SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ 16). આગમાર્થ વિચારણામાં વિપક્ષા મહત્ત્વની रम्भिकी न स्यात् । तथा च यस्याऽप्रत्याख्यानिकी तस्य नियमादारम्भिकीति नियमो भज्येत । सत्यम्, विरत्यभावे शुभयोगादारम्भिक्याः प्रशस्ताया अपि क्रियात्वेना(न ?) विवक्षणात्, तत्सत्त्वे च तस्या अक्रियात्वेन विवक्षणादन्यथा योग: शुद्धः पुण्याश्रवस्य, पापस्य तद्विपर्यासः । वाक्कायमनोगुप्तिर्निराश्रवः संवरस्तूक्त'।। इति [प्रशमरति २२०] वाचकवचनात्साधोरपिशुभयोगे शुभारम्भिकीत्येव वक्तुंयुक्तं स्यात्। अत एव शुभमायावशान्मायाप्रत्यया પૂર્વપક્ષ - તમે સમજતા નથી. આ બધી ક્રિયાતો રોગોની ચિકિત્સાવગેરે ક્રિયારૂપ છે. કર્મરોગને દૂર કરવા ચિકિત્સારૂપે જ આ બધી ક્રિયાઓ કરાય છે અને ચિકિત્સાની પીડા કંઇ પીડાન કહેવાય, માટે તો ભગવાને આ બધી ક્રિયાઓ આરાધ્યરૂપે દર્શાવી છે. ઉત્તરપટ-એટલેતમારે શું એમ કહેવું છે, કે અધ્યાત્મશુદ્ધિદ્વારા પરિણામે હિતકર હોવાથી આ પારિતાપનિકી ક્રિયાઓ કરવામાં વાંધો નથી? પૂર્વપક્ષ - હા એમ જ, હકીકતમાં તો આ બધી ક્રિયાને પારિતાપનિકી કહેવાય જ નહિ. ઉત્તરપલ - જિનપૂજા પ્રત્યે એવો તે ક્યો ખાર લઇને બેઠા છો!કે જેથી, તે અધ્યાત્મશુદ્ધિ દ્વારા પરિણામે હિતકર હોવા છતાં તેને ‘આરંભિકી’ ‘આરંભિકી' કહીને વખોડો છો અને અસ્પૃશ્ય ગણો છો? માટે સમજો, અધ્યાત્મશુદ્ધિ કરનારી હોવાથી અને પરિણામે હિતકર હોવાથી અપ્રમાદથી-શુભયોગથી કરાતી જિનપૂજા “આરંભિકી ક્રિયા' નથી, પરંતુ અનારંભિકી જ છે. પૂર્વપક્ષઃ- એમ તમારી વાત સ્વીકારાય નહિ, કારણ કે તમારી વાત સ્વીકારવામાં આગમબાધ આવે છે. તમારા મતે તો શુભયોગમાં રહેલા અવિરત સમ્યગ્દષ્ટિની પણ જિનપૂજાવગેરે ક્રિયાઓ અનારંભિકી માનવાની રહેશે, કારણકેન્યાય સમાન રીતે દરેકને લાગુ પડે. હવે જો અવિરતની શુભયોગમાં થતી જિનપૂજાવગેરે ક્રિયાઓને અનારંભિકી માનો, તો “જેઓને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા હોય, તેને અવશ્ય આરંભિકી ક્રિયા હોય તેવા આગમમાન્ય નિયમ સાથે વિરોધ આવશે. અવિરતસમ્યગ્દષ્ટિને અપ્રત્યાખ્યાન કષાયનો ઉદય સતત હોય છે, તેથી તેમની ક્રિયાઓ અપ્રત્યાખ્યાનિકી હોય છે તે વાત તો સર્વવિદિત છે. ઉત્તરપલ - ધન્ય છે તમારી આગમનિષ્ઠાને! પણ આગમના પૂર્વાપર-અવિરોધી તાત્પર્ય કાઢ્યા વિના એ શોભતી નથી. તમે કહેલા નિયમસ્થળને બાધ ન આવે એવું તાત્પર્યઆ છે – વિરતિના અભાવમાં શુભયોગથી થતી પ્રશસ્ત પણ આરંભિકી ક્રિયાની “ક્રિયા તરીકે વિવક્ષા કરી નથી અને વિરતિની હાજરીમાં શુભયોગથી થતી આરંભિકી - ક્રિયા અક્રિયાતરીકે વિવક્ષિત છે. (અહીં ગ્રંથમાં ‘ક્રિયાત્વેનાવિવક્ષણા' ના સ્થાને ‘ક્રિયાત્વેન વિવક્ષણા' પાઠની સંભાવના વિચારી શકાય, કારણ કે એ પૂર્વે રહેલા “અપિ” પદની અને પછીની લાઇનમાં ‘તત્સત્વે ચ તસ્યા અક્રિયાત્વેન વિચક્ષણાત્ની સંગતિ તો જ સાર્થક થતી દેખાય છે. આમ જો લઇએ, તો અર્થ એવો થાય કે વિરતિના અભાવમાં પ્રશસ્ત આરંભિકી પણ ક્રિયાતરીકે વિવક્ષા પામે છે અને વિરતિની હાજરીમાં પ્રશસ્ત આરંભિકી ક્રિયા અક્રિયાતરીકે વિવક્ષા પામે. અહીં શંકા થાય કે- ‘વિરતિની હાજરી-ગેરહાજરીમાત્રથી એકની એક પ્રશસ્ત આરંભિકી ક્રિયા ક્રમશઃ અક્રિયા-ક્રિયા બને એ કેવી રીતે યોગ્ય ગણાય? જો અવિરત સમ્યક્વીની પ્રશસ્ત આરંભિકી ક્રિયા ક્રિયારૂપ હોય, તો સંયતની પણ તે ક્રિયા ક્રિયારૂપ ગણાવી જોઇએ.' આ શંકાના સમાધાનમાં કહે છે, અમારી પૂર્વોક્ત વિચારણા કે આમ વિવક્ષાભેદ પડવામાં વિરતિની હાજરી-ગેરહાજરી જ કારણભૂત છે.” એ યોગ્ય જ છે. જો એમ ન માનો, તો) આગમાર્ચ વિચારણામાં વિવક્ષા મહત્ત્વની વાચકવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજે જે કહ્યું છે કે – “શુદ્ધ યોગ પુણ્યના આશ્રવનું કારણ છે. અશુદ્ધ યોગ પાપના આશ્રવનું કારણ છે. મન, વચન અને કાયાની ગુમિઓ નિરાશ્રવ છે અને તેને સંવર કહ્યો છે. એ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy