SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ 236. પ્રતિમાશતક કાવ્ય-૪) तो पमायगोयरगयस्स णं मे पावाहमाहमहीणसत्तकाउरिसस्स इहई चेव समुट्ठिया महंती आवई, जेण ण सक्को अहमेत्थ जुत्तिखमं किंचि पडिउत्तरं पयाउंजे। [सू. ३४] तहा परलोगे य अणंतभवपरंपरंभममाणो घोरदारुणाणंतसोयदुक्खस्स भागी भविस्सामि(भविहामि पाठा.)हमंदभग्गो त्ति चिंतयंतो विलक्खिओ सोसावज्जायरिओ गो०! तेहिं दुरायारपावकम्मदुट्ठसोयारेहिं जहा णं अलियखरमच्छरीभूओ एस। तओ संखुद्धमणं खरमच्छरी(सत्थरी पाठा.)भूयं कलिऊणं च भणियं तेहिं दुट्ठसोयारेहिं जहा- 'जाव णं नो छिन्नमिणमो संसयं, ताव ण उड्डे वक्खाणं अत्थि। ता एत्थ तं परिहारगं वितरिज्जा(वायरेज्जा पाठा.) जं पोढजुत्तिखमं कुग्गहणिम्महणं पच्चलंति'। तओ तेण चिंतियं जहा णाहं अदिनेण परिहारगेणं चुक्किमो एसिं । ता किमित्थ परिहारगं दाहामि त्ति चिंतयंतो पुणो विगो० ! भणिओ सो तेहिंदुरायारेहिं जहा- किमटुंचिंतासागरे निमज्जिऊण ठिओ? सिग्घमेत्थं किंचि परिहारगं वयाहि - णवरं तं परिहारगं भणिज्जा जं जहुत्तकिरियाए अवभिचारी । ताहे सुइरं परितप्पिऊण हियएणं भणियं सावजायरिएणं जहा- “एएणं अत्थेणं जगगुरूहिं वागरियं जं अओग्गस्स सुत्तत्थं न दायब्वं, "जओ → 'आमे घडे निहत्तं जहा जलं तं घडं विणासेइ । इय सिद्धतरहस्सं अप्पाहारं विणासेइ'॥१२८॥ ताहे पुणो वितेहिं भणियं, जहा- किमेयाइं अरुडबरडाइं असंबद्धाइंदुब्भासियाइंपलवसि? जइ परिहारगं ण दाउं सक्के ता उप्पडसु आसणाओ (उप्फिड, मुयसु आसणं पाठा.)। ओसर सिग्घं इमाओ ठाणाओ। किं આ વચનનું સ્મરણ કરી પોતાના પ્રમાદનો પશ્ચાત્તાપ કરતા સાવધાચાર્ય આ પ્રમાણે મનોમન વિચાર કરે છે. “ધિમ્ ધિ ! પ્રમાદના સેવનથી પાપી, અધમાધમ, હીનસત્ત્વ અને કાયર એવા મને તો આ જ ભવમાં મોટી આપત્તિ આવી પડી, કારણ કે બરાબર જાળમાં ફસાઇ ગયો છું. યુક્તિપૂર્ણ ઉત્તર આપી શકું તેમ નથી અને આડું અવળું બોલવામાં પરલોકમાં અનંતભવોની પરંપરામાં રખડી પડીશ. પછી હા! હા! મંદભાગી મારે કેવા ભયંકર દુઃખો ભોગવવા પડશે? મારું શું થશે?' આમ ચિંતા કરી કરીને એ આચાર્યવિલખા પડી ગયા. હાય!પ્રમાદની એ નાનકડી ક્ષણ આ ભવમાટે પણ કેવી ગોઝારી નીવડી શકે છે? અને કેવી ભયંકર અનર્થપરંપરા ઊભી કરી શકે છે? તે વખતે દુષ્ટઆચારવાળા પાપકર્મી કસાઇતુલ્ય (અથવા દુષ્ટ શ્રોતા. વક્તા-ઉપદેશક પાસેથી બોધ લેવાના બદલે ભૂલો કાઢતા હોવાથી દુષ્ટ શ્રોતા.) તે લિંગજીવીઓ “આચાર્ય અત્યંત થથરી ધ્રુજી ગયા છે” એમ સમજી ગયા. તેથી તેમની અકળામણ જોઇતેમને બરાબર ફસાવવા કહ્યું – “જ્યાં સુધી આ સંશય છેદાયનહિ, ત્યાં સુધી આગળ આગમવ્યાખ્યાન નહિ ચાલે, તેથી યુક્તિક્ષમ અને કુગ્રહનાશક પરિહાર બતાવો અને હા ! તે પરિહાર સંગત હોવો જોઇએ.” ત્યારે સાવધાચાર્યે વિચાર્યું આ લોકોને જવાબ આપ્યા વિના છટકી જવાશે નહિ. તેથી અહીં શો ઉત્તર આપવો? આમ વિચારતા હતા ત્યાં જ જાળમાં ફસાયેલી માખીને જોઇ કરોળિયાની જેમ ખુશ થતા તે દુરાચારીઓએ પૂછ્યું - કેમ ચિંતાસાગરમાં ડૂબેલા છો? જવાબ આપો. પરંતુ તે યથોક્ત ક્રિયાને સંગત હોવો જોઇએ.” ત્યારે સાવધાચાર્યે ખૂબ વિચાર કર્યો. હૃદયમાં ભારે પરિતાપ અનુભવ્યો અને ખેદપૂર્વક રડતા હૃદયે બોલી ઉઠ્યા - “આ જ કારણસર જગદ્ગુરુએ કહ્યું છે કે અયોગ્યને સૂત્ર-અર્થ આપવા નહિ” (અયોગ્ય જીવો તમે આપેલા જ્ઞાનથી તમારી જ ઉલટતપાસ કરશે.) “જેમ કાચા ઘડામાં નાખેલું પાણી ઘડાનો વિનાશ કરે છે. એ જ પ્રમાણે (અપાયેલું) સિદ્ધાંતરહસ્ય અલ્પ આધારનોઅયોગ્યનો વિનાશ કરે છે.” આ સાંભળીને તેઓ બરાડી ઉઠ્યા. “અરે આ શું ગરબડ ગોટાળાવાળો છો! આ સંબંધ વિનાની તુચ્છ ભાષા કેમ બોલો છો ? જો યોગ્ય જવાબ આપી શકો તેમ ન હો, તો ઊભા થઇ જાવ આસન પરથી. જલ્દીથી ચાલ્યા જાવ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy