SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ સામાનિક દેવોના અલગ વિમાનની અસિદ્ધિ बीजाभावात्। तस्माद् यावानिन्द्रपरिकरस्तावान् सर्वोऽपि शक्रनिवासविमान एवोत्पद्यत इति प्रतिपत्तव्यम् । तथा च स्वकीयविमानशब्देनैकस्यैव विमानस्य स्वस्वप्रभुत्वप्रतिबद्ध एकदेश एव ग्राह्यः, तावत एव प्रदेशस्य स्वविमानत्वेनोक्तेः । अत एव कालकनामकं भवनं चमरचञ्चाराजधान्येकदेशरूपमपि भवनत्वेनागमेऽभाणि । यथा च चन्द्रसूर्यादीनां देवानामग्रमहिषीणां चन्द्रसूर्यादिविमानैकदेश एव निजविमानतया भणितस्तथा तत्सामानिकानामपि द्रष्टव्यमन्यथा ज्योतिष्केन्द्रसामानिकानामपि पृथग्विमानकल्पने ज्योतिष्काणां पञ्चप्रकारतानियमो भज्येत। अत एव ससिरविगहणक्खत्ता[बृहत्सङ्ग्रहणी ५७ पा. १] इत्यादिप्रवचने शशिप्रमुखशब्दैः शशिप्रमुखविमानवासिनः सर्वेऽपि तत्तन्नामभिरेव गृहीता बोध्याः। किञ्च जिनजन्मादिषु सामानिकादीनां पालकविमानेપાઠાંતર મુક્યો છે. પણ પાઠાંતરને મૂળથી વિરુદ્ધરૂપે જોતા નથી. કેમકે તેમને પ્રાચ્ય(=પ્રથમ)પક્ષમાં જ સ્વરસ (અસ્વરસ પાઠા.) છે, તેમ માનવામાં કોઇ કારણ નથી. તેથી ફલિત થાય છે કે “બહુ પદથી બહુ આભિયોગિક દેવદેવીઓ જ સ્વીકારવાના છે. વિમાનના માલિકદેવો ગ્રહણ થતા નથી. તેથી વિમાનના માલિક દેવો ઇન્દ્રને આધીન નથી તેમ જ સિદ્ધ થાય છે. આ મુદ્દાથી બે વાત ફલિત થાય છે (૧) બીજા વિમાનના માલિક દેવો અને બીજા વિમાનમાં ઉત્પન્ન થતી વસ્તુઓઆ બન્નેપરઇન્દ્રનો અધિકાર નથી. (૨) તેથીબત્રીશલાખવિમાનને છોડી બાકીની જેટલી વ્યક્તિ વસ્તુઓ પર ઇન્દ્રની માલિકી છે, ઇન્દ્રના પરિકરરૂપે છે, તે બધી ઇન્દ્રના જ વિમાનમાં ઉત્પન્ન થાય છે, ઇન્દ્રના સામાનિક દેવો અને ઇન્દ્રની પટ્ટરાણીઓ ઇન્દ્રને આધીન છે. તેથી તેઓ પણ ઇન્દ્રના વિમાનમાં જ ઉત્પન્ન થાય છે. બીજા વિમાનોમાં નહિ. તેથી વિમાનના માલિક નથી. સામાનિક દેવોના અલગ વિમાનની અસિદ્ધિ શંકા - તમે આમ સિદ્ધ તો કર્યું. પણ તો પછી સામાનિક દેવો “સયંસિ વિમાનંસિ (પોતાના વિમાનમાં) ઉત્પન્ન થાય છે. એ પાઠને શી રીતે સંગત કરશો? સમાધાન - સાંભળો ત્યારે સાવધાન થઇને! અહીં સયંસિ= સ્વકીય વિમાન એનો અર્થ તે-તે વિમાનનો પોતાની માલિકીનો એક ભાગ સમજવાનો. તે ભાગને અપેક્ષીને જ “સ્વવિમાન' એવો પ્રયોગ સૂત્રમાં કર્યો છે. (પોતાના ઉત્પન્ન થવાના સ્થાને, પોતાના ઉત્પન્ન થવાના પલંગમાં ઇત્યાદિ આશયથી પણ “સ્વ” પ્રયોગ થઇ શકે છે. પણ એના પ્રયોગમાત્રથી માલિકીનો અર્થ જ નીકળે, તેમ વિચારવું ઉચિત નથી. વળી, દેશમાં દેશીનો ઉપચાર વ્યવહારમાન્ય છે. ગુજરાતના કોઇક નાના ગામડાના ખોરડામાં જન્મેલો પણ અમેરિકામાં તો પોતાને “ભારતમાં જન્મેલો જ ગણાવે. અને ગામડાના એક નાનકડા ટકડાનો માલિક હોય છતાં ગર્વથી કહેતો કરે કે “ભારત મારો દેશ છે છતાં તેનું કથન વિરુદ્ધ ગણાતું નથી. તેમ શક્રના સામાનિકદેવો શકના જ વિમાનમાં પોતાની ઉત્પત્તિસ્થાનના માલિક હોય, અને તે અપેક્ષીને તેઓ પોતાના વિમાનમાં ઉત્પન્ન થયા એમ પ્રયોગ થાય, તેમાં કોઇ વિરોધ નથી.) પ્રતિમાલપક - તમે કહ્યો તેવો અર્થ કરવામાં બીજું કોઇ પ્રમાણ છે? ઉત્તર૫શ - હા છે. જુઓ (૧) આગમમાં કાળી દેવીના કાલકભવનનો “ભવન' તરીકે ઉલ્લેખ કર્યો છે. હકીક્તમાંઆ ભવનચમચંચારાજધાનીનો જ એક ભાગ છે, તેમ પણ આગમમાં બતાવ્યું છે. તેથી જ તેકાલભવનનો ભવનપતિના સાત કરોડ બોતેર લાખ ભવનમાં સમાવેશ કર્યો નથી. અર્થાત્ આગમમાં કાળીદેવીના તે કાલભવનનો અલગ ભવનતરીકે સ્વીકાર કર્યો નથી. (૨) તથા ચંદ્ર-સૂર્યની પટ્ટરાણીઓના પોતાના વિમાનતરીકે ચંદ્ર-સૂર્યના વિમાનોનો જ એક ભાગદર્શાવ્યો છે. આ બન્નેઆગમપ્રમાણદ્વારા અનુમાન કરી શકાય કે સામાનિકદેવોના વિમાનતરીકે
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy