SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ મગ્ન થયેલા ભૂંડની મગ્નતાથી બહુ ભિન્ન નથી. અરિહંતની ગેરહાજરીમાં મનને શુભધ્યાન-ભાવમાં લીન બનાવવા, અરિહંતમય બનાવવા પ્રતિમા અનેરું આલંબન બને છે. ‘તારી મૂરતિએ મન મોહ્યું રે’ કે ‘તારા નયણાં રે પ્યાલા પ્રેમના ભર્યા છે જેવા વચનો, પ્રતિમાના આલંબને લાગેલી મસ્તીના ખરેખર અમીછાંટણાસમા છે. આજે કોન્વેન્ટ સ્કુલોમાં ક્રોસ આગળ પ્રાર્થના કરતા જૈનબાળકોને જોઇ, પિશ્ચરના કામોત્તેજક પોસ્ટરો જોઇ પાગલ બનતા યુવાનોતરફ નજર નાંખી, અંધશ્રદ્ધાથી ભોળા જેનોને સાંઇબાબા અગર મહાલક્ષ્મીવગેરે બીજા દેવી-દેવલાની ઉપાસના કરવા દોડી જતાં દેખી, પરમાત્માની પ્રતિમાની મહત્તા અને એની આજના કાળે અતિ આવશ્યકતા સમજવી જોઇએ. તેને બદલે “જિનાલયમાં દર્શન કરવાથીઘોર મિથ્યાત્વબંધાય તેવી વાણીકે જિનાલયમાં દર્શન નહીં કરવા જવાની પ્રતિજ્ઞા લેવડાવવી એ કેટલી બધી મારક છે? અહિતકારી છે? તેનો ક્ષણભર વિચાર આવશ્યક છે. કિ પુસ્તકો વગેરેમાં ગુરુઓના ફોટાઓ, સૌજન્યદાતાઓના ફોટાઓ અને પત્રિકાવગેરેમાં દીક્ષાર્થીવગેરેના ફોટા મુકાવનારાઓ જિનપ્રતિમાના દર્શન પણ ન કરે, પણ ધિક્કારે, તે પ્રબળ મોહનીય કર્મનો ઉદય જ સમજવાનો ને! વટર પરદેશ ગયેલા પુત્રના વિરહમાં પુત્રના ફોટાના દર્શનમાત્રથી માના દિલમાં વહેતું વાત્સલ્યનું ઝરણું કેવું મનોરમ હોય છે? તેની ખબર મા બન્યા વિના ન પડે. કે સરકારની મુદ્રા પડવા માત્રથી કાગળમાત્રની કિંમત કેટલી વધી જાય! એ વાત ભોળા બાળકને પણ ખબર છે. કિ લગ્નની વિધિમાત્રથી કન્યાઅંગેના વહેવારમાં થતાનોંધનીય ફેરફારને સમજેલાઓ પ્રતિષ્ઠાવિધિમાત્રથી પરમાત્માની પ્રતિમા માત્ર પથ્થર ન રહેતા કેટલી વિશિષ્ટ બની જાય છે? તે અંગે અજાણ ન જ હોય. ઉઝ દૂધ નહિ દેતી પણ પથ્થરની ગાય સાચી ગાયને ઓળખવામાં કેટલી ઉપયોગી છે તે શું સમજાવવું પડે તેમ છે? જ બાળમંદિરમાં ભણતો પેલો બાળક ચિત્રદર્શનમાત્રથી જગતની નહિ જોયેલી કેટલી બધી વસ્તુઓના જ્ઞાનવાળો થઇ જાય છે! દિ પરમાત્માના આકારની ઝાંખી કરાવતી પ્રતિમાઓના દર્શન સુસંસ્કારોની એવી મૂડી ઊભી કરી શકે છે, પરભવમાં અરિહંતના દર્શન માત્રથી ઓળખાણ થઇ જાય. અને સુમધુર સંબંધ જોડાઈ જાય. પૂર્વભવમાં અનિચ્છાએ પણ જિનબિંબના કરેલા દર્શન પેલા સ્વયંભૂરમણ સમુદ્રના માછલાને કેવા કામ લાગી ગયાકે, પ્રતિમાના આકારના માછલાને જોઇ જાતિસ્મરણજ્ઞાન થઇ ગયું. અને કલ્યાણ થઇ ગયું. શાસ્ત્રના આ દષ્ટાંતો શું પ્રતિમાની મહત્તા નથી આંકતા? ફિ અંડકોશિયાને બોધ આપતા પ્રભુ મહાવીર સ્વામીના ચિત્રને જોઇ ઘેરી અસર પામેલા એક ભાઇએ જીવનભર ક્રોધનો ત્યાગ કરવાનો સંકલ્પ કરેલો. તેવું વર્તમાનમાં જાણવા મળ્યું છે. ગુમ થયેલી વ્યક્તિની ભાળ મેળવવા છાપામાં અપાતા ફોટા અને હજાર શબ્દો કરતાં એક ચિત્રની અસર વધુ છે.” એવી કહેતીઓ શું સૂચવે છે? એ સુન્નને સમજાવવું પડે તેમ નથી.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy