SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ 292 પ્રતિમાશતક કાવ્ય-૨૨) (दंडान्वयः→ यदि प्रतिमार्चनं धर्मार्थः वध: स्यात्, तदा अर्थदण्डः । तत्किंतत्र सूत्रकृते भूताहियक्षार्थवत् न पठितः, इह या खलु जैनमार्गविदिता हिंसा, सा किं आधाकर्मिकवद् प्रसङ्गोद्भवं दोषं निहन्तुं स्फुटं न निषेध्या? (નિષેધ્યેવ) II) 'धर्मार्थ'इति । यदि पूजायां हिंसा कुमतिना भाव्या(वाच्या पाठा.), तदा सा किमनर्थदण्डरूपा वा स्यादर्थदण्डरूपा वा ? नाद्य: पक्षः क्षोदक्षमः प्रयोजनराहित्यासिद्धेः, अन्त्ये त्वाह-यदि प्रतिमार्चनं धर्मार्थो वधः स्यात्तदार्थदण्डः स्याद् अर्थदण्डत्वेन व्यवहार्यः स्यात्। इष्टापत्तावाह-तदर्थदण्डश्चेत् ? तदा सूत्रकृतेऽर्थदण्डाधिकारे किंन पठित: ? किंवत् ? भूताहियक्षार्थो यथा दण्ड: पठितस्तद्वत् । इदं हि तत्सूत्रं→ 'पढमे दंडसमादाणे अट्ठादंडवत्तिएत्ति आहिज्जइ, से जहाणामए केइ पुरिसे आयहेउं वा, णाइहेउं वा, अगारहेउं वा, परिवारहेउं वा, मित्तहेउं वा, णागहेउं वा, भूअहेउं वा, जक्खहेउं वा, तं दंडं तसथावरेहिं पाणेहिं सयमेव णिसिरइ अण्णेहिं वा निसिरावेइ, अण्णं वा णिसिरंतं समणुजाणाइ, एवं खलु तस्स तप्पत्तियं सावज्जति आहिज्जइ[सूत्रकृताङ्ग २/२/ १७] इति॥ यदि हि जिनप्रतिमापूजार्थोऽपि वधोऽत्राधिक: स्यात्, तदा - 'जिणपडिमाहेउं वा' इत्यप्यभणिष्यत् સૂટાર: न च सर्वोऽप्यर्थदण्डो गृहस्थानामगारार्थ इत्यगारविषयकेच्छाप्रयोज्येच्छाया हेतोरुक्तशेषे सम्भवान्न પૂજામાં હિંસાસંભવના વચનનું વિકલ્પ કરી ખંડન કરતા કહે છે કાવ્યર્થ - પ્રતિમાપૂજન જો ધર્માર્થ વધ હોય, તો તે અર્થદંડ છે અને જો એ અર્થદંડ હોય, તો સૂત્રકામાં ભૂત-સાપ-યક્ષાર્થ દંડની જેમ કેમ બતાવ્યો નથી? જે જૈનમાર્ગવિદિત હિંસા હોય, તે હિંસા આધાર્મિકની જેમ પ્રસંગથી ઉત્પન્ન થતાં દોષને દૂર કરવા શું સ્પષ્ટ નિષેધ્ય નથી? અર્થાત્ નિષેધ્ય જ છે. જિનપૂજા અર્થદંડ તરીકે અસિદ્ધ જો કુમતિઓને પૂજામાં હિંસા જ નજરે ચડતી હોય, તો અમારે પૂછવું છે કે આ હિંસા કેવી છે? શું એ અનર્થદંડરૂપ છે, અર્થાત્ પ્રયોજન વિના કરાતી હિંસા છે? કે પછી અર્થદંડરૂપ છે, અર્થાત્ પ્રયોજનપૂર્વકની છે? પ્રથમપક્ષ તો અમાન્ય જ છે, કારણ કે ધર્મવગેરે પ્રયોજનથી જ આ (પૂજારૂપ) હિંસા થાય છે. તેથી આ હિંસાને પ્રયોજન વિનાની કહેવી અસિદ્ધ જ છે. હવે જો પ્રતિમાપૂજન ધર્માર્થ હિંસા તરીકે માન્ય હોય, તો તે હિંસાને અર્થદંડ તરીકે જ સ્વીકારવી જોઇએ. પૂર્વપક્ષ - બરાબર છે! બરાબર છે! પ્રતિમાપૂજન એ અર્થદંડરૂપ છે અને સાવદ્ય જ છે. ઉત્તરપક્ષ - એમ!તમને પ્રતિમાપૂજન અર્થદંડતરીકે સ્વીકૃત છે. તો અમારો તમને પ્રશ્ન છે કે સૂત્રકૃતાંગમાં અર્થદંડના અધિકારમાં જેમ ભૂતાર્થદંડ, સાપાર્થદંડ અને યક્ષાર્થદંડ વગેરે બતાવ્યા છે, તેમ આ પ્રતિમાપૂજનરૂપ ધર્માર્થદંડનો ઉલ્લેખ કેમ કર્યો નથી? જુઓ, આ રહ્યું એ સૂત્ર પ્રથમ દંડસમાદાનમાં આઠ દંપ્રત્યય(=હેતુ) કહેવાયા છે. તે આ પ્રમાણે - કોઇ પુરુષ (૧) આત્મહેતુક(=પોતાના માટે) (૨) જ્ઞાતિ હેતુક (૩) અગાર(ઘર) હેતુક (૪) પરિવારહેતુક (૫) મિત્રહેતુક (૬) નાગહેતુક (૭) ભૂતહેતુક કે (૮) યક્ષતુક. ત્રસ અને સ્થાવર જીવોપરતે દંડ પોતે સ્વયં કરે અથવા બીજા પાસે કરાવે. અથવા અન્ય કરતાને સમનુજ્ઞા આપે. એમ કરવાદ્વારા તેને તે દંડને આશ્રયી સાવઘા=પાપ લાગે) છે એમ કહ્યું છે. જો જિનપ્રતિમાપૂજન માટે થતો વધ પણ અનર્થદંડરૂપ હોત, તો સૂત્રકાર એવો ઉલ્લેખ પણ કરતકે “જિનપ્રતિમાહેતુક.”
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy