SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ द्वात्रिंशद्वात्रिंशिका वदन्ति गृहिणां मध्ये पार्थस्थानामवन्द्यताम्। यथाच्छन्दतयात्मानमवन्धं जानते न ते।।१६।। वदन्तीति । परदोषं पश्यन्ति, स्वदोषं च न पश्यन्तीति महतीयं तेषां कदर्थनेति भावः ।।१६।। આ સ્વેચ્છાચારી સાધુઓ ગૃહસ્થોની સભામાં શિથિલાચારી બનેલા પાસત્થાઓને અવન્દ તરીકે જણાવે છે, પણ “સ્વયં પણ યથાછન્દ બન્યા હોવાના કારણે અવન્દ છે' એ વાત તેઓ જાણતા નથી. પાસત્યા જેમ અવન્ય છે તેમ યથાછંદ પણ અવન્ય છે જ. કહેવાનો ભાવ એ છે કે તેઓ પરદોષને (પાસત્થાઓના દોષને) જુએ છે અને તેથી અવન્દ કહે છે) અને પોતાના યથાછંદપણાંના દોષને જોતા નથી અને (તેથી તે જાતને અવન્દ માનતા નથી.) એટલે આ તેઓની બહુ મોટી કદર્થના છે./૧લાાં આિ સ્વેચ્છાચારીઓ પણ પોત પોતાની બુદ્ધિ પ્રમાણે તર્ક પૂર્વક વધુ આરાધના થાય એવા આચારપાલનમાં તત્પર દેખાય છે. તો તેઓના એ ઉધત આચારથી તેઓ મોક્ષમાર્ગમાં આગળ તો વધશે જ ને? એવી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે...] तम्हा सव्वाणुन्ना सव्वनिसेहो च पवयणे नत्थि। आयं वयं तुलिज्जा लाहाकंखिव्व वाणियओ।। અને પ્રસ્તુત ગ્રન્થમાં (૩-૫)મી ગાથાनिषेधः सर्वथा नास्ति विधिर्वा सर्वथाऽऽगमे। आय व्ययं च तुलयेल्लाभाकांक्षी वणिग्यथा ।। બન્નેનો અર્થ - (તેથી) પ્રવચનમાં = આગમમાં કોઇપણ વાતનો સર્વથા નિષેધ નથી કે સર્વથા અનુજ્ઞા નથી. લાભાકાંક્ષી વાણિયાની જેમ આય-વ્યયનો હિસાબ લગાવી પ્રવૃત્તિ યા નિવૃત્તિ કરવી. શાસ્ત્રોમાં ડગલે ને પગલે વિધાન કે નિષેધ હોવા છતાં એ વિધાન-નિષેધ સર્વથા (એકાન્ત) હોતા નથી. દેશકાળાદિને અનુસરીને વિહિત ચીજ નિષિદ્ધ ને નિષિદ્ધ ચીજ વિહિત બની શકે છે. કોઇપણ પરિસ્થિતિમાં જેનું આચરણ વિરાધના રૂપે જ રહે, માર્ગ રૂ૫ ન જ બને એવી ચીજ તો એક માત્ર મૈથુન છે. કહ્યું છે-- न य किंचि अणुन्नायं पडिसिद्धं वा वि जिणवरिंदेहिं । मोत्तुं मेहुणभावं न तं विणा रागदोसेहिं ।। અર્થ - શ્રીજિનેશ્વર ભગવંતોએ કોઇ ચીજની સર્વથા અનુજ્ઞા આપી નથી કે મૈથુન સિવાય અન્ય કોઇ ચીજનો સર્વથા નિષેધ કર્યો નથી. મૈથુનનો સર્વથા નિષેધ એટલા માટે છે કે એ રાગ-દ્વેષ વિના થઇ શકતું નથી. જેનાથી રાગ-દ્વેષની હાનિ થાય એવી તો કોઇ પણ પ્રવૃત્તિ આચરણીય છે એમ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ અનેક ગ્રન્થોમાં ઉપસંહાર રૂપે જણાવે છે-- किं बहुना इह जह जह रागद्दोसा लहुं विलिज्जति । तह तह पयट्टिअव्वं एसा आणा जिणिंदाणं ।। અર્થ - વધારે શું કહેવું? “જે જે રીતે રાગ-દ્વેષ શીધ્ર વિલીન થતા જાય છે તે રીતે પ્રવર્તવું' આ શ્રીજિનેશ્વરદેવની આજ્ઞા આ બધા ગ્રન્થાધિકારો પરથી સ્પષ્ટ છે કે, શાસ્ત્રમાં સામાન્યથી નિષેધ મળતો હોવા માત્રથી, તે તે ફેરફાર સંવિગ્ન ગીતાર્થો દેશ-કાળાદિને જોઇને પણ કરી ન જ શકે... એવો બધો ફેરફાર શાસ્ત્રવિરુદ્ધ જ હોય. વિરાધનારૂપ જ હોય... આવી બધી વાતો સત્યથી વેગળી છે. તેથી જ ઉપાધ્યાયજી મહારાજે પણ આ માર્ગ દ્વાáિશિકાની આઠમી ગાથામાં, કલ્પપ્રાચરણાદિ જીત રૂપ જે છે અને શ્રાદ્ધમમત્વાદિ વિરાધનારૂપ જે છે એના કારણ તરીકે એમ નથી કહ્યું કે “કલ્પપ્રાવરણાદિ શાસ્ત્રનિષિદ્ધ નથી માટે જીત રૂપ છે જ્યારે શ્રાદ્ધમમત્વાદિ શાસ્ત્રનિષિદ્ધ છે માટે વિરાધનારૂપ છે,’ કિન્તુ એમ કહ્યું છે કે 'કલ્પપ્રાચરણાદિ તત્ત્વજ્ઞાનથી થયેલા છે માટે જીત છે અને શ્રાદ્ધમમત્વાદિ મોહથી (= રાગ-દ્વેષથી) થયેલા છે માટે “વિરાધના' છે.'
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy