SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ 16 શબ્દાર્થ – શાસ્ત્રની જેમ ભગવાનના નામ, સ્થાપના અને દ્રવ્ય, આ ત્રણ હૃદયમાં સ્થિર થાય, તો ભગવાન જાણે કે સામે સાક્ષાત્ પરિસ્કુરાયમાણ થાય છે. જાણે કે હૃદયમાં પ્રવેશતા હોય, તેમ ભાસે છે. જાણે કે મધુરઆલાપનો અનુવાદ કરતા ન હોય, તેવો અનુભવ થાય છે. જાણે કે દેહના કણે કણમાં અને આત્માના પ્રદેશે પ્રદેશમાં ફેલાઇ ન ગયા હોય, તેવી સંવેદના થાય છે. અને જાણે કે તન્મય થઇ ગયા ન હોય, તેવો આભાસ થાય છે. અને આનાથી(=આવા સંવેદનથી) જ બધા પ્રકારના કલ્યાણની સિદ્ધિ થાય છે. ધ્યાન અને યોગરસિક મહાનુભાવોને પરમઆહ્લાદ પમાડતી આવી પંક્તિઓ આ ગ્રંથને ધ્યાન/યોગ પ્રધાન ગણાવવા સમર્થ છે. કાવ્ય ઃ- આ ગ્રંથરત્નઅંગે કેટલીક વાત કરી... ઘણી કરી શકાય... પણ પ્રસ્તાવનાવિસ્તારભયાત્ અલં વિસ્તરેણ. છતાં ગ્રંથના મહત્ત્વના અંગભૂત કાવ્યરચના અંગે થોડીક વાત કરી લઇએ. જિનપ્રતિમાનું ગુણગાન કરતા આ ગ્રંથમાં પ્રાયઃ શાર્દૂલવિક્રીડિત છંદમાં રચેલા મૂળ કાવ્યો ૧૦૪ છે અને સંસ્કૃતભાષામાં છે. શ્રેષ્ઠ કાવ્યમાટે આવશ્યક પદલાલિત્ય, અલંકારો, પ્રાસ, અર્થગંભીરતા વગેરે ભૂષણોથી મનોરમ્ય બનેલા આ કાવ્યો પરમાત્માજિનબિંબની ભક્તિ-બહુમાનયુત સ્તુતિઓરૂપ છે. ઉપમા-ઉત્પ્રેક્ષા અને રૂપકોથી સુગ્રાહ્ય બનેલા આ કાવ્યોમાં ભક્તિસંજીવનીના સ્વામી ઉપાધ્યાયજીએ જિનેશ્વર પ્રત્યેનો પોતાનો ભક્તિભાવ ઠાલવી કાવ્યોને જીવંત બનાવ્યા છે. તેથી જ આ કાવ્યો માત્ર પઠનીય કે શ્રવણીય જ ન રહેતા સ્મરણીય, મનનીય અને ધ્યાતવ્ય પણ બની ગયા છે. જિનબિંબની આવશ્યકતા-પૂજ્યતા અને શ્રેષ્ઠતા દર્શાવતા આ કાવ્યપ્યાલાઓમાં છલકાતા ભક્તિરસ અને અધ્યાત્મરસની મદહોશતા એટલી બધી કમનીય છે, કે આ પ્યાલાઓ ભર ભર પી લઇ બસ સદામાટે ભક્તિના તાનમાં કે અધ્યાત્મના ગાનમાં મસ્ત બની સર્વદા અવર્ણનીય નશામાં પડ્યા રહેવાનું મન સહજ થઇ જાય...કાવ્યપુષ્પ ગુચ્છના એક નજાકત પુષ્પનું સૌંદર્ય સેમ્પલ તરીકે રજુ કરું છું. त्वद्विम्बे विधृते हृदि स्फुरति न प्रागेव रूपान्तरं, त्वद्रूपे तु ततः स्मृते भुवि भवेन्नो रूपमात्रप्रथा । तस्मात्त्वन्मदभेदबुद्ध्युदयतो नो युष्मदस्मत्पदो ल्लेखः किञ्चिदगोचरं तु लसति ज्योतिः परं चिन्मयम् ।। માત્ર શબ્દાર્થ ઃ- તારા બિંબને હૃદયમાં વિશેષતઃ ધારણ કરવાથી પ્રથમતઃ જ અન્ય કોઇ રૂપ સ્કુરાયમાણ થતું નથી. અને તે પછી, તારા રૂપનું ધ્યાન ધર્યા બાદ તો પૃથ્વી પર કોઇ રૂપની પ્રસિદ્ધિ રહેતી જ નથી. તેથી તારા રૂપના ધ્યાનથી તારી અને મારી વચ્ચે અભેદભાવની બુદ્ધિ ઉદ્ધવે છે. ત્યારબાદ તો ‘તું’ ‘હું’ ઇત્યાદિ શબ્દોનો ઉલ્લેખ પણ રહેતો નથી, માત્ર અગોચર, અવર્ણનીય પરમબ્રહ્મસ્વરૂપ ચિન્મય જ્યોતિ જ ઝબુક્યા કરે છે. ગ્રંથકારે ટીકામાં પણ ઠેર ઠેર અગત્યની ચર્ચા કર્યા બાદ જાણે કે હૃદયની ઉર્મિને આકાર આપતા ન હોય, તેમ પદ્યોની રચના કરી છે. જે પણ મનનીય છે. એક મહત્ત્વની વાત... ગ્રંથકારશ્રીએ ગ્રંથમાં પ્રતિવાદીના સિદ્ધાંતના મૂળને ઉખેડી નાખવા કેટલીકવાર ખૂબ કઠોર ભાષાપ્રયોગ કર્યો છે. પરંતુ તે વારંવાર સમજાવવા છતાં નહીં સમજતા બાળકપર હિતની ભાવનાથી આક્રોશ કરતાં પિતાના જેવો આક્રોશ છે. રાગદ્વેષથી એ કલુષિત નથી. અને આ કર્કશવાદ પણ વાસ્તવમાં ભગવાનની ભક્તિ જ છે અને વ્યવહારનયથી જ છે. નિશ્ચયનયથી એ અસંભવિત છે... ઇત્યાદિ વાત સત્તાણુમાં કાવ્ય અને તેની
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy