SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ 307 પ્રશ્નવ્યાકરણ અંતર્ગત સુવર્ણગુલિકાનું દષ્ટાંત तथा च तया 'अहं कुब्जा विरूपा सुरूपा भूयासम्' इति मनसि विभाव्यैका गुटिका भक्षिता, तत्प्रभावाच्च (सुवर्णवर्णजातेति) सा सुवर्णगुलिका नाम्ना प्रसिद्धिमुपगता। ततोऽसौ चिन्तितवती-जाता मे रूपसम्पद्, एतया च किं भर्तृविहीनया ? तत्र तावदयं राजा पितृतुल्यो न कामयितव्यः, शेषास्तु पुरुषमात्रमतः किं तैः ? तत उज्जयिन्याः पतिं चण्डप्रद्योतराजमनस्याधाय गुटिका भक्षिता। ततोऽसौ देवतानुभावात्तां विज्ञाय तदानयनाय हस्तिरत्नमारुह्य तत्रायात आकारिता च तेन सा। तयोक्तं आगच्छामि यदि प्रतिमां नयसि । तेनोक्तम्- 'तामहं श्वो नेष्यामि'। ततोऽसौ स्वनगरे गत्वा देवतानिर्मितप्रतिमारूपं कारयित्वा तथैव रात्रावायातः, स्वकीयप्रतिमां देवतानिर्मितप्रतिमास्थाने विमुच्य तां सुवर्णगुलिकां च गृहीत्वा गतः। प्रभाते च चण्डप्रद्योतगन्धहस्तिविमुक्तमूत्रपुरीषगन्धेन विमदान् स्वहस्तिनो विज्ञाय ज्ञातचण्डप्रद्योतागमोऽवगतप्रतिमासुवर्णगुलिकानयनोऽसावुदायनराजः परं कोपमुपगतो दशभिर्महाबलै राजभिः सहोज्जयिनीं प्रति प्रस्थितः। अन्तरा पिपासाबाधितसैन्यस्त्रिपुष्करकरणेन देवतया પ્રાપ્ત થયેલી સો સર્વકામિત ગુટિકા(=સર્વ ઇચ્છા પૂર્ણ કરનારી ગોળીઓ) આ દેવદત્તાને આપી. આ ગુટિકાઓ મળવાથી (દેવદત્તાને) આ સંકલ્પ થયો કે “કુન્જ અને વિરૂપ એવી હું સર્વાગ સુંદર બની જાઉં” મનમાં ઉઠેલા આ સંકલ્પને સિદ્ધ કરવા એક ગુટિકાનું ભક્ષણ કર્યું. દિવ્ય પ્રભાવી તે ગુટિકાના પ્રભાવથી તે દેવદત્તા સુવર્ણ સમાન કાંતિવાળી અતિસુંદર સ્ત્રી બની ગઇ અને સવર્ણગલિકા' નામે પ્રસિદ્ધ થઇ. (‘પૂર્ણ થયેલી ઇચ્છા નવી ઇચ્છાની માતા છે' એ ન્યાયથી) સુવર્ણગુલિકાના મનમાં નવી ઇચ્છા જન્મી-વિચાર ઉદ્ધવ્યો “રૂપ સંપત્તિ તો પ્રાપ્ત થઇ. પણ પતિ વિના રૂપની કિંમત શી? તેથી રૂપને અનુરૂપ પતિ મળવો જોઇએ. ઉદાયન રાજા પુરુષોમાં શ્રેષ્ઠ છે, પણ મારું ભરણપોષણ કરતા હોવાથી પિતા સમાન છે. તેથી તેઓ પતિતરીકે ઇચ્છનીય નથી. જગતમાં દેખાતા બીજા બધા પુરુષોનામમાત્રથી પુરુષ છે. તેથી તેઓથી સર્યું. ઉજ્જયિની નગરીના રાજા ચંબલોત જ મારારૂપને યોગ્ય પુરુષ છે. તેથી પતિતરીકે તેમની ઇચ્છા કરું' આમ વિચારી બીજી ગોળી ખાધી. તેથી દેવતાના પ્રભાવથી ‘સુવર્ણગુલિકારૂપસુંદરી છે” એમ ખબર પડવાથી કામાસક્ત ચંડબોત રાજાએ તે સુવર્ણગુલિકાને મેળવવા બીડું ઝડપ્યું. (ખરેખર! સંસાર એટલા માટે જ ખતરનાક છે કે સર્વ સંસારરસિક જીવો સંસારની સારી દેખાતી બધી ચીજોના અધિકારી તરીકે માત્ર પોતાની જાતને જ જુએ છે.) સુવર્ણગુલિકા પોતાની થાય એ ખાતર ચંદ્મદ્યોત રાજા પોતાના શ્રેષ્ઠ હાથી પર બેસી વિદર્ભનગર આવ્યો. સુવર્ણગુલિકાને પોતાની પાસે બોલાવી પોતાની ઇચ્છા પ્રગટ કરી. સુવર્ણગુલિકામાટે તો ‘ભાવતું' તું અને વૈદે કહ્યું જેવી વાત હતી. પરંતુ સુવર્ણગુલિકાએ શરત મુકી – જો તમે આ પ્રતિમાને પણ સાથે લેતા હો, તો જ તમારી સાથે હું આવીશ. વિવેકભ્રષ્ટ ચંપ્રદ્યોતે કહ્યું – “ભલે! તે પ્રતિમા અને તને હું કાલે લઇ જઇશ.” પછી ચંપ્રદ્યોતે પોતાના નગરમાં જઇ તાબડતોબ દેવનિર્મિત પ્રતિમા જેવી જ બીજી પ્રતિમા બનાવડાવી. (પછી એ) પ્રતિમા લઇને રાત્રે ફરીથી વિદર્ભક નગરમાં ગયો. દેવનિર્મિત પ્રતિમાના સ્થાને પોતે લાવેલી પ્રતિમાને ગોઠવી દીધી. પછી દેવતાનિર્મિતપ્રતિમા અને સુવર્ણગુલિકાને લઇ ચંડપ્રદ્યોત રાજા પોતાની નગરી તરફ રવાના થઇ ગયો. આ બાજુ ચંડપ્રદ્યોત રાજાના ગંધહસ્તીએ છોડેલા મળ-મૂત્રના ગંધથી ઉદાયન રાજાના હાથીઓના મદ ગળી ગયા. તેથી બીજે દિવસે સવારે ઉદાયન રાજાને ખબર પડી ગઇ કે રાતના ચંપ્રદ્યોત પોતાના ગંધહસ્તીપર આવ્યો હતો. વિશેષતપાસ કરતાં માહિતી મળી કે ચંપ્રદ્યોત રાજા રાતના અહીં આવી દેવનિર્મિત પ્રતિમા અને “સુવર્ણગુલિકા” દાસીને ઉપાડી ગયો છે. આ સમાચારથી અત્યંત ગુસ્સે થયેલા રાજાએ બીજા દસ મહાબળવાન રાજાઓની સાથે લશ્કર લઇને ઉજ્જયિની તરફ પ્રયાણ કર્યું માર્ગમાં તૃષાથી પીડાતા તેના સૈનિકોની તૃષા દૂર કરવા દેવતાએ આંતરે-આંતરે ત્રણ વાવડીઓ વિક્ર્વી. પછી તૃષાવગેરે સમાવી શીઘગતિએ તેઓ ઉજ્જયિની આવી પહોંચ્યા અને બહારથી ઉજ્જયિનીને ઘેરો ઘાલ્યો. ત્યારબાદ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy