SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ 14 પ્રતિમાશતક કાવ્ય-૨૪] विहारादावतिव्याप्तिवारणाय प्रमादप्रयुक्तप्राणव्यपरोपणत्वं हिंसात्वं वाच्यं, तच्च न प्रकृत इति न दोषः । एवं सति 'सविशेषण' इत्यादिन्यायात्प्रमादाप्रमादयोरेव हिंसाऽहिंसारूपत्वे प्रमादत्वाप्रमादत्वाभ्यां एव बन्धमोक्षहेतुत्वे विशेष्यभागानुपादानं स्यादिति चेत् ? सत्यं, प्रमादयोगात्प्राणव्यपरोपणं हिंसा, अप्रमादयोगात्प्राणाव्यपरोपणमहिंसेति लक्षणयोर्व्यवहारार्थमेवाचार्यैरनुशासनाद्वन्धमोक्षहेतुताया निश्चयतः प्रमादत्वाप्रमादत्वाभ्यामेव દ્રવ્યસ્તવત્વ ભાવસ્તવની કારણતાના અવચ્છેદકરૂપે અનુમોદનીય છે જ. (ભાવસ્તવ કાર્ય છે, દ્રવ્યસ્તવ કારણ છે, તેથી દ્રવ્યસ્તવમાં કારણતા આવી. આ કારણતાના અવચ્છેદક-નિયામક તરીકે રહેલું દ્રવ્યસ્તવત્વદ્રવ્યસ્તવને અનુમોદનીય પણ બનાવે છે. આમ દ્રવ્યસ્તવત્વદ્રવ્યસ્તવની અનુમોદનીયતાનું પણ વિચ્છેદક છે. દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ બનતું હોવાથી અનુમોદનીય છે - એમ કહેવાનું તાત્પર્ય છે. જો કે આ રીતે દ્રવ્યસ્તવ અનુમોદનીય થવા છતાં હિંસારૂપ બનતો તો દેખાય છે, પણ હકીકતમાં તોદ્રવ્યસ્તવ હિંસારૂપ નથી જ, એ વાત ગ્રંથકારના હૈયે વસેલી હોવાથી વસ્તુતઃ કહી દ્રવ્યસ્તવને હિંસારૂપ માનવામાં આપત્તિ બતાવે છે.) બાકી પૂર્વપક્ષે તો કહી દીધું કે “જે ક્રિયામાં હિંસા સંભવતી હોય, તે ક્રિયા હિંસારૂપ.” પણ તેમ માનવામાં વિહારાદિ ક્રિયામાં પણ પૃથ્વીવગેરે જીવોની હિંસા સંભવતી હોવાથી એ બધી ક્રિયાઓ પણ હિંસારૂપ બની જાય તેનો ખ્યાલ ન રાખ્યો. શું વિહારવગેરે ક્રિયાઓ હિંસારૂપે તમને સંમત છે? નહીં જ. તેથી હિંસાના સ્વરૂપઅંગેની તમારી આ માન્યતા અતિવ્યામિદોષથી કલંકિત છે. (‘ પણાપહારજનકક્રિયા-હિંસા', હિંસાનું આવું લક્ષણ કરવાથી એવી દેખાતી તમામ ક્રિયાઓમાં હિંસાનું લક્ષણ માનવું પડશે, એવી તમામ ક્રિયાઓ હિંસાત્વથી અવચ્છિન્ન લક્ષણવાળી થશે. તાત્પર્ય કે એ તમામ ક્રિયાઓમાં હિંસાત્વરૂપ હિંસાનું લક્ષણ માનવું પડશે અને તો વિહારાદિ ક્રિયાઓ પણ આવા સ્વરૂપવાળી હોવાથી હિંસાના લક્ષણવાળી – હિંસાત્વયુક્ત માનવી પડશે. જે ઉભયપક્ષમાન્ય નથી. આમ ઉપરોક્ત લક્ષણ જે વાસ્તવમાં હિંસારૂપ નથી, તેમાં પણ આવી જવારૂપ અતિવ્યાપ્તિદોષ લાગે છે. લક્ષ્યથી ભિન્નમાં પણ લક્ષણનો પ્રવેશ થાય, તો લક્ષણ અતિવ્યામિદોષગ્રસ્ત બને.) પ્રતિમાલપક - તો પછી હિંસાનું સાચું લક્ષણ=સ્વરૂપ શું? ઉત્તરપલ - “પ્રમાદને કારણે થતો પ્રાણનો નાશ” આ જ હિંસાનું પ્રમાણભૂત લક્ષણ છે. હિંસાનું આ લક્ષણ દ્રવ્યસ્તવમાં સંભવતું નથી. તેથી દ્રવ્યસ્તવ હિંસારૂપ નથી. પ્રતિમાલપક - દ્રવ્યસ્તવમાં બીજાના પ્રાણોનો નાશ હોવા છતાં પ્રમાદનો અભાવ હોવામાત્રથી તમે દ્રવ્યસ્તવને હિંસારૂપ ગણતા નથી. આમ કરીને તમે તો “વિશેષણયુક્ત વિશેષ્યમાં બતાવેલી વિધિ કે નિષેધ વિશેષ્યમાં બાધ હોય, તો વિશેષણમાં સંક્રમિત થાય છે. એ ન્યાયથી પ્રમાદને જ હિંસારૂપ સિદ્ધ કરો છો. આમ તમારા હિસાબે પ્રમાદ જ હિંસારૂપ છે અને બંધનું કારણ છે. તથા અપ્રમાદ જ અહિંસારૂપ છે અને મોક્ષનું કારણ છે. તેથી “જીવવધવગેરે વિશેષ્યભાગ અનાવશ્યક અને અનુપાદેય બની જશે. ઉત્તરપક્ષ - બરાબર છે. નિશ્ચયથી પ્રમાદ જ હિંસારૂપ છે, અપ્રમાદ જ અહિંસારૂપ છે. પ્રતિમાલપક - તો પછી તમારા આચાર્યોએ “પ્રમાદયોગથી જીવવધ એ હિંસા અને અપ્રમાદયોગથી જીવવધનો અભાવ એ જ અહિંસા એવી વ્યાખ્યા શું કામ કરી? ઉત્તરપક્ષઃ- વ્યવહારની સિદ્ધિમાટે. લોકોમાં “પ્રાણનો નાશ” હિંસા તરીકે માન્ય છે. તેથી આ પ્રમાણે વ્યાખ્યા અમારા પૂર્વાચાર્યોએ કરી છે. બાકી નિશ્ચયથી તો પ્રમાદ અને અપ્રમાદ જ ક્રમશઃ હિંસા અને અહિંસારૂપ છે. (પ્રતિમાલપક - તો તો પછી અપ્રમત્ત રહીને જીવવધ કરવામાં વાંધો નહિ ને? ઉત્તરપલ - જે અપ્રમત્ત હોય, તે પ્રાયઃ જીવવધમાં પ્રવર્તતો જ નથી. અપ્રમત્તથી થતો જીવવધ કાં તો (૧) બહુ લાભના આશયથી થતી ધર્મહેતુક ક્રિયાના અનિવાર્ય અંશરૂપ હોય દા.ત. જિનપૂજામાં. (૨) કાં તો સંયમપાલન માટે થતી ક્રિયામાં અશક્યપરિહારરૂપ હોય દા.ત. વિહારાદિમાં અને કાંતો (૩) અનાભોગ - સહસાત્કારથી હોય દા.ત. ઇર્યાસમિતિનું પાલન કરવાપૂર્વક
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy