SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ સિમ્યગ્દષ્ટિ દેવોમાં ઉત્સુત્રપ્રરૂપકતાનો અભાવ किं मे पूर्वं श्रेयः ? किं मे पश्चात् श्रेयः ? किं मे पूर्वमपि पश्चादपि च हिताय-भावप्रधानोऽयं निर्देशः, हितत्वाय-परिणामसुन्दरतायै, सुखाय शर्मणे, क्षमायै-अयमपि भावप्रधानो निर्देशः, सङ्गतत्वाय, निःश्रेयसाय= निश्चितकल्याणाय, आनुगामिकतायै-परम्पराशुभानुबन्धिसुखाय भविष्यतीति। राजप्रश्नीयवृत्तौ [सू. १३२] व्याख्यातम्। अत्र यदेव भावजिनवन्दने फलं तदेव जिनप्रतिमावन्दनेऽप्युक्तम् । न च एतत् सूर्याभदेवस्य सामानिकदेववचनं न सम्यग् भविष्यति' इति शङ्कनीयम्, सम्यग्दृशां देवानामप्युत्सूत्रभाषित्वासम्भवात्। न हि क्वाप्यागमे किं मे पुब्बिं करणिजमित्यादिके, सम्यग्दृष्टिना पृष्टेऽपि ऐहिकसुखमात्रनिमित्तं स्रक्चन्दनादिकं 'हिआए सुहाए' इत्यादिरूपेण केनापि प्रत्युत्तरविषयीकृतं दृष्टं श्रुतं वा। अपि च वन्दनाधिकारेऽपि क्वचित् ‘पेच्चा हिआए' બતાવાશે) આમ “પ્રાપશ્ચાયઃ ' વગેરેથી પરલોકસંબંધી શ્રેયઃ વગેરે પણ ઇષ્ટ જ છે. તેથી જ ટીકાકારે એ સૂત્રની (=રાજશ્રીય ઉપાંગના સૂર્યાભદેવ અધિકાર અંગેના પૂર્વોક્ત સૂત્રની) ટીકામાં આ પ્રમાણે વ્યાખ્યા કરી છે – મને શું પહેલા શ્રેયસ્કર છે? શું પછી શ્રેયસ્કર છે? તથા શું પહેલા અને પછી શ્રેયસ્કર છે? તથા શું હિતમાટે થશે? અહીં ભાપ્રધાન નિર્દેશ હોવાથી હિતમાટે=પરિણામે સુંદરતા માટે. “ક્ષમાટે અહીં પણ ભાવપ્રધાન નિર્દેશ છે. તેથી ક્ષમાર્ય ક્ષમતાય, ક્ષમત્વ=સંગતતા. તેથી મારે શું ક્ષમાયે=સંગતતા માટે થશે? એવો અર્થ થશે. તથા મારે શું નિઃશ્રેયસ માટે થશે. નિઃશ્રેયસ=નિશ્ચિતકલ્યાણ. તથા મારે શું આનુગામિકતા માટે થશે? આનુગામિકતા=પરંપરાએ શુભાનુબંધી સુખ.(=પુણ્યાનુબંધી પુણ્ય.) તેથી પ્રાપશ્ચાત્ શ્રેયઃ વગેરે પદથી પરલોકનાં હિતઆદિનો વિચાર સ્પષ્ટ સૂચિત થાય છે. આમ અહીં ભાવજિનના વંદનથી જે ફળ મળે, તે જ ફળ સ્થાપનાદિનના=જિનપ્રતિમાના વંદનથી બતાવ્યું. સમ્યગ્દષ્ટિ દેવોમાં ઉત્સુખરૂપકતાનો અભાવ શંકા - સૂર્યાભદેવને સામાનિકદેવો‘પ્રતિમાપૂજનકરણીય છે' ઇત્યાદિને કહે છે, તે સમ્ય પ્રમાણભૂત= વિશ્વાસપાત્ર નથી. સમાધાનઃ- કેમ ભઇલા! સામાનિકદેવોના આ વચનમાં અસમ્યગ્ની માન્યતા રાખો છો? એટલું ધ્યાન રાખજો! સમ્યગ્દષ્ટિ દેવો પણ કદી ઉત્સુપ્રરૂપણા કરતા નથી. કારણ કે ઉત્સુપ્રરૂપણા કરવામાં (૧) સમ્યક્તનો નાશ અને (૨) અનંત સંસારની પેદાશ આ બે જબ્બર દોષ રહેલા છે.) (શંકા - બધા સામાનિક દેવો કંઇ થોડા સમ્યક્તી છે? સમાધાન - બધા સામાનિકદેવો ભલે સમ્યક્વીન હોય! પરંતુ સૂર્યાભદેવ તો સમ્યક્તી જ છે. અને સમ્યક્તી એટલો બુઝલકે બેવકૂફન હોય કે વિવેકદીપનો પ્રકાશ પાથર્યા વિના જ બીજાઓની જે-તે વાતના અંધારામાં ઠેબા ખાય અને બીજાનો ચડાવ્યો ઉંધા રવાડે ચડી જાય.. તેથી જો જ્યારે સમ્યક્તી “મારે શું પૂર્વ કરણીય છે? અને શું પશ્ચાત્ કરણીય છે?' ઇત્યાદિ પૂછે, ત્યારે કોઇએ માત્ર આલોકના સુખમાં કારણભૂત પુષ્પમાળા-ચંદનવગેરે હિતકર છે “સુખકર છે' ઇત્યાદિ ઉત્તર આપ્યો હોય તેવો પાઠ આગમમાં ક્યાંય ઉપલબ્ધ નથી, કે સાંભળ્યો નથી. આમ (૧) સમ્યગ્દષ્ટિના હિતકરઆદિઅંગેના પ્રશ્નોના ઉત્તરમાં ચંદનવગેરેનો નિર્દેશ છોડી પ્રતિમાપૂજન વગેરેનો નિર્દેશ, અને (૨) સમ્યગ્દષ્ટિદ્વારા તે નિર્દેશનો સહર્ષ સ્વીકાર. આ બન્ને મુદ્દા “પ્રતિમાપૂજન ઉભયલોકમાં હિતકર છે' તેમ દર્શાવવા સમર્થ છે. શંકા - છતાં પણ વંદનાધિકારમાં જેમ “પરલોક માટે હિતકર એવો સાક્ષાત્ ઉલ્લેખ છે, તેવો ઉલ્લેખ આ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy