SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ 293 દિવ્યસ્તવ - ચારિત્રક્રિયાની ભાવ પ્રત્યે તુલ્યતા प्रभृतीनां केवलोत्पादश्रवणात् शुभानुबन्धिप्रभूततरनिर्जराफलत्वोपदर्शनमेव द्रव्यस्तवेऽल्पस्यापि पापस्य सम्भवं न सहते इति शुद्धभावस्य निर्विषयः कूपदृष्टान्तः॥ न च पुष्पाद्ययंचनवेलायां शुभभावसम्भवेन निश्चयनयेन तस्य व्यवहारनयेन च तदन्विततक्रियाया विशिष्टफलहेतुत्वेऽपि ततः पूर्वं तद्विषयसम्भव इति वाच्यम्। प्रस्थकन्यायेन पूर्वपूर्वतरक्रियायामपि शुभभावान्वयतत्फलोपपत्ते गमनयाभिप्रायेण। अत एव पूजार्थं स्नानादिक्रियायामपि यतनयाधिकारसम्पत्त्या शुभभावान्वय उपदर्शितश्चतुर्थपञ्चाशके। तथा हि → पहाणाइवि जयणाए, आरंभवओ गुणाय णियमेण । सुहभावहेउओ खलु, विष्णेयं कूवनाएणं' [४/१०] त्ति ॥ व्याख्या-स्नानाद्यपि देहशौचप्रभृतिकमपि, आस्तां तद्वर्जन पूजावा, आदिशब्दाद्विलेपनादिग्रहः, गुणायेति योगः। यतनया रक्षितुंशक्यया जीवरक्षणरूपया। तत्किंसाधो પૂર્વપક્ષ -ચારિત્રક્રિયાતો એવા શુભભાવોને પેદા કરે છે, કે જેનાથી ચારિત્રક્રિયાવખતે સેવેલા અતિચારથી લાગેલા કર્મ અને બીજા પણ સઘળા કર્મો નાશ પામી જાય. ઉત્તરપક્ષ - બરાબર છે, એ જ પ્રમાણે દ્રવ્યસ્તવથી ઉત્પન્ન થતા શુભભાવો ક્રમશઃ એવો પ્રકર્ષ પામે છે કે એ ભાવો દ્રવ્યસ્તવકાળે સેવેલા અસંયમથી લાગેલા કર્મો તથા અન્ય સઘળા કર્મોને ખપાવી નાખે છે. કારણ કે આગમમાં ઠેરઠેર કહ્યું છે કે- “બધી દીક્ષા આભવ અને પૂર્વભવમાં કરેલાકર્મોનાં પ્રાયશ્ચિત્તરૂપ છે. પછી જિનશાસનના પ્રત્યેક યોગ એવાજ છે, એવો અતિદેશ કર્યો છે. કશું જ કે... “જિનશાસનમાં પ્રવૃત્ત કરાયેલા દરેક યોગદુઃખક્ષયમાટે થાય છે. એક-એક યોગમાં વર્તતા અનંતા મહાત્માઓ કેવલી થયા છે.” તથા દ્રવ્યસ્તવરૂપ પૂજા કરતાં કરતાં જ ભાવશુદ્ધિ અત્યંત પ્રબળ થવાથી નાગકેતુ વગેરે કેવલજ્ઞાન પામી ગયા એવા ઘણા દષ્ટાંતો દેખાય છે... વળી પૂર્વોક્ત શાસ્ત્રવચનમાં દ્રવ્યસ્તવને શુભાનુબંધી અને ઘણી નિર્જરામાં કારણ તરીકે દર્શાવ્યો છે. એનાથી સિદ્ધ થાય છે કે પૂર્વાચાર્યોદ્રવ્યસ્તવમાં અલ્પ પણ પાપનો સંભવ સ્વીકારવા તૈયાર નથી. તેથી શુદ્ધભાવને કૂવાનાં દૃષ્ટાંત સાથે સંબંધ જ નથી. તેથી પુષ્પપૂજનવગેરે વખતે શુભભાવરૂપ શુદ્ધભાવ જ હોવાથી કૂવાનું દૃષ્ટાંત અપ્રયોજક છે. પૂર્વપદ-પુષ્પવગેરેથી પૂજા કરતી વખતે શુભભાવ સંભવે છે. તેથી નિશ્ચયનયની અપેક્ષાએ તે શુભભાવ અને વ્યવહારનયની અપેક્ષાએ તે ભાવથી યુક્ત ક્રિયા ઘણી નિર્જરાવગેરેરૂપ વિશિષ્ટફળમાં હેતુ બને છે, તેથી ત્યાં ભલે કૂવાનું દષ્ટાંત ન ઘટે. પરંતુ તે પૂજાક્રિયાની પહેલાની સ્નાનાદિ ક્રિયાકાલે તો કૂવાનું દૃષ્ટાંત ઘટી શકશે. કારણ કે તે વખતે પૂજાનો અધ્યવસાય કે પૂજાક્રિયા નથી. સ્નાનવગેરે આરંભથી જનિત અને તદન્ય કર્મનો ક્ષય પૂજાસંબંધી ક્રિયા અને ભાવથી થવાનો હોઇ કૂવાનું દૃષ્ટાંત સંબદ્ધ થઇ શકશે. ઉત્તરપક્ષઃ- “પ્રસ્થક ન્યાયથી નૈગમનયના અભિપ્રાયથી તો પૂજાની પૂર્વ-પૂર્વ ક્રિયાઓમાં પણ પૂજાના શુભભાવનો અન્વય છે. તેથી એ ક્રિયાઓમાં પણ પૂજાના અધ્યવસાયનું કે એ અધ્યવસાયવાળી ક્રિયાઓનું ફળ ઉપપન્ન જ છે. તેથી જ પૂજાના આશયથી કરાતી સ્નાનવગેરે ક્રિયા પણ જયણાયુક્ત હોવાથી અને અધિકારવાળી હોવાથી શુભભાવથી સંગત જ હોય છે. આ બાબત ચોથા પંચાશકમાં દર્શાવેલી છે. (પંચાશકના ટીકાકાર શ્રી અભયદેવસૂરિ છે. તેઓએ પણ સ્નાનાદિવખતે શુભભાવ માન્યો છે. પણ શ્રી અભયદેવસૂરિ તે કૂપદષ્ટાંતની ઘટનાસ્નાનાદિવખતે છે. અને ઉપરોક્ત ઉત્તરપક્ષને અન્યમતતરીકે દર્શાવી પૂર્વપક્ષરૂપે ખંડન કર્યું છે. તેથી હવે ઉપરોક્ત ઉત્તરપક્ષને પૂર્વપક્ષ (અથવા મતાંતર) સમજવો અને શ્રી અભયદેવસૂરિમત ઉત્તરપક્ષતરીકે સમજવો.) તે આ પ્રમાણે – “આરંભવાળાને(=ગૃહસ્થને) શુભભાવના કારણે કૂવાના દષ્ટાંતથી જયણાથી સ્નાન વગેરે પણ અવશ્ય ગુણકારી થાય છે એમ સમજવું.” વ્યાખ્યા - “સ્નાનાદિ' પદમાં આદિપદથી વિલેપનવગેરે સમજવા. “પણ” શબ્દનું
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy