SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ मार्ग-द्वात्रिंशिका ६९ व्यवस्थितस्य चानुपस्थितेः सामान्यत एव तदनुमानात्, तदिदमुक्तं 'आयरणा वि हु आणत्ति' । वस्तुत અનુમાન કર્યા પછી જ સજ્જનો એ પ્રવૃત્તિ કરે. એટલે કે આગમમૂલકત્વના અનુમાન પછી પ્રવૃત્તિ માટે વિધિ પ્રત્યયના અર્થરૂપ જે ઇષ્ટસાધનતા તેના બોધ માટે કરવામાં આવતી કલ્પના (અનુમાન) રૂપ દ્વારનું વ્યવધાન થયું. વિધ્યર્થબોધકલ્પના...ઇત્યાદિ જે પદ છે તેનો સમાસ વિધ્યર્થબોધાય કલ્પના એવો કરવો. અથવા કલ્પનાનો અર્થ અનુમિતિ કરીએ તો વિધ્યર્થબોધરૂપા કલ્પના વિધ્યર્થબોધકલ્પના એવો સમાસ કરવો. અથવા તો ત્યાં પ્રતમાં કદાચ લહિયાથી અશુદ્ધિ થઇ ગઇ હોય અને શુદ્ધપાઠ વિધ્યર્થબોધકકલ્પના...ઇત્યાદિ હોય. એવો પાઠ જો હોય તો અર્થ આવો થાય કે વિધ્યર્થ જે ઇષ્ટસાધનતા તેની બોધક જે કલ્પના (અનુમાન)...] આવું વ્યવધાનભૂત જે અનુમાન કરવું પડે છે એમાં આપત્તિ એ આવે કે “પ્રવર્તકતા શબ્દસાધારણ હોય છે એટલે કે “જે કોઇ પ્રવર્તક હોય તે શબ્દ હોય' એવી જે માન્યતા છે તેની ક્ષતિ થઇ જાય. કારણકે વિધિ પ્રત્યયને જે પ્રવર્તક માનવામાં આવે છે તે પણ ઇષ્ટસાધનતાબોધકત્વરૂપે. (જુઓ ધર્મપરીક્ષા ગાથા ૫૫ ની વૃત્તિ). એટલે જણાય છે કે જેમાં ઇષ્ટસાધનતાબોધકત્વ હોય તે પ્રવર્તક બને. પ્રસ્તુતમાં આ ઇષ્ટસાધનતાબોધકત્વ “વિવક્ષિત આચરણ ઇષ્ટસાધન છે, કેમકે આગમમૂલક છે' એવા અનુમાનમાં આવ્યું. તેથી અનુમાન પ્રવર્તક બનવાથી ઉક્તમાન્યતાની ક્ષતિ થાય. એટલે પહેલાં કહ્યું તેમ માનવું પડે છે કે ગીતાર્થના આચરણ પરથી માત્ર આગમૂલકત્વનું અનુમાન નથી કરાતું, કિન્તુ આગમબોધિતખોપાયતાકત્વનું અનુમાન કરાય છે. આમાં ઇષ્ટોપાયત્વ આગમથી જણાયેલું કલ્પવાનું હોવાથી ‘પ્રવર્તકતા શબ્દ સાધારણ હોય છે એવી માન્યતા બાધિત થતી નથી. [આમાં એ આગમવચન કેવા શબ્દોવાળું હોય એ જાણવાની આવશ્યકતા રહેતી નથી અને સામાન્યથી આ અનુમાન થાય છે એ જાણવું] પ્રશ્ન – પ્રવૃત્તિ માટે તો માત્ર ઇષ્ટસાધનતાનું જ્ઞાન આવશ્યક છે. એટલે પ્રસ્તુતમાં પણ માત્ર ઇષ્ટોપાયતાકત્વનું અનુમાન માનો ને! આગમબોધિતwોપાયતાકત્વનું અનુમાન માનવાની શી જરૂર છે? અર્થાત્ એમાં “આગમ' ને ઘુસાડવાની શી જરૂર છે? ઉત્તર – સામાન્યજનની પ્રવૃત્તિ જોઇને ચાલતી અંધ પરંપરામાં પણ એ અંધપરંપરા ચલાવનારાઓ “ફલાણો આ પ્રવૃત્તિ કરે છે તો આપણે પણ કરીએ, આપણને પણ એનાથી કંઇક ઇષ્ટલાભ થશે' ઇત્યાદિ રૂપે એમાં ઇષ્ટોપાયત્વનું અનુમાન કરીને જ એ પ્રવૃત્તિ કરે છે, અને તેમ છતાં એ અંધપરંપરારૂપ બને છે. એટલે પ્રસ્તતમાં સજ્જનોની વિવક્ષિત પ્રવૃત્તિ માટે પણ, જો એ માત્ર ઇટ્ટોપાયત્વના અનુમાનથી થયેલી હોય તો અંધપરંપરાની શંકા ઊભી થઇ શકે છે. એટલે એ શંકાને દૂર કરવા માટે પ્રસ્તુતમાં “આગમ' નું ગ્રહણ કર્યું [‘આગમબોધિતુષ્ટોપાયતાકત્વ' નું ક્લિષ્ટ અનુમાન અનુભવાતું નથી. એટલે ગ્રન્થકાર સ્વઅભિપ્રાય દેખાડવા વસ્તુતઃ વગેરે કહે છે–] વસ્તુતઃ તો યુક્તિસંગત શિષ્ટાચારથી જ ઇષ્ટસાધનત્વ રૂપ વિધ્યર્થ સિદ્ધ થઇ જાય છે. એટલે કે વિવક્ષિત આચરણ ઇષ્ટસાધન છે, કારણકે યુક્તિસંગત શિષ્ટાચાર (ગીતાર્થ આચરણ) રૂપ છે, જેમકે મહાવ્રતપાલન' આવા અનુમાન દ્વારા શિષ્ટાચાર જ ઇષ્ટસાધનત્વનો બોધ કરાવી દે છે. એટલે આગમથી ઇષ્ટસાધનતા જણાયેલી છે” ઇત્યાદિ માનવું આવશ્યક ન રહેવાથી એ માટે આગમાનુમાન કરવું પડતું નથી. [“યુક્તિસંગત' એવું જે શિષ્ટાચારનું વિશેષણ વાપર્યું છે એનાથી અંધપરંપરાની શંકા દૂર થઇ જાય છે એ જાણવું] વિળી આમ શિષ્ટાચારથી ઇષ્ટસાધનતાબોધ થવાથી શિષ્ટાચાર જ પ્રવર્તક બન્યો. તેથી પ્રવર્તકતા શબ્દસાધારણ હોય' એવા નિયમમાં ગ્રન્થકારને સ્વરસ નહીં હોય એમ લાગે છે. આ રીતે શિષ્ટાચાર
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy