध्यवसायः, तद्वशाज्जीवो ग्रहणसमय एव कर्मण: शुभत्वमशुभत्वं वा जनयति, आश्रयः कर्मणो जीवः, तस्य स कोऽपि स्वभावो येन शुभाशुभान्यतर (भत्वेन इति विशेषावश्यके)त्वेन परिणमयन्नेव कर्म गृह्णाति, तथा शुभाशुभत्वयोराश्रयः कर्म, तस्यापि स कोऽपि स्वभावो येन शुभाशुभपरिणामान्वितेन जीवेन गृह्यमाणमेवै-तद्रूपतया परिणमति। उपलक्षणमेत प्रदेशाल्पबहुभागवैचित्र्यादेः, उक्तं च कर्मप्रकृतिसङ्ग्रहण्यां गहणसमयम्मि जीवो उप्पाएई गुणे सपच्चयओ। सव्वजियाणंतगुणे कम्मपएसेसु सव्वेसु'॥१॥ [गा. २९] 'आउयभागोथोवो'। (इत्यादि) एतत्सर्वं कर्मणो ग्रहणसमये आहारदृष्टान्तेन जीवः करोतीति तमेव भावयति- 'परिणामासयवसओ धेणुए जह पओ विसमहिस्स। तुल्लोवि ઉત્તઅકૃતિઓમાં જે સમયે જે પ્રકૃતિ બંધાતી હોય, તેમાં તે સમયે બીજી નહીં બંધાતી પ્રકૃતિનું સંક્રમણ થાય. પણ એક નહિ બંધાતી પ્રકૃતિમાં બીજી બંધાતી પ્રકૃતિનું કે નહિ બંધાતી પ્રકૃતિનું સંક્રમણ થતું નથી. જેમકે બંધાતી સાતવેદનીય પ્રકૃતિમાં નહિ બંધાતી અસાતવેદનીયનું સંક્રમણ થાય. પરંતુ નહિ બંધાતી અસાતવેદનીયમાં બંધાતી સાતવેદનીયનું સંક્રમણ ન થાય. ઇત્યાદિ પ્રકૃતિસંક્રમવિધિ છે. શેષ પ્રદેશવગેરેની સંક્રમવિધિમાં પણ મૂળપ્રકૃતિથી અભિન્ન વેદાતી ઉત્તઅકૃતિઓમાં સંક્રમણ થાય, ઇત્યાદિ વિગત બીજા ગ્રંથોમાંથી મેળવી લેવી. અહીંવિસ્તારથી સર્યું. [ગા. ૧૯૩૯] શંકા - મિશ્રયોગ અને મિશ્ર અધ્યવસાયના અભાવમાં મિશ્રપ્રકૃતિના બંધની આપત્તિ ભલેન હો, તો પણ દ્રવ્યના આશ્રયથી વાસ્તવમાં ઘુવબંધિની પાપ્રકૃતિઓના બંધરૂપ ફળ તો અવશ્ય છે જ. સમાધાનઃ- ધ્રુવબંધિની પ્રકૃતિઓ ધ્રુવબંધી હોવાથી જ ઘુવબંધિની તરીકે જ બંધાય છે. અર્થાત્ એ પ્રકૃતિના બંધમાં યોગ કે ક્રિયાપ્રધાન કારણ નથી, પરંતુ તે ગુણસ્થાનક સુધી અવશ્ય બંધાવાનો તેઓનો સ્વભાવ જ કારણ છે. જો તેઓના બંધમાંદ્રવ્યને કારણ માનશો, તો (ભાવજિનને કરાતા ભાવપૂર્વક વંદનને પણ તેમાં કારણ માનવું પડશે, કારણ કે તે વખતે પણ ધ્રુવબંધિની પ્રકૃતિઓ બંધાતી હોય છે. ઇત્યાદિ) અતિપ્રસંગ છે. કર્મવૈચિત્ર્યમાં જીવ-કર્મનો સ્વભાવ કારણ વળી કર્મના દલિકો ગ્રહણ કરવાના સમયે જ ગુણ અને આશ્રયથી કર્મમાં રસ વગેરેની અપેક્ષાએ શુભપણું કે અશુભપણું ઉત્પન્ન કરાય છે. આ જ વાત કહે છે- “અવિશિષ્ટ તે કર્મને તે જીવ પરિણામ, આશ્રય અને સ્વભાવથી શીધ્ર ગ્રહણકાળે જ શુભ કે અશુભ કરે છે. જેમ કે આહારને.” પરિણામ=જીવનો અધ્યવસાય. આ પરિણામના વશથી જીવ ગ્રહણ સમયે જ કર્મમાં શુભપણું કે અશુભપણું ઉત્પન્ન કરે છે. કર્મનો આશ્રય જીવ છે. તે જીવનો એવો જ કોઇક અચિંત્ય સ્વભાવ છે કે, જેનાથી કર્મને શુભ કે અશુભરૂપે પરિણામ પમાડતો પમાડતો જ ગ્રહણ કરે છે. તે જ પ્રમાણેશુભપણાનો અને અશુભપણાનો આશ્રય કર્મ છે. આ કર્મનો પણ એવો સ્વભાવ છે કે, શુભાશુભ પરિણામવાળા જીવથી ગ્રહણ કરાતાતે કર્મો શુભાશુભરૂપે જ પરિણામ પામે છે. પ્રદેશઅલ્પબદુત્વવગેરે બીજી અનેક વિચિત્રતાઓનું આ ઉપલક્ષણમાત્ર છે. કમ્પકૃતિસંગ્રહણીમાં કહ્યું છે કે – “જીવ ગ્રહણ સમયે સ્વપ્રત્યયથીજ(પોતાના યોગનિમિત્તથી
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy