SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્મા સાથે તન્મય થવાનો ક્રમ 'अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति। हृदयस्थिते च तस्मिन् नियमात् सर्वार्थसंसिद्धिः॥१॥ चिन्तामणिः परोऽसौ, तेनेयं भवति समरसापत्तिः। सैवेह योगिमाता निर्वाणफलप्रदा प्रोक्ता'॥२॥ [ષોડશ ૨/૪-૨૫] તિા तत् कथं निक्षेपत्रयादरं विना भावनिक्षेपादरो भावोल्लासस्य तदधीनत्वात् ? न च नैसर्गिक एव भावोल्लास इत्येकान्तोऽस्ति जैनमते, तथा सति सर्वव्यवहारोच्छेदप्रसङ्गादिति स्मर्तव्यम्। अत्र निरूक्तविशेषणविशिष्टेषु આદરભાવ ન આવે, તો ભાવોલ્લાસ ઉત્પન્ન જ થઇ શકે નહિ તેથી નામાદિ ત્રણનો અનાદર કરનારાઓ જો “અમે તો માત્ર ભાવને જ માનીએ છીએ. ભાવનિક્ષેપો જ શુદ્ધ છે” ઇત્યાદિ કહીને માત્ર ભાવનિક્ષેપાને સ્વીકારે છે, તો તેઓનો આ સ્વીકાર માત્ર વચનથી છે હૃદયથી નથી. આવાઓ અરિસામાં પોતાનું મોં જોવા ઇચ્છતા આંધળા જેવા છે. મોંનું પ્રતિબિંબ અરિસામાં ભલે પડે, પણ તે જોવા માટે તો આંખરૂપી સાધન જોઇએ. એમ હૃદયમાં ભાવતો ભાવનિક્ષેપાના અરિહંતના કારણે જ પ્રગટે છે. પણ તે નામઆદિ ત્રણ નિક્ષેપારૂપ સાધનો હોય તો જ પ્રગટે. તેથી અરિસામાં નિજમુખદર્શનલોભી આંધળો જેમ બુદ્ધિહીન છે, તેમનામઆદિત્રણ વિના સીધા જ ભાવને માનવા જનારો બુદ્ધિહીન છે. પરમાત્મા સાથે તન્મય થવાનો ક્રમ પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજે પોશગ્રંથમાં કહ્યું છે - “આ (શાસ્ત્ર) હૃદયમાં રહેવાથી પરમાર્થથી તો મુનીન્દ્ર(=પરમાત્મા) જ હૃદયમાં બિરાજે છે. અને પરમાત્મા જો હૃદયમાં બિરાજમાન થાયતો અવશ્ય સર્વપ્રયોજનની સિદ્ધિ થાય છે.” I૧ (કેમકે) ભગવાન શ્રેષ્ઠ કોટિના ચિંતામણિરત્ન છે. તેથી આગમના બહુમાન દ્વારા) તે ભગવાનની સાથે સમત્વની આપત્તિ થાય છે. આ સમત્વની પ્રાપ્તિ યોગીઓની માતા છે અને નિર્વાણફળને દેનારી બને છે.”ારા આ પ્રમાણે શાસ્ત્રઅંગે જે વાત કરી છે, તેજ પ્રમાણે નામઆદિ ત્રણઅંગે પણ સમજવાનું છે. પરમાત્માના નામવગેરે ત્રણ હૃદયમાં રહે છે-રમે છે-તે રૂપે પરમાત્મા હૃદયસ્થ થાય, ત્યારે ભાવભગવાન જાણે સાક્ષાત્ સામે હાજર ન હોય, તેવો અનુભવ થાય છે. આ અનુભવ આગળ વધતા- સામે દેખાતા ભગવાન જાણે કે હૃદયસિંહાસન પર બિરાજવા પ્રવેશતા ન હોય તેવી ઝાંખી થાય છે. તે પછી આગળ વધતા પ્રેમે હૃદયસિંહાસન પર પધારેલા પરમાત્મા સાથે સ્નેહની સુગમ સરવાણીથી મધુર આલાપનું જાણે કે મનોરમ્ય ગુંજન ચાલતું ન હોય તેવો ભાસ થાય છે. એ ગુંજનની મધુરતા એટલી આલ્હાદક હોય છે કે આલાપ=મીઠી વાતચીતની સમાપ્તિ થયા બાદ પણ તેનો સૂક્ષ્મ ઝંકાર દિલ અને મગજમાં રેલાયા જ કરે છે. પછી તો જાણે કે પરમાત્મા સતત હૃદયપટપર ઉપસી આવે છે અને જાણે કે આખા શરીરમાં આવતા લોહીના પ્રત્યેક બુંદમાં પરમાત્મા ભળી જતાં ન હોય તેવા અકથ્ય અનુભવો થાય છે. પછી હૃદયના ધબકારાથી સમગ્ર શરીરમાં પાછા ફેંકાતા લોહીના માધ્યમથી પરમાત્મા પણ સમગ્ર શરીરવ્યાપી બની ગયા ન હોય, શરીરના પ્રત્યેક રુંવાડે પરમાત્માનો જાણે કે વાસ થયો ન હોય અને જાણે કે સમગ્ર શરીરને વ્યાપીને પરમાત્મા ફેલાઇ ગયા ન હોય તેવા દિવ્ય સાક્ષાત્કાર થાય છે. જ્યારે આ અનુભવોથી ઉલ્લાસની માત્રા એકદમ વધી જાય છે અને પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે શરીર સાથે ક્ષીરનીરની પેઠે હળી ગયેલા આત્મપ્રદેશો પરમાત્મામય બને છે અને પ્રત્યેક આત્મપ્રદેશ જાણે કે પરમાત્મારૂપ ભાસવા માંડે છે. તે વખતે હુંજ પરમાત્મરૂપ છું’ એવી અપૂર્વઆનંદમય અવર્ણનીય @ સમત્વાપત્તિ – બાહ્યાલંબનથી ભગવાન સંબંધી મનનું ધ્યાન અથવા તેના ફળરૂપ સમત્વની પ્રાપ્તિ. યોગી=સમ્યક્ત વગેરે ગુણવાળાઓ.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy