SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધાચલમંડન ઋષભદેવાય નમઃ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ સિરસા વદે માવીરા એંનમઃ સિમ્ શ્રી વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખરસૂરિભ્યો નમઃ | હૃદયની ઉર્મિના શાદિક તરંગો... મોટા ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સમાંથી સારી ખરીદી કરી એક બેન કેશકાઉન્ટરપર આવ્યા, બીલ ચૂકવ્યું. મેનેજર ખુશ હતા. સાથે આવેલા નાનકડા બાળકને કહ્યું, “બેટા! આ બરણીમાંથી મુઠ્ઠી ભરીને પીપરમીંટ લઇ લે છોકરાએ મુઠ્ઠી બંધ રાખી, પીપરમીંટ લીધી નહિ. વારંવાર કહેવા છતાં માએ પણ બહુ કહેવા છતાં-છોકરો મક્કમ રહ્યો, પીપરમીંટ લીધી નહિ. અંતે છોકરાની આ લાયકાતથી વધુ ખુશ થયેલા મેનેજરે પોતે જ મુઠ્ઠીભરી પીપરમીંટ છોકરાના ગજવામાં ભરી. મા-દીકરો બહાર આવ્યા. માએ ગુસ્સે થઇ પૂછ્યું- કેમરે!કહેવા છતાં તેં જાતે પીપરમ લીધી નહિ ?' બાળક ઠાવકાઇથી બોલ્યો-“એમાં કારણ છે. માએ પૂછ્યું-કારણ છે?” દીકરાએ રહસ્યોદ્ઘાટન કરતા કહ્યું, મા! તું એટલું પણ સમજતી નથી, મેં પોતે મુઠ્ઠી ભરી હોત, તો કેટલી પીપર મળત? અને જો મેનેજરે પોતે મુઠ્ઠી ભરી તો કેટલી બધી પીપર મળી?' દીકરાની દીર્ઘદૃષ્ટિ જોઇ મા ઓવારી ગઇ. શ્રી અરિહંતની ઓળખાણ નહિ પામેલા જગતના જીવો સુખમાટે સ્વપુરુષાર્થને પ્રધાન કારણ માની સખત મહેનત કરે છે. તેમ છતાં તેઓની સુખ તરફથી પીછેહઠ જોઇને અને અરિહંતના શરણે જનારાઓને થોડી મહેનત મોટો લાભ ખાટી જતાં જોઇને આ દૃષ્ટાંત નજર સમક્ષ આવી જાય છે. અનંતકાળથી અનંતા જીવોએ સુખ પ્રાપ્તિ માટે અને દુઃખથી છૂટવા લગાવેલી દોડ ઓલમ્પિકમાં દોડતા એશ્લેટ્સની કે રેસકોર્સમાં દોડતા ઘોડાઓની દોડને પણ વામણી કહેવડાવી દે છે. અને છતાં સુખના ગોલ્ડમેડલને બદલે દુઃખના જુતા જ ખાવાના રહે છે. કારણ કે એ દોડમાં કેન્દ્રસ્થાને અરિહંત નથી. પરમાત્માને શરણે ગયા વિના સખત પરિશ્રમ કરવા છતાં હાલત પ્રાયઃ “આંધળી દળે અને કૂતરો ચાટે એવી જ હોય છે. તેથી જ કહ્યું છે “કહું કષ્ટ જન બહુત હમારે નામ તિહારો આધારા સાહિબા...’ અને કદાચ એ સખત પરિશ્રમથી ‘પૂર્ણગોળક ન્યાયથી કહેવાતા સુખની અલ્પ સામગ્રી મળી પણ જાય, તો પણ તેનો સારી રીતે ભોગવટો પ્રાયઃ થઇ શકતો નથી. આજે સુખી ગણાતા શ્રીમંતોની લગભગ આવી હાલત છે. બેડરુમમાં સુવાની ઉત્તમ સગવડ હોવા છતાં તેઓ બેચેન છે, કેમકે મહત્વની ખોટ છે ઉંઘની. ડાઈનીંગ ટેબલ પર પીરસાયેલી વાનગીઓની ડીશ બિચારી “ભૂખ'ની રાહ જોયા કરે છે. તિજોરીમાં દટાયેલા ધનને સતત ચોર અને સરકારનો ભય સતાવ્યા કરે છે. ક્રોધાદિ કષાય, કુવાસનાઓ અને કર્મના ત્રાસે ત્રસ્ત થયેલા જીવોનો સખત પુરુષાર્થ કરવા છતાં આ ગોઝારા સંસારથી છૂટકારો થતો નથી, સુખ દૂર દૂર ભાગે છે. તેથી જ કંટાળીને કવિએ પોકાર કર્યો ‘પરિભ્રમણ મેં અનંતારે કીધા, હજુએ ન આવ્યો છેડલોરે” અને છેવટે ઉપાય એક જ લાગ્યો-“મોડા વહેલા તું હી જ તારક, હવે વિલંબ શા કારણેરે “સસ્તુભાડું ને સિદ્ધપુરની જાત્રા' કહેવતને જાણે ચરિતાર્થ કરતા અને અરિહંતની અચિંત્ય શક્તિને પહેચાની ગયેલા બીજા કવિએ ભગવાન પાસે માંગણી મુકી ‘જિગંદા તોરે ચરણકમલકીરે, હુંચાણું સેવા પ્યારી....તો નાશ કર્મ કઠારી, ભવભ્રાંતિ મીટ ગઇ સારી.”
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy