SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ઈન શ ન ૧૮ વર્ષ પૂર્વે વિ.સં. ૨૦૫૧ માં જેનો પ્રથમ ભાગ પ્રકાશિત • થયેલો હતો તે મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી વાચક વિરચિત દ્વાત્રિશત્ કાત્રિશિકા ગ્રન્થના સ્વોપજ્ઞવૃત્તિ સહિત ભાવાનુવાદના બીજા ભાગને પ્રકાશિત કરતાં અમો ખૂબ આનંદ અનુભવીએ છીએ. ભાવાનુવાદ કરનાર સાધ્વગણનાયક પૂ.આ. શ્રીમદ્વિજય અભયશેખરસૂરીશ્વરજી મ.સા. કોઈપણ પદાર્થના ઊંડાણમાં ઉતરીને સૂક્ષ્મ રહસ્યાર્થી પ્રકાશિત કરવાનો માર્ગસ્થ ક્ષયોપશમ ધરાવે છે એ વાત શ્રીસંઘમાં સુપેરે પ્રસિદ્ધ છે. એ જ ક્ષયોપશમના આધારે પ્રસ્તુત ભાવાનુવાદમાં પણ, આ ગ્રન્થના પૂર્વ પ્રકાશિત વિવેચનોમાં જોવા ન મળતા ઢગલાબંધ રહસ્યાર્થી પ્રગટ થયા છે. આવા અનેક રહસ્યાર્થોથી ભરેલા આ ગ્રન્થના શેષભાગનો ભાવાનુવાદ તથા અન્ય પણ અનેક ગ્રન્થોના ભાવાનુવાદ પૂજ્યશ્રી તૈયાર કરે એવી વિનંતી સાથે પૂજ્યશ્રીના ચરણોમાં ભાવભરી વંદના. શ્રી ચતુર્વિધ સંઘને આ ભાવાનુવાદનો સહારો લઈ રહસ્યાર્થો પામવા માટે નમ્ર વિનંતી. પ્રસ્તુત ગ્રન્થના પ્રકાશનનો સંપૂર્ણ આર્થિક લાભ પોતાના જ્ઞાન ખાતેથી લેનાર શ્રી માટુંગા જૈન શ્વે. મૂર્તિ. તપાગચ્છ સંઘને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે અભિનંદન. આ ગ્રન્થનું સુંદર મુદ્રણ કરી આપનાર ભરત ગ્રાફિક્સના પૂરા સ્ટાફને ધન્યવાદ. દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વિ. શાહ * પ્રસ્તુત પ્રકાશનનો સંપૂર્ણ લાભ પોતાના જ્ઞાનનિધિમાંથી લેનાર 38. શ્રી માટુંગા જેન જે.મૂ. તપાગચ્છ સંઘન ફરી ફરી ધન્યવાદ *
SR No.022085
Book TitleDwatrinshad Dwatrinshika Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2013
Total Pages314
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy