SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપજ્ઞ ટીકાયુક્ત શ્રાદ્ધવિધિ, શ્રાવપ્રતિક્રમણ સૂત્રવૃત્તિ, આચારપ્રદીપ વિગેરે ગ્રંથના રચનાર પણ શ્રી રત્નશેખરસૂરિ છે, પરંતુ તેઓ તબૃહત્તપગચ્છાચાર્ય શ્રી સેમસુંદરસૂરિના શિષ્ય શ્રી મુનિસુંદરસૂરિ અને તેમના શિષ્ય શ્રી રત્નશેખર સૂરિ જૂદા જ પરંતુ સમકાલીન હતા એમ ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ જણાય છે. આ ગ્રંથમાં કુલ ૨૬૩ ગાથાઓ છે, તેમાં ર૬૧ ગાથા પ્રકરણના વિષયની જ છે અને છેલ્લી બે ગાથા સમાપ્તિ અને ગ્રંથકારનું નામ જણાવનારી છે; તે ૨૬૧ ગાથાઓવડે અધિકાર કહ્યા છે– ૧ જંબુદ્વીપ અધિકાર–ગાથા ૧૯૪. તેમાં વર્ષ, વર્ષધર, નદી, કુંડ, વાવ, પર્વત, કહ, કમળ, ગુફા, વન, જગતી, તીર્થ, વિજય, નગરી, વૃક્ષ, શિખર, પ્રાસાદ, જિનચૈત્ય વિગેરે શાશ્વત પદાર્થોનું સ્વરૂપ કહ્યું છે. તે ૨ લવણેદધિ અધિકાર–ગાથા ૩૦. તેમાં તીર્થનું સ્વરૂપ, પાતાળકળશ, વેલાવૃદ્ધિ, વેલંધર અને અનુલધર દેવ, વેલંધર પર્વત, ચંદ્રદ્વીપ, સૂર્યદ્વીપ, ગતમદ્વીપ, અંતરદ્વીપ વિગેરેનું સ્વરૂપ કહ્યું છે. ૩ ધાતકીખંડ અધિકાર–ગાથા ૧૫. તેમાં ઈષકાર પર્વત, ધાતકી વૃક્ષ, - વર્ષ, વર્ષધર, મેરૂ વિગેરેનું સ્વરૂપ કહ્યું છે. ૪ કાલેદધિ અધિકાર–ગાથા ૨. તેમાં વેળાની વૃદ્ધિ તથા ગોતી– રહિત એક સરખે ૧૦૦૦ એજન ઉડા કાલેદધિ છે એમ કહ્યું છે, તથા તેમાં રહેલા સૂર્યચંદ્રના દ્વીપોની સંખ્યા વિગેરે કહેલ છે. ૫ પુષ્કરાર્ધદ્વીપ અધિકાર–ગાથા ૧૫. તેમાં માનુષેત્તર પર્વતથી વિટા યેલા પુષ્કરાઈ દ્વીપનું વર્ણન કર્યું છે. ૬ અઢીદ્વીપની બહારને અધિકાર–ગાથા છે. તેમાં માનુષેત્તર ને ઈષકાર પર્વત, નંદીશ્વર, કુંડળ ને રૂચક દ્વીપ વિગેરેમાં રહેલા જિનચૈત્ય અને દિક્યુમારિકાના નિવાસકૂટની સંખ્યા તથા ઉપસંહાર કહ્યો છે. આ ગ્રંથ ધર્મજિજ્ઞાસુજનને અને વિશેષ કરીને નવા અભ્યાસીઓને અતિ ઉપયોગી છે તે સૈ કેઈના જાણવામાં જ છે. આનું ભાષાંતર પણ પ્રકરણરત્નાકર ભાગ ચેથામાં ગાથાઓ સાથે છપાયેલું છે, પરંતુ તેમાં કઈ કોઈ સ્થળે અપૂર્ણતા, સંક્ષેપ અને જુની પદ્ધતિની ભાષા હોવાથી તેમ જ જરૂરી યંત્રો મૂકેલા ન હોવાથી વર્તમાન કાળના અભ્યાસીઓને કાંઈક મુશ્કેલી પડે છે, એમ જાણવામાં આવતાં ટીકાસહિત મૂળ ગ્રંથનું પ્રાય: અક્ષરશ: ભાષાંતર કરવામાં આવ્યું છે. મૂળ ગ્રંથમાં છાપેલા યંત્રો ઉપરાંત બીજા પણ ઘણું ઉપચાગી યંત્રે યોગ્ય સ્થળે મૂકવામાં આવ્યા છે. પરિધિ, ગણિતપદ વિગેરે
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy