SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ઉિચિતયોગોમાં યતના યાત્રા” પદાર્થરૂપ છે. चेइयकुलगणसंघे अन्नं वा किंचि काऊ निस्साणं। अहवावि अज्जवहरंतो सेवंती अकरणिज्ज'॥२॥ [आव. नि०११७५-११७९] इत्यादिना । तस्मादावश्यकमहानिशीथायेकवाक्यतया साधुलिङ्गस्यैव चैत्यभक्ति-निषिद्धा, श्राद्धानां तु शतशो विहितैवेति श्रद्धेयम्॥ ४६॥ सिंहावलोकितन्यायेन बिम्बनमनानुकूलव्यापारे यात्रापदार्थबाधमाशङ्कय परिहरति नो यात्रा प्रतिमानतिव्रतभृतां साक्षादनादेशनात्, तत्प्रश्रोत्तरवाक्य इत्यपि वचो मोहज्वरावेशजम्। मुख्याथैः प्रथिता यतो व्यवहतिः शेषान् गुणान् लक्षयेत् सामग्रयेण हि यावताऽस्ति यतना यात्रा स्मृता तावता॥४७॥ (दंडान्वयः→ प्रश्नोत्तरवाक्ये साक्षादनादेशनाद् व्रतभृतां प्रतिमानतिर्नो यात्रा इत्यपि वचो मोहज्वरावेशजम् । यतो मुख्याथैः प्रथिता व्यवहतिः शेषान् गुणान् लक्षयेत्। हि यावता सामग्रयेण यतनाऽस्ति तावता યાત્રા મૃતા II) 'नो'इति। प्रतिमानतिर्यात्रा न भवति, केषां व्रतभृतां चारित्रिणां, कुतः ? तत्प्रश्नोत्तरवाक्ये शुकसोमिलादिकृतयात्रापदार्थप्रश्नानां थावच्चापुत्रभगवदाधुत्तरवाक्ये, साक्षात्-कण्ठपाठेनाना देशनाद्-बिम्बप्रणतेरनुपदेशादित्यपि वच: कुमतीनां मोहरूपो यो ज्वरस्तदावेश:-तत्पारवश्यप्रलाप स्तज्ज-तजनितम्। यतो ચૈત્યભક્તિનું જે કદાલંબન લે છે, તે વાજબી નથી. આવશ્યક નિર્યુક્તિમાં “ઉઘતવિહારીથી પૂછાયેલા શિથીલવિહારીઓ નિત્ય આવાસ, ચૈત્યભક્તિ, સાધ્વીથી લાભ, વિગઈમાં વૃદ્ધિ, આ બધાને નિર્દોષ તરીકે પ્રરૂપે છે.’/૧// ચત્ય, કુલ, ગણ, સંઘ કે બીજા કોઇકની પણ નિશ્રા લઇ અથવા આર્ય વજસ્વામીનું આલંબન લઇ અકરણીયનું સેવન કરે છેIર /ઇત્યાદિ વચનોથી નિષેધ કર્યો છે. આવશ્યક નિર્યુક્તિનું આ વચન પણ સાધુલિંગધારી અંગે જ છે. તેથી ફલતઃ “શ્રાવકો ચૈત્યભક્તિ કરે તે નિર્યુક્તિકારને માન્ય છે તેમ જ સૂચિત થાય છે. આમ આવશ્યક નિર્યુક્તિ અને મહાનિશીથ વગેરે ગ્રંથોની આ બાબતમાં એવાક્યતા છે કે “સાધુઓથી જ ચેત્યભક્તિ ન થાય બાકી આ બધા ગ્રંથોમાં સેંકડોવાર શ્રાવકનો “ચેત્યભક્તિ' નો અધિકાર બતાવ્યો છે, એવી શ્રદ્ધા રાખવી. . ૪૬ સિંહાવલોકિત ન્યાયથી(પૂર્વચર્ચિતવિષય પર ફરીથી દષ્ટિપાત કરવામાં આ ન્યાય ઉપયુક્ત છે) ‘પ્રતિમાનમનમાં કારણભૂત ચેષ્ટા' આ અર્થમાં યાત્રા પદનો અર્થ સંભવતો નથી. આવી પ્રતિમાલોપકોની આશંકા દર્શાવી તેનું નિરાકરણ કરતા કવિ કહે છે– કાવ્યર્થ - “સૂત્રમાં પ્રશ્ન કે ઉત્તરના વાક્યમાં પ્રતિમાનમનઅંગે સાક્ષાત્ નિર્દેશ નથી. તેથી પ્રતિમાનમન સાધુઓની યાત્રારૂપ નથી.' પ્રતિમાલોપકોનું આ વચન મોહરૂપ તાવની પીડાથી બોલાયેલું છે, કારણ કે મુખ્યાર્થથી પ્રસિદ્ધ થયેલો વ્યવહાર શેષગુણોને પણ સૂચવે છે. કારણ કે જેટલી સામગ્રીથી યતના થાય, તેટલી સામગ્રીથી યાત્રા સૂચવી છે. (યતનામાં કારણભૂત સામગ્રી સાધુઓ માટે સંયમયાત્રારૂપ છે.) ઉચિતયોગોમાં થતના યાત્રા પદાર્થરૂપ પૂર્વપક્ષ - શુકપરિવ્રાજકે થાવગ્ગાપુત્રને અને સોમિલે ભગવાન મહાવીરસ્વામીને યાત્રા'પદના અર્થઅંગે પ્રશ્નો પૂછ્યા. તે વખતે થાવગ્ગાપુત્રે કે ભગવાને ઉત્તરમાં યાત્રા પદના અર્થમાં પ્રતિમાનમનનો ઉપદેશ આપ્યો નથી. તેથી સાધુઓની યાત્રામાં પ્રતિમાનમનો સમાવેશ પામતું નથી.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy