SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક ભિક્ષા માટે અનધિકારી 119 प्रवृत्तिसम्भवादिति चेत् ? न। द्वादशव्रतादिविभागस्य विशेषविधिं विनाऽनुपपत्तेः, अतिदेशेन स्वेच्छया ग्रहणे श्रमणलिङ्गस्यापि श्राद्धेन ग्रहणप्रसङ्गात् । दृश्यत एव केषाञ्चित् श्राद्धानां भिक्षाग्रहणादिकं यतिव्रतमतिदेशप्राप्तमिति चेत् ? दृश्यते तदद्रष्टव्यमुखानां, न तु मार्गवर्तिनां, अनुचितप्रवृत्तेर्महामोहबन्धहेतुत्वाद्भिक्षुशब्दप्रवृत्तिनिबन्धनस्य श्राद्धेऽनुपपत्तेरानन्दादिभिरनादरणात्। अम्बडस्य तु परिवाड्लिङ्गत्वेन भिक्षाया(यां) अनौचित्याभावात्। ततः श्राद्धधर्मवद् द्रव्यस्तवस्य नानुपदेश्यता, अप्रतिषेधानुमत्याक्षेपपरिहारयोरुभयत्र तुल्ययोगक्षेमत्वात्। यतिधर्माસ્વેચ્છાથી જ સ્વીકારી લેશે. ઉત્તરપક્ષ - શ્રાવક જો પોતાના વ્રતો આમ સ્વેચ્છાથી સ્વીકારી લેશે, તો શ્રમણલિંગ – ઓઘો પણ જાતે જ સ્વીકારી લેશે. પૂર્વપક્ષ - ભલેને તેમ થાય! કેટલાક શ્રાવકોને ભિક્ષાગ્રહણવગેરે સાધુઓના વ્રત પોતાની યોગ્યતા મુજબ અતિદેશથી પ્રાપ્ત થઇ જાય છે. તેથી સ્વયં તેનો સ્વીકાર કરી લેતા દેખાય જ છે. ઉત્તરપક્ષઃ- દેખાતા હશે ઉન્માર્ગીઓના આચારમાં! બાકી માર્ગને અનુસરનારાઓના આચારમાં ક્યારેય પણ આવી સ્વચ્છંદાચાર પ્રવૃત્તિ થતી નથી અને થાય તો ચલાવી લેવાતી નથી. (જરા કલ્પના તો કરો! જે તે વ્યક્તિ જ્યારે-ત્યારે ફાવે તેમ ફાવે તેવા વ્રતો લઇ લે અને ફાવે તેમ વર્તે એ ચિત્રની કલ્પના પણ કેટલી ભયંકર છે! પછી શું રડી શાસનની મર્યાદા? શું આ શાસન પોપાબાઈનું રાજ છે કે એમાં બધાએ પોતાની ઇચ્છા મુજબ વર્તવાનું હોય?) કોઇપણ ડાહી વ્યક્તિ આવા સ્વેચ્છાચારને ઉચિત પ્રવૃત્તિતરીકે સ્વીકારે નહિ. અને સમજી લેજો આવી પ્રત્યેક અનુચિત પ્રવૃત્તિઓ ચીકણા મોહનીય કર્મબંધના હેતુઓ છે. વળી જરા જોઇ લેજો – દશવૈકાલિક વગેરે ગ્રંથો. એમાં ‘ભિક્ષુ' શબ્દની શી વ્યાખ્યા કરી છે? અને કોને ભિક્ષ તરીકે બતાવ્યો છે? એ જરા જાણી લેજો. પછી ખ્યાલ આવી જશે કે ગમે તેવો ઊંચો શ્રાવક પણ ભિક્ષુ'પદ માટે અયોગ્ય છે. વળી, જે ભિક્ષુ નથી, તેને ભિક્ષાએ જવાનો અધિકાર પણ નથી. તેથી જ ભગવાનના આનંદવગેરે મહાશ્રાવકોએ ક્યારેય પણ ભિક્ષાએ જવાની ચેષ્ટા કરી નથી. પૂર્વપા - અંબડ (પરિવ્રાજક) પણ ભગવાનનો શ્રાવક હોવા છતાં તે ભિક્ષાથી જ પેટ ભરતો હતો એ સર્વવિદિત છે. ઉત્તરપક્ષ - અરે! એ જ દશાવે છે કે શ્રાવકે ભિક્ષાથી પેટ ભરવાનું નથી. જો ભિક્ષાથી જ પેટ ભરવું હોય, તો શ્રાવકપણું છોડી સાધુ થઇ જવું. એટલું સામર્થ્યન હોય, અને ભિક્ષાએ જવું જ પડતું હોય, તો કમસેકમ શ્રાવકના વેશમાં તો ભિક્ષાએન જ જવું. અંબડ શ્રાવકને આખ્યાલ હતો, તેથી જ તે ભિક્ષાએ પરિવ્રાજકના વેશમાં જતો હતો, નહિ કે શ્રાવકના વેશમાં. લોકો પરિવ્રાજકને પણ ભિક્ષુક માનતા હોવાથી તેમાં શાસનની હીલનાનો પ્રસંગ નથી. તેથી તે અનુચિત નથી. પણ શ્રાવકના વેશમાં ભિક્ષાએ જાય એ કેટલું બેહુદું છે? એમાં શાસનની શોભા વધે કે ઘટે? લોકો શાસનમાટે શું બોલે? જરા આ બધો તો વિચાર કરો. ટુંકમાં શ્રાવકે કે સાધુએ સ્વેચ્છાચારથી કોઇ વ્રત લેવાના નથી. પણ સંવિગ્ન ગીતાર્થ ગુરુને પરતંત્ર રહીને જ લેવાના છે. અને વ્રત આપનાર ગુરુનો અધિકાર છે કે, વ્રત આપતાં પહેલા વ્રતના સ્વરૂપનું દર્શન કરાવવું. આમ શ્રાવકના ધર્મનો ઉપદેશ આપવાનો સાધુને અધિકાર છે જ. તેથી જ શ્રાવકધર્મના એક ભાગરૂપ દ્રવ્યસ્તવનો ઉપદેશ પણ સાધુ આપી શકે છે. તેથી મિશ્રધર્મ હોવાથી દ્રવ્યસ્તવ અનુપદેશ્ય છે, તે વાત પોકળ ઠરે છે. કારણ કે શ્રાવકના બીજા મિશ્ર ધર્મોની જેમ દ્રવ્યસ્તવ પણ ઉપદેશ્ય અને અનુમોદનીય છે. (જો ભગવાને કે પરંપરાથી યાવત્ વર્તમાનકાલીન સાધુએ ક્યારેય શ્રાવકના બારવ્રતોરૂપી ગૃહસ્થ ધર્મની પ્રરૂપણા કરી જ ન હોય, તો આનંદાદિ શ્રાવકો કે વર્તમાનકાલીન ગૃહસ્થો પોતાની શક્તિનું કે સવિકલ્પ બાર વ્રતોનું અનુમાન કેવી રીતે કરી શકે? જે વાત સપનામાં પણ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy