SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ 23 સાવધાચાર્યનું દૃષ્ટાંત (निरवेक्खाओ पाठा.) छक्कायवच्छलाओ, जहोवइटअच्चंतघोरवीरतवचरणसोसियसरीराओ जहाणं तित्थयरेणं पन्नवियं, तहा चेव अदीणमाणसाओ मायामयहंकारममकाररतिहासखेड्डकंदप्पणाहियवायविप्पमुक्काओ तस्सायरियस्स सगासे सामन्नमणुचरंति। ते य साहुणो सव्वे वि गो० ! न तारिसे मणागा। ___अहऽनया गोयमा ! ते साहुणो तं आयरियं भणति जहा- जइ णं भयवं! तुमं आणवेहि, ता णं अम्हे तित्थयत्तं करिय चंदप्पहसामियं वंदिय धम्मचक्कं गंतूणमागच्छामो। ताहे गो० ! अदीणमणसा अणुता(वित्ता. पाठा.)लगंभीरमहुराए भारतीए भणियं तेणायरिएणं जहा- इच्छायारेणं न कप्पइ तित्थयत्तं गंतुं सुविहियाणं, ता जाव णं वोलेइ जत्तं, ताव णं अहं तुम्हं चंदप्पहं वंदावेहामि । अन्नं च जत्ताए गएहिं असंजमे पडिवज्जइ। एएणं કહો છો કે તેણે પ્રતિસેવનપ્રતિસેવન કર્યું હતું?” ગૌતમ! જ્યારે પેલી આર્યાએ મસ્તકથી પગનો સ્પર્શ કર્યો, ત્યારે સાવધાચાર્યે જાણીને પણ પગને સંકોચ્યો નહિ, તેથી આમ કહ્યું. “હે ભગવન્! શું માત્ર આટલી ભૂલથી આવા ઘોર નિકાચિત કર્મનો બંધ થયો?' ગૌતમ! એમ જ સમજ.” “હે ભગવન્!તે સાવધાચાર્યતીર્થકર નામકર્મ બાંધેલ હતું અને સંસારને એક ભવ જેટલો સીમિત કર્યો હતો, તો પછી કેમ આમ અનંતકાળ સુધી સંસારમાં રખડ્યા?” હે ગૌતમ ! પોતાના પ્રમાદદોષના કારણે રખડ્યા. માટે ‘ગૌતમ!ભવવિરહ=સંસારના અભાવની ઇચ્છાવાળા અને આગમના રહસ્યનો બરાબર બોધ કરનારા ગચ્છાધિપતિએ સર્વ પ્રકારે સર્વથા સર્વ સ્થાનોમાં અત્યંત અપ્રમત્ત થવું જોઇએ.” સાવધાચાર્યનું દષ્ટાંત પૂર્ણ થયું. વજાઈનું દ્રષ્ટાંત હવે શ્રી વજસૂરિનું દૃષ્ટાંત દર્શાવે છે – “હે ભગવન્! કોઇ દુષ્ટ શિષ્ય સ્વચ્છેદિપણાથી, અથવા ત્રણ ગારવમાં લુબ્ધ થઇને, અથવા જાતિવગેરે મદથી મત્ત થઇને વિશુદ્ધ પરિણામવાળા આચાર્યની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તો આરાધક બને ખરો? હે ગૌતમ! જે ગુરુ શત્રુ અને મિત્રમાં સમાન છે, ગુરુગુણથી યુક્ત છે અને સૂત્રને અનુસાર વિશુદ્ધ આશયથી વિહરે છે. તેવા ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા ચારસો નવાણું શિષ્યોની જેમ વિરાધક બને છે.” “હે ભગવન્! એ ચારસો નવાણું શિખ્યો કોણ હતા કે જેઓ તેવા પ્રકારના ગુણોથી યુક્ત મહાનુભાગ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અનારાધક બન્યા? ગીતમ! 2ષભદેવ વગેરે આ ચોવિસીની પહેલાની ત્રેવીસમી ચોવિસીના ચોવીસે તીર્થકર થઇ ગયા પછી, કેટલાક કાળ બાદ, ગુણસભર, કર્મપર્વતને છેદવાવજસમાન, મહાયશ, મહાપ્રભાવી, સુગૃહીતનામધેય, શ્રી વજ નામના ગચ્છાધિપતિ થયા. તેમના ગચ્છમાં પાંચસો નિગ્રંથ સાધુ અને પંદરસો સાધ્વી હતી. આ બધી સાધ્વીઓ અત્યંત પરલોકભીરુ હતી, સુવિશુદ્ધ નિર્મળહૃદયવાળી હતી, ક્ષમાયુક્ત હતી. દાંત હતી, લોભ, મૂચ્છ અને આસક્તિ વિનાની હતી, ઇન્દ્રિયને જીતવાવાળી હતી, અત્યંત નમ્ર હતી. (પાઠા. અત્યંત ભણવાવાળી હતી.) પોતાના દેહ કરતાં પણ છકાય જીવોપર વધુ વાત્સલ્ય ધરાવતી હતી, આગમના અનુસાર અત્યંત ઘોર તપથી શુષ્કકાયાવાળી હતી. ભગવાને જે પ્રમાણે વર્ણન કર્યું છે, એ જ પ્રમાણે અદીનમનવાળી, માયામદ-અહંકાર-મમકાર-રતિ-હાસ્ય-ક્રીડા-કંદર્પ-તુચ્છચર્ચા-વિવાદોથી રહિત હતી અને તે આચાર્યની નિશ્રામાં સુંદર રીતે સંયમ વહન કરતી હતી, હે ગૌતમ! પણ પેલા સાધુઓમાં જરા પણ આવા ગુણો હતા નહિ. (ગૌતમ! એકવાર તે સાધુઓ આચાર્યને કહે છે - હે ભગવન્! જો આપ આજ્ઞા આપો તો અમે તીર્થયાત્રા કરી, ચંદ્રપ્રભસ્વામીને વંદી ધર્મચક્ર(કોઇ સ્થળ?) જઇ પાછા આવીએ તે વખતે હે ગૌતમ ! અદીનમનવાળા આચાર્યએ અત્યંત ગંભીર અને મધુર વાણીથી કહ્યું - વિહિત સાધુઓને ઇચ્છાચારથી તીર્થયાત્રાએ જવું કલ્પનહિ. महासङ्घयात्रोत्सवोऽतिक्रमेत-निवर्तेतेति प्रतान्तरे टीप्पनकम् । ॐ जनसम्मईएकेन्द्रियसङ्कटादिसम्भवादिति-तत्रैव टीप्पनकम् ।
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy