SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રી લઘુક્ષેત્રસમસ. જ કહી છે. તે આ પ્રમાણે –“જબૂદ્વીપને લવણદધિ ૧, ધાતકી ને કાલેદધિ ૨, પુષ્કરવર ૩, વરૂણ ૪, ક્ષીર ૫, ધૃત , ઈશુ ૭, નંદીશ્વર ૮, અરૂણવર ૯, કુંડલ ૧૦, રૂચક ૧૧.” વિગેરે. (૩). હવે રૂચક પર્વત ઉપર દિકુમારિકાઓને નિવાસ છે તે કહે છે– तस्स सिहरम्मि चउदिसि, बीअसहसीगिगु चउत्थि अट्ठट्ठा। विदिसि चऊ इअ चत्ता, दिसिकुमरी कूडसहसंका ॥४॥२६०॥ અર્થ(તર ) રૂચકદ્ધીપની મધ્યે વલયને આકારે રહેલા તે રૂચક. પર્વતના (લિમિ ) ચાર હજાર ને વશ ૪૦૨૪ જનના વિસ્તારવાળા શિખર ઉપર (રવિણ) પૂર્વાદિક ચાર દિશાએ (વીગતરિ) બીજા હજારને વિષે એટલે એક હજાર યોજન મૂકીને આગળ જઈએ ત્યાં (નિy ) એક એક કૂટ છે, તથા (૩ીિ) ચેથા હજારને વિષે (ગા) આઠ આઠ ફૂટ છે. આ આઠ આઠ ફૂટ દિકુમારીને જ કહ્યા છે, નહીં તો ચારે દિશામાં તે કૂટની વચ્ચે એક એક સિદ્ધકૂટ પણ હોવાથી કૂટ તે નવ નવ છે એમ વૃદ્ધો કહે છે. તથા તે જ ચોથા હજારવાળા ભાગમાં (વિહિતિ) ચાર વિદિશાને વિષે એકેક–એમ (a) ચાર (કરા ) સહસ્ત્રાંક નામના કૂટે છે. તે એક હજાર યોજન મૂળમાં વિસ્તારવાળા, એક હજાર યોજન ઉંચા અને પાંચ સો જન શિખર પર વિસ્તારવાળા છે. (૩) આ પ્રમાણે (દત્તા) કુલ ચાલીશ કૂટે છે તે ઉપર (શિલિમ) ચાલીશ દિકુમારિકાઓ રહે છે. તેમનાં નામ આ પ્રમાણે-નંદાત્તરા ૧, નંદા ૨, સુનંદા ૩, નંદિવધિની ૪, વિજયા ૫, વૈજયંતી ૬, જયંતી ૭ અને અપરાજિતા ૮. આ આઠ પૂર્વરચકમાં વસનારી છે. તથા સમાહારા ૧, સુપ્રદત્તા ૨, સુપ્રબુદ્ધા ૩, યશોધરા ૪, લક્ષ્મીવતી ૫, શેષવતી ૬, ચિત્રગુપ્તા ૭ અને વસુંધરા ૮. આ આઠ દક્ષિણરૂચકમાં વસનારી છે. તથા ઇલાદેવી ૧, સુરાદેવી ૨, પૃથિવી ૩, પદ્માવતી ૪, એકનાસા ૫, અનવમિકા ૬, ભદ્રા ૭ અને અશોકા ૮. આ આઠ પશ્ચિમરૂચકમાં વસનારી છે. તથા અલંબુસા 1, મિશ્રકેશી ૨, પુંડરીકા ૩, વારૂણું ૪, હાસા ૫, સર્વપ્રભા ૬, શ્રી ૭ અને હી ૮. એ આઠ ઉત્તરરૂચકમાં વસનારી છે. તથા ચિત્રા ૧, ચિત્રકનકા ૨, તેજા ૩ અને સુદામિની ૪. એ ચાર દિર્કીમારીઓ રૂકપર્વતની વિદિશાના ચાર કૂટ પર વસનારી છે, તથા રૂપ ૧, રૂપાંતિકા૨, સુરૂપ ૩ અને રૂપવતી ૪ એ ચાર મધ્યરૂચકમાં વસનારી છે. આ સર્વે મળીને ચાલીશ દિમારીઓ તથા પહેલાં જબૂદ્વીપના વર્ણનમાં કહેલી ઊર્વીલોકવાસી અને ૧ આ ચાલીશની સંખ્યા મધ્ય રૂચકવાસી ૪ ભેળી ગણીએ ત્યારે થાય છે. તે સિવાય કુટ પર વસનારી તે ૩૬ જ છે.
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy