SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ देशना-द्वात्रिंशिका उत्पन्नमविनष्टं च बीजं कोष्ठगतं यथा। परस्परविभिन्नोक्तपदार्थविषयं तु न।।११।। उत्पन्नमिति । उत्पन्नमित्यत्र प्राक्तनपंचम्यन्तस्यान्वयः, ज्ञानमिति व्यवहितोत्तरश्लोकस्थमत्रानुषज्यते । શ્રુતજ્ઞાન હોય છે. [કોઠારમાં રહેલા અવિનષ્ટ બીજમાંથી અંકુરો વગેરેની પ્રાપ્તિ થતી નથી, તેમ છતાં અંકુરા વગેરેની પ્રાપ્તિની યોગ્યતા રહી હોય છે, કેમકે અવિનષ્ટ છે, માત્ર એવી યોગ્ય સામગ્રી મળવી જોઇએ. એમ આ શ્રુતજ્ઞાનમાં ચિન્તા-ભાવના જ્ઞાનસંબંધી બોધ પ્રાપ્ત થતા નથી, તેમ છતાં મિથ્યા અભિનિવેશથી મુક્ત હોઇ એ બોધની યોગ્યતા રહી હોય છે. માત્ર એ માટે યોગ્ય પ્રજ્ઞાપક વગેરેની સામગ્રી જોઇએ. પોતે જેવો અર્થ કર્યો હોય તેનો મિથ્યાઅભિનિવેશ જ થઇ જાય તો એનું જ્ઞાન “શ્રુતજ્ઞાન' નથી રહેતું, મિથ્યાજ્ઞાન થઇ જાય છે, એ વિનષ્ટબીજ સમાન જાણવું] વળી આ શ્રુતજ્ઞાન પરસ્પર જે પદાર્થ વિભિન્ન કહ્યા હોય છે તેના વિષયનું હોતું નથી, કેમકે એ સંદેહરૂપ હોઇ અજ્ઞાન છે. આમ અહીં પરસ્પર વિભિન્નોક્ત પદાર્થ વિષયનો વ્યવચ્છેદ કર્યો છે. આના સ્થાને કેટલાક વિદ્વાનો વાર્થમાત્ર વિષયનો વ્યવચ્છેદ હોવો કહે છે. તેઓએ આ વ્યવચ્છેદ, પદાર્થ-વાક્યાર્થ-મહાકાવ્યાર્થ-ઔદંપર્યાર્થ બોધ રૂપે થતા એક દીર્ઘ ઉપયોગમાં સંકળાયેલા પદાર્થ (પદથી વાચ્યાર્થ) બોધનો ન માનવો જોઇએ, કેમકે શ્રુતજ્ઞાનમાં એવો બોધ હોય છે એવું ઉપદેશપદમાં કહ્યું છે. પણ, આવા દીર્ઘ ઉપયોગમાં નહીં સંકળાયેલ (સંકળાવવાની યોગ્યતા પણ નહીં ધરાવનાર), વાચ્યાર્થ (= પદાર્થ) માત્ર વિષયના બોધનો અહીં વ્યવચ્છેદ જાણવો. અથવા તો ત્યાં સ્વતંત્ર સંજ્ઞાનો વ્યવચ્છેદ જ ઇષ્ટ છે એમ માનવું જેથી કોઇ દોષ નથી. આશય એ છે કે વ્યાખ્યા વિનાનું કેવલ સૂત્ર મૂક છે, મૂંગા માણસની જેમ તે અંગુલીનિર્દેશાદિ સૂચન માત્ર કરી શકે છે. પણ અર્થની થતી વ્યાખ્યા જીભ સમાન છે. એટલે કે વ્યાખ્યા ગ્રન્થ જિજ્ઞાસુઓને સ્પષ્ટ અર્થબોધ કરાવે છે. સ્પષ્ટ અર્થબોધ માટે આવશ્યક વિસ્તૃત પ્રતિપાદન કરનાર વાક્ય સમૂહો એ વ્યાખ્યા છે, એ જ શબ્દારૂઢ થયેલો અર્થ છે. આ અર્થ = સૂત્રની વ્યાખ્યા કરનારા વાક્ય સમૂહો ચાર પ્રકારના છે. પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્ષાર્થ ને એદંપર્યાર્થ. શબ્દો સાંભળવા માત્રથી જે યથાશ્રુત સામાન્ય અર્થ ભાસે છે તેનું પ્રતિપાદક વચન એ પદાર્થ છે. જેમકે “દંતધ્વા નો ખૂમાં સર્વે’ આ સૂત્રના યથાશ્રુત અર્થનું પ્રતિપાદન કરનાર (૧) “જેનાથી કોઇપણ જીવને પીડા પહોંચે એવી મન-વચન કે કાયાથી કોઇપણ પ્રવૃત્તિ કરવી નહીં' આવું વ્યાખ્યા વાક્ય એ પદાર્થ છે. (૨) આટલી વ્યાખ્યા કરવા પર વ્યુત્પન્ન શ્રોતાને સ્વયં શંકા પડે છે અથવા વ્યાખ્યાતા સ્વયં તે શંકાને વ્યક્ત કરતું વ્યાખ્યા વાક્ય કહે છે - જો કોઇપણ જીવને પીડા પહોંચે એવી પ્રવૃત્તિ નિષિદ્ધ છે,તો શ્રાવકોએ જિનમંદિરનું નિર્માણ શી રીતે કરાવી શકાય? (અર્થાત્ કરાવી શકાય નહીં), કારણકે એમાં તો ઘણા ત્ર-સ્થાવર જીવોને પીડા પહોંચે જ છે – આવું વાક્ય એ જ વાક્યર્થ છે. આને જ “ચાલના' પણ કહે છે.(૩) આ સંદેહનું સમાધાન કરવા માટે વ્યાખ્યાતા જે કહે તે મહાવાક્યર્થ - (પ્રત્યવસ્થાન) છે. અર્થાત્ “અવિધિથી જિનાલય વગેરે કરાવવા એ દોષરૂપ છે, માટે વિધિતત્પર બનવું. “દંતધ્યા નો મૂડ બ્રે' વગેરે વાક્યમાં જે નિષેધ છે તે અવિધિકૃત હિંસાનો નિષેધ છે. – સંયમરક્ષાર્થે નદી ઉતરવી વગેરે વિહિત પ્રવૃત્તિ સિવાયની પ્રવૃત્તિમાં થતી હિંસાનો નિષેધ છે. વળી આ વિહિત પ્રવૃત્તિ વખતે પણ, i પાર્થ નન્ને ડ્યિા ... વગેરે શાસ્ત્રદર્શિત વિધિના પાલન દ્વારા, શક્ય પરિહારવાળી પરપીડાનો પરિહાર તો કરવાનો જ હોય છે. આ રીતે આ અંશમાં પરપીડાપરિહાર જણાવનાર સૂત્ર પણ અનુસરાતું હોવાથી વિધિતત્પર અવશ્ય બનવું જોઇએ.' ઇત્યાદિ વચનપ્રયોગો એ મહાવાક્યર્થ છે. (૪) મહાવાક્યર્થ રૂપે સમાધાન આપવા છતાં, શંકા રહ્યા કરે કે ભલે ને જિનમંદિરનાં નિર્માણાદિ શ્રાવકો
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy