SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ અવિરતિના પાપે 183 न व्युत्सृष्टं विवेकाभावात्, तदभावश्च भवप्रत्ययात्, ततो यावत्तच्छरीरं तेन जीवेन निर्वर्तितं सत्तं शरीरपरिणाम सर्वथा न परित्यजति, तावद्देशतोऽपि तं परिणाम भजमानं पूर्वभावप्रज्ञापनया तस्येति व्यपदिश्यते घृतघटवत्। यथा घृतपूर्णो घटो घृतेऽपगतेऽपि घृतघट इति व्यपदिश्यते, तथा तदपि शरीरं तेन निर्वर्तितमिति तस्येति व्यपदेशमर्हति। ततस्तस्य शरीरस्यैकदेशेनास्थ्यादिना योऽन्यः प्राणातिपातं करोति, ततः पूर्वनिर्वर्तितशरीरजीवोऽपि कायिक्यादिक्रियाभिर्युज्यते, तेन तस्याव्युत्सृष्टत्वात् । तत्रेयं पञ्चानामपि क्रियाणां भावना-तत्कायस्य व्याप्रियमाणत्वात्कायिकी, कायोऽधिकरणमपि भवतीत्युक्तं प्राक्, तत आधिकरणिकी। प्राद्वेषिक्यादयस्त्वेवं-यदा तमेव शरीरैकदेशमभिघातादिसमर्थमन्यः कश्चनापि प्राणातिपातोद्यतो दृष्ट्वा तस्मिन् घात्ये द्वीन्द्रियादौ समुत्पन्नक्रोधादिकारणोऽभिघातादिसमर्थमिदं शस्त्रमिति चिन्तयन्नतीवक्रोधादिपरिणामं भजते, पीडां चोत्पादयति, जीविताच्च અવિરતિના પાપે પ્રજ્ઞાપના ઉપાંગના ટીકાકાર પોતે આ બાબતમાં શું કહે છે? તે સાંભળો પ્રશ્નઃ- નારકના જીવોને બેઇન્દ્રિય વગેરે જીવોને આશ્રયીને કાયિકીવગેરે ક્રિયા કેવી રીતે સંભવે? (કારણકે નરકમાં વિકસેન્દ્રિય જીવો નથી.) ઉત્તરઃ- નરકના જીવોની વિકલેન્દ્રિયવગેરેની અપેક્ષાએ જે કાયિકીઆદિ ક્રિયા બતાવી છે, તે આ ભવના શરીરની અપેક્ષાએ નહિ; પરંતુ પૂર્વભવના શરીરની અપેક્ષાએ બતાવી છે. નરકના જીવોને પ્રાયઃ વિવેક હોતો નથી. આ વિવેકના અભાવમાં તેઓનો આ પ્રકારનોનારક ભવ જ કારણ છે. આ વિવેકના અભાવના કારણે તેઓ પૂર્વભવના શરીરને છોડવા છતાં, એ પૂર્વભવના શરીરનો પ્રતિજ્ઞાપૂર્વક વ્યુત્સર્ગ કરતા નથી. (અથવા નરકમાં જનારો પૂર્વભવના અંતિમકાળે અશુભ અધ્યવસાયમાં હોય છે, તેથી તે વખતે તે ભવના કારણે જ તેને વિવેક ન હોવાથી મરતી વખતે એ શરીરને વોસિરાવતો નથી.) તેથી એ શરીરસાથેનો નરકના જીવનો મમત્વભાવરૂપ સંબંધ ચાલુ જ રહે છે. વળી એ પૂર્વભવીય શરીર બનાવનારો પણ તે પોતે જ હતો. તેથી એ પૂર્વભવીય શરીર જ્યાં સુધી શરીર પરિણામરૂપે રહે છે, ત્યાં સુધી પૂર્વભાવ પ્રજ્ઞાપનાથી તે શરીર નારકના તે જીવનો જ ગણાય છે, જેમકે પૂર્વે જે ઘડામાં ઘી ભરાતું હતું, તેવો ઘડો વર્તમાનમાં પણ ઘીનાં ઘડા તરીકે ઓળખાણ પામે છે, પછી ભલે વર્તમાનમાં તે ઘડામાં ઘી ભરાતું ન હોય. તેથી નરકના જીવે બનાવેલું પૂર્વભવનું શરીર નરકમાં જતાં છોડી દીધું હોવા છતાં, નરકના તે જીવનું જ ગણાય છે. તેથી જ તે શરીરના હાડકાઆદિ એકદેશથી કોઇક બીજો જીવ હિંસા કરે તો તે શરીર બનાવનારોનારકનોજીવ પણ કાયિકીવગેરે ક્રિયાઓસાથે સંલગ્ન થાય છે. પ્રશ્ન:- પૂર્વભવીય શરીર તો નરકના જીવે છોડી દીધું છે અને હવે તો પ્રાયઃ પોતાને એ શરીર યાદ પણ આવતું નથી. છતાં એ શરીરથી બીજા પાપ કરે તેમાં કર્મબંધની સજા આ નરકના જીવને થાય, એ “પાડાના વાંકે પખાલીને ડામ” ની જેમ શી રીતે સંગત ઠરે? ઉત્તરઃ- (નરકના જીવને દંડ એમ નેમ નથી. તેનો પણ વાંક છે) નરકના જીવે ‘પૂર્વભવના એ શરીર સાથે હવે પોતાને કોઇ પ્રકારનો સંબંધ નથી' એવું ડીક્લેરેશન(=જાહેરનામું) મનથી પણ કર્યું ન હોય, ત્યાં સુધી નરકના જીવનો એ શરીર સાથે સંબંધ ચાલુ જ છે. (કોઇ વ્યક્તિ જુના ઘરની માલિકી છોડ્યા વિના અન્યત્ર રહેવા જાય અને બીજી ત્રાહિત વ્યક્તિ એ ઘરમાં ઘુસી અનાચાર સેવે, તો ઘરનો પેલો માલિક પણ તે અનાચાર માટે જવાબદાર બને છે.) પૂર્વોક્ત પાંચ ક્રિયાઓની સંકલના આ પ્રમાણે છે. એ ક્રિયા શરીરને વ્યાપીને હોવાથી કાયિકી ગણાય. આ શરીર પણ અધિકરણ(=સંસારનું કારણ) બની શકે છે. માટે શરીરગતક્રિયા આધિકરણિકી (અધિકરણથી કે અધિકરણમાં થતી ક્રિયા) પણ કહેવાય,
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy