SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ 341 પ્રતિમાશતક કાવ્ય-૨) तीर्थकाभिमतशब्दवाच्याः, तेषां देवानामनैयत्यात्। देवाधिदेवप्रतिमा: प्रभुत्वं स्वतः प्रतिष्ठोपगताः श्रयन्ति। सङ्कामति स्थाप्यगतो विशेषः, न स्थापनाया: किमु निर्विपक्षः॥ - તિવપરિક્ષા) अथ स्तवपरिज्ञया प्रथमदेशनादेश्यया गुरोर्गरिमसारया स्तवविधि: परिष्ट्रयते। इयं खलु समुद्धृता सरसदृष्टिवादादितः श्रुतं निरघमुत्तमं समयवेदिभिर्भण्यते॥ अथ (अतः) स्तवपरिज्ञाऽत्यन्तोपयोगिनीति, यथा पञ्चवस्तुके दृष्टा तथा लिख्यते। तथाहि- 'एयमिहमुत्तमं सुअं आईसद्दाई थयपरिण्णाई। वण्णिजइ जीए थओ दुविहो विगुणाइभावेण' ॥१॥ एतदिहोत्तमश्रुतमुत्तमार्थाभिधानात्, आदिशब्दाद् द्वारगाथोक्ता: स्तवपरिज्ञादयः प्राभृतविशेषा गृह्यन्ते। तत्र का स्तवपरिज्ञा ? इति प्रश्नवाक्यमाश्रित्याह- यस्यां ग्रन्थपद्धतौ स्तवो વિશેષનું સ્થાપ્યમાં સંક્રમણ થાય છે, તેથી સ્થાપ્ય દેવ તરીકે સિદ્ધ થાય છે. ધન્ય છે તમારી બુદ્ધિપ્રતિભાને! પણ ખ્યાલ રાખજો! કે હંમેશા સ્થાપ્યગત વિશેષ જ સ્થાપનામાં સંક્રમિત થાય છે, નહિ કે સ્થાપનાગત વિશેષ સ્થાપ્યમાં. વળી, જો સ્થાપ્યમાં દેવત્વાદિ વિશેષ સ્થાપનાના વિશેષને અવલંબિત હોય, તો એનો અર્થ એ થયો કે સ્થાપનામાં જે વિશેષ છે, તે કોઇ સ્થાપ્યને આધારે નથી, તો, તો સ્થાપનાગત વિશેષને નિરાધાર જ માનવો રહ્યો. પ્રશ્નઃ - તમે શાશ્વતી જિનપ્રતિમામાં સ્વતઃ પ્રતિષ્ઠતા અને પ્રભુતા માની છે, ત્યાં આ આપત્તિ નહિ આવે? ઉત્તરપક્ષ - ના, નહિ આવે, કારણ કે અમે પ્રતિમાને ભલે સ્વતઃપ્રતિષ્ઠિત માની છે, પણ નિરાધાર નથી માની. ભાવજિનરૂપ સ્થાપ્યને અવલંબીને જ તેમની પ્રતિમાને પ્રતિષ્ઠિત અને પૂજ્ય માની છે. અલબત્ત, ભાવજિનો વ્યક્તિરૂપે અનિત્ય હોવા છતાં પ્રવાહથી નિત્ય છે. પ્રવાહથી આઈજ્યના આધારરૂપે અનાદિસિદ્ધ જિનરૂપ સ્થાપ્યની પ્રતીતિ કરાવતી શાશ્વતી જિનપ્રતિમામાં જિનરૂપ સ્થાપ્યને અપેક્ષીને રહેલું સ્વતઃ સિદ્ધપ્રભુત્વ અસિદ્ધ નથી. (અથવા, સ્વતઃ પ્રતિષ્ઠા પામેલી દેવાધિદેવ પ્રતિમા(=જિનપ્રતિમાજી પ્રભુતાનો આશ્રય કરે છે. જિનેશ્વરરૂપી સ્થાપ્યમાં રહેલો નિર્વિપક્ષ(=જેનો કોઇ વિપક્ષ હરિફ નથી) એવો આ પ્રભુતારૂપ વિશેષ સ્થાપનામાં શું સંક્રમ ન પામે ? અર્થાત્ પામે જ. અર્થાત્ જગતમાં દ્રવ્ય-ગુણપર્યાય અને મુદ્રાથી અરિહંતો શ્રેષ્ઠ છે. તો તેમની મુદ્રાને પ્રગટાવતી તેઓની પ્રતિમા પણ શ્રેષ્ઠ જ હોવાની અને પૂજનીય બનવાની જ. દેવાધિદેવપ્રતિમા ઇત્યાદિ અંતિમ પંક્તિનું આવું તાત્પર્ય પણ હોઇ શકે છે.) સ્તવપરિક્ષા) જિનભવન વિધિ- ભૂમિશુદ્ધિ - પરઅપ્રીતિનો પરિ ગંભીર અર્થોથી સારભૂત અને પરમગુરુની પ્રથમદેશનાતુલ્ય સ્તવપરિક્ષા ગ્રંથદ્વારા સ્તવવિધિનો આરંભ કરાય છે. આ ગ્રંથ શ્રેષ્ઠ દષ્ટિવાદ વગેરે આગમોમાંથી ઉદ્ધત કરેલો છે. શાસ્ત્રજ્ઞ મહાત્માઓ આ શ્રુતને નિષ્પાપ અને ઉત્તમ કહે છે. સ્તવપરિક્ષા પ્રસ્તુતમાં અત્યંત ઉપયોગી હોવાથી તેનું પંચવસ્તુક ગ્રંથમાં જે પ્રમાણે નિરૂપણ છે, તે પ્રમાણે નિરૂપણ કરવામાં આવે છે. તે આ પ્રમાણે પ્રસ્તુતમાં (ઉત્તમાર્થનું અભિધાન કરતું હોવાથી) ઉત્તમશ્રત છે. “આદિ' શબ્દથી (દ્વારાગાથામાં સૂચવેલા) સ્તવપરિક્ષાવગેરે(પ્રાભૃતવિશેષો)નું ગ્રહણ થાય છે. (આ સ્તવપરિક્ષા શું છે? તેવા પ્રશ્નના ઉત્તરતરીકે કહે છે, જેમાં (સ્તવપરિક્ષા ગ્રંથરચનામાં દ્રવ્ય અને ભાવાત્મક) ઉભયસ્તવ ગૌણમુખ્યભાવે વર્ણવાયા છે. (‘તે સ્તવપરિણા છે’ અધ્યાહારથી પ્રશ્નોત્તરવાક્યરૂપે લેવાનું છે.) II હવે સૂચવેલા દ્રવ્ય અને ભાવસ્તવને ઉદ્દેશી કહે છે- “સ્તવ દ્રવ્યઅંગે અને ભાવઅંગે હોય છે.તેમાં ભાવસ્તવના રાગથી વિધિપૂર્વક જિનભવનાદિમાં પ્રવૃત્તિદ્રવ્યસ્તવ છે. શુદ્ધસંયમભાવસ્તવ છે. દ્રવ્યસ્તવ= ભાવસ્તપ્રત્યે રાગસાથે જિનભવનવગેરે
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy