SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ 13) પ્રતિમાશતક કાવ્ય-૨૧ दानादाविव भक्तिकर्मणि विभुर्दोषान्निषेधे विधौ, मौनी स्यादिति गीर्मुषैव कुधियां दुष्टे निषेधस्थितेः। अन्यत्र प्रतिबन्धतोऽनभिमतत्यागानुपस्थापनात्, प्रज्ञाप्ये विनयान्विते विफलताद्वेषोदयासम्भवात् ॥२१॥ (दंडान्वयः→ दानादौ इव भक्तिकर्मणि विभुनिषेधे विधौ दोषाद् मौनी स्यादिति कुधियां गीषैव (यतः) दुष्टे अन्यत्रानभिमतत्यागानुपस्थापनाद् निषेधस्थितेः प्रतिबन्धतः (यतः) विनयान्विते प्रज्ञाप्ये विफलताद्वेषोदयाસમવત્ II) 'दानादाविव'इति । दानशीलादिषु श्राद्धस्थानेषु, दीयमाने दानादाविव भक्तिकर्मणि नाट्यजिनार्चादौ, विभुनिषेधे विधौ च दोषादुभयत: पाशारज्जुस्थानीयान्मौनी स्यात् । तथा हि-दानादिनिषेधेऽन्तरायभयं, तद्विधाने च प्राणिवधानुमतिरिति । तत्र साधूनां मौनमेव युक्तं-'जे अदाणं पसंसंति, वहमिच्छति पाणिणं । जे अणंपडिसेहति, वित्तिच्छेअं करेंति ते॥१॥ दुहओ वि ते ण भासंति, अत्थि वा नत्थि वा पुणो। आयं रयस्स हेच्चा णं, निव्वाणं પડપતિ તે // ૨ //તિ સૂરદવનાતા [૧/૧૨/૨૦-૨૧]. ____ तथा भक्तिकर्मण्यपि निषेधे भक्तिव्याघातभयं, विधौ च बहुप्राणिव्यापत्तिभयमिति मौनमेवोचितमिति કવિવર કહે છે– કાવ્યાર્થઃ- “દાનવગેરે(શ્રાવકકૃત્ય)ની જેમ ભક્તિવગેરે કૃત્યમાં વિધાન અને નિષેધ બન્નેમાં દોષ છે. તેથી ભગવાન મૌન રહ્યા હશે.” દુબુદ્ધિવાળાઓની આ વાણી ખોટી છે. કારણ કે અનભિમતત્યાગ દર્શાવવાની શક્તિના અભાવમાં મૌન રહેવાના સ્થાનને છોડી અન્યત્ર દોષયુક્ત વસ્તુનો તેના નિષેધ કરવાની વ્યવસ્થા સાથે વ્યામિ છે. આ નિષેધવ્યામિ પણ સમજાવી શકાય તેવા વિનયી શિષ્યઅંગે સમજવી, કારણ કે વિનયીને કરેલો નિષેધ સફળ થાય છે અને દ્વેષ થતો નથી. - દોષયુક્તની સ્પષ્ટ નિષેધ્યતા પૂર્વપક્ષ - ગૃહસ્થોના જે દાનાદિ ધર્મો છે, તે ધર્મોમાં તે ગૃહસ્થને પ્રવૃત્ત કરવા માટે સાધુએ જેમ વિધાન કરવાનું નથી, તેમ તે ધર્મોમાંથી (ગૃહસ્થને) અટકાવવા નિષેધ પણ કરવાનો નથી. કારણકે ગૃહસ્થના આ દાનાદિ ધર્મોનું વિધાન અને નિષેધ બન્ને પક્ષે પાશાર ફાંસલો દોષ છે. ફસાવાનું છે. તેથી તે પ્રસંગોમાં મૌન રહેવું જ ઉચિત છે. શંકા - દાનધર્મની સ્થાપના કરવામાં શો દોષ છે? સમાધાન - ગૃહસ્થને દાનધર્મનો ઉપદેશ દેવામાં ઘણા જીવોના વધની અનુમતિ છે, કારણકે ગૃહસ્થના કાર્યો છે જીવકાયના આરંભપરજ મંડાયેલા હોય છે અને ગૃહસ્થને દાનધર્મનો નિષેધ કરવામાં યાચકવગેરેને ભોજનવગેરેના અંતરાયનું પાપ ચોટે છે. સૂત્રકૃતાંગ સૂત્રમાં તેથી જ કહ્યું છે કે – “દાનની જે પ્રશંસા કરે છે, તે જીવોનો વધ ઇચ્છે છે(=વધની અનુમતિ આપે છે, અને જે પ્રતિષેધ કરે છે, તેવૃત્તિચ્છેદ કરે છે.'ll૧// “બંને પ્રકારે(દાનમાં પુણ્ય છે કે નહીં એમ બંને પ્રકારે) સાધુઓ બોલતા નથી, તેથી સાધુએ ‘હા’ કે ‘ના’ પાડવી નહિ અને તો જ આ સાધુકર્મનો આશ્રવ અટકાવી નિર્વાણ પામે છે.” ર // આમ દાનધર્મની જેમ ગૃહસ્થના નૃત્યકરણ, પૂજા વગેરે ભક્તિકૃત્યના પણ વિધાન કે નિષેધ કરવાના નથી. પરંતુ મૌન રહેવું જ ઉચિત છે કારણ કે નિષેધ કરવામાં ભક્તિમાં અંતરાય
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy