SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ. ' ताणुवरि चेइहरा, दहदेवीभवणतुल्लपरिमाणा । सेसेसु अ पासाया, अद्धेगकोसं पिहुच्चत्ते ॥ ७२ ॥ અર્થ તાળુ) તે સિદ્ધકૂટની ઉપર ( ૪) ચૈત્યગૃહો છે, તે (રવી) દ્રહદેવીના (મવાતુ) ભવનની તુલ્ય (રમા) પ્રમાણવાળા છે. જેમકે દ્રહદેવીનું એટલે શ્રીદેવીનું ગૃહ એક કેશ લાંબું, અર્ધ કેશ પહોળું અને ચેદ સો ચાળીશ ૧૪૪૦ ધનુષ ઉંચું છે તે જ પ્રમાણે આ જિનચૈત્યે પણ છે. તથા જેમ શ્રીદેવીના ગૃહનાં દ્વાર પાંચ સો ધનુષ ઉંચાં, અઢી સો ધનુષ પહોળાં અને અઢી સો ધનુષ પ્રવેશવાળાં છે તેમ આ ચૈત્યનાં દ્વારે પણ તેટલા જ પ્રમાણુવાળાં છે. (૧) તથા ( કુ) બાકીનાં વેતાત્યનાં કટો ઉપર (તાલા) પ્રાસાદ એટલે કીડાગૃહે છે તે ( ) અર્ધ કેશ અને એક કેશ (વિસ્તારવાળા અને ઉંચા છે. એટલે કે અર્ધ કેશ લાંબા પહોળા અને એક કેશ ઉંચા છે. (૭૨). હવે તે ફૂટ વિસ્તાર વિગેરે કહે છે. गिरिकरिकूडा उच्च-तणाउ समअध्धमूलवाररुंदा । रयणमया णवरि विअ-ड्डमज्झिमा तिति कणगरूवा ॥७३॥ અર્થ—(જિાર) ગિરિના કૂટ અને (રિડા) કરિકૂટ (૩થMIT૩) ઉંચપણમાં (સન) તુલ્ય અને (ક) તેથી અર્ધ (મૂહુવહિવા) અનુક્રમે મૂળમાં અને ઉપર વિસ્તારવાળા છે એટલે કે જેટલા ઉંચા છે તેટલા મૂળમાં વિસ્તારવાળા છે અને તેથી અર્ધ શિખર ઉપર વિસ્તારવાળા છે. જેમકે બલકૂટ, હરિસ્સહકૂટ અને હરિકૂટ એ ત્રણ સહસાંકફૂટ હજાર યોજન ઉંચા છે તેથી હજાર જન મૂળમાં વિસ્તારવાળા અને પાંચ સો જન શિખર ઉપર વિસ્તારવાળા છે. તથા છ કુલગિરિના પદ કૂટ, સોળ વક્ષસ્કારના ૬૪ કૂટ, ચાર ગજદંતાના ૩૦ ફૂટ, નંદનવનના ૮ ફૂટ તથા કરિકૂટ ૮ સર્વ મળીને ૧૬૬ કૂટ જે કહ્યા છે તે ૫૦૦ જન ઉંચા કહ્યા છે તેથી ૫૦૦ યજન મૂળમાં વિસ્તાર વાળા અને ૨૫૦ જન શિખર ઉપર વિસ્તારવાળા છે, તથા ભરતને એક કૂટ, ઐરવતને એક કૂટ અને બત્રીશ વિજયના વૈતાઢ્યના બત્રીશ કૂટ મળી કુલ ૩૪ ઋષભકૂટો પચીશ યેાજન ઉંચા છે તેથી તેઓ પચીશ પેજન મૂળમાં વિસ્તારવાળા છે અને સાડાબાર જન શિખર ઉપર વિસ્તારવાળા છે. ઈત્યાદિ જાણવું. તથા આ કૂટો ઉપર નીચેથી ચડતાં અનુક્રમે વિસ્તાર ઘટતું જાય અને ઉપરથી નીચે ઉતરતાં વિસ્તાર વધતો જાય, તે બાબતની ગણતરી જગતીની જેમ જાણી
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy