SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થગુણસ્થાનકે તપ ગૌણરૂપ 257 'श्राद्धानाम्'इति। श्राद्धानां दर्शनश्रावकानां परं केवलं तपसो गुणतया अमुख्यतयेयं भक्तिः सम्यक्त्वाङ्ग =सम्यक्त्वस्य प्रधानस्याङ्गीभूता सम्यक्त्वफलेनैव फलवतीत्यर्थः। ‘फलवत् सन्निधावफलं तदङ्गम्' इति न्यायात्। तथा च तावता नाविरतत्वहानिः। न हि कार्षापणमात्रधनेन धनवान्, एकगोमात्रेण गोमान्' इति पञ्चाशकवृत्तावभयदेवसूरयः । कषायविशेषव्यय एवाविरतत्वहानिप्रयोजको न तु प्रथमानुदयमानं, तेनापेक्षिकोपशमादीनां सम्यक्त्वगुणानामेव जनकत्वादिति निष्कर्षः। आह च → 'पढमाणुदयाभावो एअस्स जओ भवे कसायाणं। ता कहं एसो एवं? भन्नइ तव्विसयवेक्खाए'। त्ति [विंशि प्रक०६/१६] प्रधानीभूतास्तूपशमादयोऽपि चारित्रिण एव घटन्ते, तदाह → 'णिच्छयसम्मत्तं वाहिकिच्च सुत्तभणियनिउणरूवं तु । एवंविहो णिओगो होइ इमोहंत वत्थु। [६/१७] त्ति' विंशिकायाम् । एतदेवाभिप्रेत्याह- तपस्विनि-प्रधानतपोयुक्ते मुनौ-चारित्रिण्येषा भक्तिः प्राधान्य मश्नुते-प्रधानभावं प्राप्नोति। अत्र दृष्टान्तमाह- यथा शैशवे बाल्ये धि:-बुद्धिः लीलायाः प्रधानी દર્શનશ્રાવકોને અવિરત સમ્યગ્દષ્ટિને તપ ગૌણ છે અને સમ્યક્ત મુખ્યરૂપે છે. તેથી ગૌણ બનેલી ભક્તિ પ્રધાનભૂત એવા સમ્યત્ત્વના જ એક અંગરૂપ થાય છે. તેથી સમ્યક્તના ફળમાં જ તેના ફળનો અંતર્ભાવ થાય છે. જાય છે કે “ફળસભર સાધનની ઉપસ્થિતિમાં સાધનનું અંગ ફળસભર હોતું નથી.” તેથી આ ભક્તિવૈયાવચ્ચરૂપતપનો અંશ ચતુર્થગુણસ્થાને રહેલાના અવિરતપણાને બાધક બનતો નથી. તાત્પર્ય - ચતુર્થગુણસ્થાને રહેલામાં જે ભક્તિ વગેરે દેખાય છે, તેમાં વિરતિનો અંશ જવાબદાર નથી, પણ સમ્યક્ત જ કારણભૂત છે. વળી, આટલા અંશે ભક્તિરૂપે વિરતિ હોય, તો પણ તે દર્શનશ્રાવક વિરતિધર થઇ જતો નથી – “એક રૂપિયો હોવાથી ધનવાન થવાતું નથી અને એક ગાયની હાજરીથી કંઇ ગોવાળ બનાતું નથી.” આ પ્રમાણે પંચાશકગ્રંથની ટીકામાં શ્રી અભયદેવસૂરિએ કહ્યું છે. અહીં એવો નિષ્કર્ષ છે કે – કષાયવિશેષનો ક્ષય જ અવિરતિની હાનિનો પ્રયોજક છે, નહિ કે પ્રથમકષાય=અનંતાનુબંધી કષાયનો અનુદયમાત્ર. (કારણ કે ‘મૂત્તષ્યિ૩ ત્ત, નિપુણ સાવ હોના વરગોવસમલયાબં, સારસંવંતરા દાંતિ' (બૃહત્કલ્પભા. ૧૦૬)=સમ્યક્ત પ્રાપ્ત થયા પછી કર્મસ્થિતિનો પલ્યોપમ પૃથક્ત જેટલો હાસ થયા બાદ દેશવિરતિ ધર્મ પ્રાપ્ત થાય છે. તે પછી સંખ્યાત સાગરોપમ જેટલી સ્થિતિક્ષયે ચારિત્ર મળે. તે પછી સંખ્યાત સાગરોપમ જેટલી સ્થિતિક્ષયે ઉપશમશ્રેણિ પ્રાપ્ત થાય અને તે પછી સંખ્યાત સાગરોપમ જેટલી સ્થિતિના ક્ષય બાદ ક્ષપકશ્રેણિ પ્રાપ્ત થાય. આ વચનથી સિદ્ધ થાય છે કે અવિરતિની હાનિમાં કષાયનો ક્ષય અપેક્ષિત છે.) અનંતાનુબંધી કષાયના અનુદયથી તો સમ્યત્ત્વના આપેક્ષિક ઉપશમઆદિ (નહિ કે વિશિષ્ટ ઉપશમઆદિ, આદિથી સંવેગવગેરે લેવા.) ગુણો જ પ્રાપ્ત થાય છે. વિંશિકા પ્રકરણમાં કહ્યું જ છે કે – “પ્રશ્ન - સમ્યક્તમાં (માત્ર) પ્રથમકષાયો(=અનંતાનુબંધી ક્રોધાદિ ચાર)નો જ અનુદય છે. (પ્રત્યાખ્યાનાદિ બીજા કષાયોનો ઉદય ચાલુ છે) તો પછી આને(=સમ્યક્તીને) આવો(પૂર્વગાથામાં નિર્દેશ કરેલા પ્રશમદિગુણવાળો) કેમ કહો છો? ઉત્તરઃ- તેના વિષયની અપેક્ષાએ.” (=અનંતાનુબંધીના અનુદયથી જેટલી માત્રામાં પ્રશમઆદિ પ્રગટ થાય, તેની જ વિવક્ષા સમજવી, સંયમની ભૂમિકાના કે વીતરાગભાવના પ્રશમાદિ અહીં વિવક્ષિત નથી.) શંકા - જો ઉપશમવગેરે ગુણો સમ્યત્ત્વનાં લક્ષણ હોવા છતાં અવિરતસમ્યક્તીને માત્ર આપેક્ષિકરૂપે જ હોય, તો તે ગુણો પ્રધાનરૂપે કોને હોય? સમાધાનઃ- ઉપશમવગેરે ગુણો પણ પ્રધાનરૂપે તો ચારિત્રીને જ સંભવી શકે છે. વિંશિકા પ્રકરણમાં કહ્યું છે કે – “અથવા તો, સૂત્રમાં કહેલા નિપુણ રૂપવાળા નિશ્ચયસમ્યક્તને ઉદ્દેશીને આ પ્રકારનો નિયોગ હોઇ શકે છે. આવોવસ્તુ=પદાર્થ છે.'(અર્થાસૂત્રોક્તપ્રશમાદિગુણો નિશ્ચયનયથી સમ્યક્તી=અપ્રમત્તસંયતને જ હોય છે. વ્યવહારસમ્યક્ત'
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy