SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક કાવ્ય-૧) तत्रेह प्रतिमाविषयाऽऽशङ्कानिराकरणस्य चिकीर्षितत्वात् प्रतिमास्तुतिरूपमिष्टबीजप्रणिधानपुरस्सरमाद्यपद्यमाह ऐन्द्रश्रेणिनता प्रतापभवनं भव्याङ्गिनेत्रामृतं, सिद्धान्तोपनिषद्विचारचतुरैः प्रीत्या प्रमाणीकृता। मूर्तिः स्फूर्तिमती सदा विजयते जैनेश्वरी विस्फुरन् मोहोन्मादघनप्रमादमदिरामत्तैरनालोकिता॥१॥ (दंडान्वयः→ ऐन्द्रश्रेणिनता प्रतापभवनं भव्याङ्गिनेत्रामृतं सिद्धान्तोपनिषद्विचारचतुरैः प्रीत्या प्रमाणीकृता स्फूर्तिमती विस्फुरन्मोहोन्मादघनप्रमादमदिरामत्तैः अनालोकिता जैनेश्वरी मूर्तिः सदा विजयते॥) જિનપ્રતિમાના વિશેષણો ગ્રંથકારશ્રી આ ગ્રંથદ્વારા “પ્રતિમા પૂજનીય ખરી કે નહિ?' ઇત્યાદિ પ્રતિમાસંબંધી આશંકાઓ દૂર કરી પ્રતિમા પૂજનીય જ છે.' ઇત્યાદિ સિદ્ધ કરવા માંગે છે. પોતાની આ ઇચ્છાને પૂર્ણ કરવા ગ્રંથકારશ્રી પ્રતિમાની સ્તુતિરૂપ પ્રથમ શ્લોક ફરમાવી રહ્યા છે. આમંગલ શ્લોકમાં ગ્રંથકાર સૌપ્રથમ પોતાના ઇષ્ટબીજ એ કારનું પ્રણિધાન કરે છે. અહીં તેઓ પ્રતિમાની ભાવગર્ભિત સ્તુતિ કરે છે. અને તે દ્વારા “પ્રતિમા નિઃશંક પૂજનીય છે. તેવી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. (પ્રતિમાને પૂજનીયતરીકે સિદ્ધ કરવા ગ્રંથનું આલેખન કરવું એ ભગીરથ કાર્ય છે. આ કાર્ય વિશિષ્ટજ્ઞાન વિના સંભવે નહિ. જો સરસ્વતીની કૃપા મળી જાય, તો વિશિષ્ટજ્ઞાન સરળતાથી પ્રાપ્ત થઇ જાય. સરસ્વતીદેવીની કૃપા મેળવવી હોય તો સરસ્વતીદેવીને પ્રસન્ન કરવી જોઇએ. અને સરસ્વતીદેવી પ્રસન્ન પણ તો થાય, જો એંકારનું પ્રણિધાન અને જાપ કરવામાં આવે. કેમકે સરસ્વતીદેવી ઍકાર મંત્રની અધિષ્ઠાતા દેવી છે. ગ્રંથકારે આ પ્રમાણે જાપ કરી સરસ્વતીદેવીને પ્રસન્ન કરી હતી. પ્રસન્ન થયેલી દેવીની કપાથી ગ્રંથકારને જ્ઞાનની પ્રાપ્તિ, શુદ્ધિ અને વૃદ્ધિ થઇ હતી. તેથી સરસ્વતીદેવીનું સ્મરણ કરવા અને પોતાનો કતજ્ઞભાવ પ્રગટ કરવા ગ્રંથકાર પોતાની પ્રત્યેક કૃતિના આરંભે એંકારમંત્રનો પ્રણિધાનપૂર્વક ઉલ્લેખ કરે છે. તે મુજબ આ ગ્રંથના આરંભે પણ એંકારમંત્રને યાદ કરે છે.) કાવ્યાર્થ:-(૧) જિનેશ્વરની પ્રતિમાઇન્દ્રોની હારમાળાથીનમાયેલી છે. (૨) જિનેશ્વરની પ્રતિમા પ્રતાપનું આવાસ છે. (૩) જિનેશ્વરની પ્રતિમા ભવ્યજીવોના ચક્ષુ માટે અમૃત સમાન છે. (૪) જિનેશ્વરની પ્રતિમા સિદ્ધાંતના રહસ્યનો વિચાર કરવામાં નિપુણ પુરુષોથી પ્રમાણભૂત કરાયેલી છે. (૫) જિનેશ્વરની પ્રતિમા સ્કુર્તિવાળી છે. (૬) વિવિધરૂપે પરિણામ પામતા મોહના ઉન્માદરૂપ તથા ગાઢપ્રમાદરૂપ શરાબથી મત્ત બનેલાઓ વડે જોવાયેલી નથી. આવી જિનેશ્વરની પ્રતિમા હંમેશા (વ્યક્તિગતરૂપે અને પ્રવાહથી) નિરંતર વિજય પામે છે. અર્થાત્ સર્વોત્કૃષ્ટપણે વર્તે જિનપ્રતિમાની સર્વોત્કૃષ્ટતા અને આદરણીયતા જૈનેશ્વરી મૂર્તિ સદા વિજય પામે છે. આ અન્વય છે. “વિજય પામે છે. એનો અર્થ ‘પ્રતિમા સર્વોત્કૃષ્ટ છે તેવો કરવો. “જિ' ધાતુ (૧) બીજાનો પરાજય અને (૨) ઉત્કર્ષ આ બે અર્થમાં વપરાય છે. તેમાં બીજા(=ઉત્કર્ષ) અર્થમાં આ ધાતુ અકર્મક છે- એમ આખ્યાતચંદ્રિકામાં કહ્યું છે. આ કાવ્યમાં “જિધાતુનો ‘ઉત્કર્ષ” અર્થ લેવાનો છે. “વિ' ઉપસર્ગથી સર્વાધિકપણું સૂચિત થાય છે. અર્થાત્ “વિજયતે' પદદ્વારા કવિ સૂચવવા માંગે છે કે જિનપ્રતિમા સર્વોત્કૃષ્ટ છે. હવે કવિએ કાવ્યમાં જિનપ્રતિમાના દર્શાવેલા પ્રત્યેક વિશેષણનું ટીકાકાર વિશ્લેષણ કરે છે. (૧) ઐશ્રેણિનતા... આ વિશેષણ સૂચવે છે કે જિનપ્રતિમાનો અપલાપ કરનારાઓને નક્કી ઇદ્રનો શાપ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy