SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ दान-द्वात्रिंशिका નથી. (૩) પણ તેવું જ અનુષ્ઠાન જો બોધિપ્રાપ્તિ વગેરે લાભને નજરમાં રાખીને કરવામાં આવતું હોય તો એ પાછું અનુકંપાદાન બને છે. કારણ કે બોધિપ્રાપ્તિ વગેરે દ્વારા ચૌદ રાજલોકમાં અભયદાનનો પડહ વાગે છે. ઉપદેશમાલામાં કહ્યું છે કે – 'सयलम्मिवि जियलोए तेण इहं घोसिओ अमाघाओ। इक्कंपि जो दुहत्तं सत्तं बोहेइ जिणवयणे ।।२६८।। અર્થ “સંસારના દુઃખથી આર્ત થયેલા એક પણ જીવને જે જિનવચનનો બોધ (સમ્યક્તાદિ) પમાડે છે તેણે આ સકલ જીવલોકમાં અમારીની ઘોષણા કરાવેલી જાણવી.' આમ, આમાં, ઉદ્ધારાતા દુઃખોનું જ પ્રમાણ વધી જવાથી અનુકંપા અક્ષત રહે છે. જો કે આવા અનુષ્ઠાનમાં અન્ય જીવોને થનારા બોધિપ્રાપ્તિ વગેરેનો જ મુખ્ય ઉદ્દેશ હોવાથી એમાં દ્રવ્ય અનુકંપા નહિ, પણ ભાવઅનુકંપા જાણવી. વળી, આ અનુષ્ઠાનથી અન્ય જીવોને બોધિપ્રાપ્તિ થશે ઇત્યાદિ અવિતથ નિર્ણય માટે સૂક્ષ્મ બોધ આવશ્યક છે. એવો સૂક્ષ્મબોધ વેદ્યસંવેદ્યપદે રહેલા જીવોને જ હોય છે, માટે ગ્રન્થકારે એ પ્રમાણે કહ્યું છે. વેદસંવેદ્યપદનો આશય પેદા થયો હોય તો જ નિશ્ચયની અનુકંપા હોય છે એવું જ કહ્યું છે તે પણ આવી ભાવઅનુકંપાના અભિપ્રાય જાણવું. નહિતર નેશ્ચયિક દ્રવ્યઅનુકંપા તો અવેદ્યસંવેદ્યપદસ્થને પણ સંભવે છે. પ્રભુ મહાવીર દેવે જે કહ્યું છે કે- “મો મેદા!તાનીવાળુવા રિત્તીગો તે સંસારો' તેનાથી જણાય છે કે અવેદ્યસંવેદ્યપદે રહેલા માર્ગાનુસારી મિથ્યાત્વી એવા એ (મઘકુમારના જીવ) હાથીમાં અનુકંપા વિદ્યમાન હતી. (૪) ઔચિત્યને જાળવીને અનુકંપાદાન દેવું એ બધા માટે ધર્મ રૂપ છે. એટલે દશાવિશેષમાં સાધુએ અનુકંપાદાન દેવું પણ નિષિદ્ધ નથી. “આ વરાક સંસારસમુદ્રમાંથી કઇ રીતે વિસ્તાર પામે?' એવા ભાવથી જ અપાયેલું હોઇ એ અનુકંપાદાન સ્વકીયસંસારનિસ્તારને રુંધે એવો પુણ્યબંધ કરાવતું નથી. આમાં પણ જન્માવેન કયા પુણ....' એ ન્યાય લગાડવો. સુપાત્રદાનથી બોધિપ્રાપ્તિ આદિનો જે લાભ થાય છે તેમાં પણ આ જ ન્યાય લગાડવો. (૫) ગુણવાનની ભક્તિના અભિપ્રાયથી થતી સાધર્મિક વાત્સલ્ય વગેરે શુભપ્રવૃત્તિમાં જયણા અને વિધિનું જો સંપૂર્ણ પાલન હોય તો પાપકર્મબંધરૂપ અલ્પ પણ દોષ લાગતો નથી,પ્રચુર નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યબંધ રૂપ લાભ જ થાય છે. એ માટે કૂપખનન દૃષ્ટાન્તનું અર્થઘટન આવું જાણવું- જેમ કૂપખનન સ્વ-પરને નિર્મળજળ ઉપકાર કરનારું છે તેમ સાધર્મિકવાત્સલ્ય કરણ- અનુમોદન દ્વારા સ્વ-પરને પુણ્યબંધ વગેરે ઉપકાર કરનારું છે. સાધર્મિક વાત્સલ્યમાં જો જયણા કે વિધિની થોડી ઘણી ખામી રહેલી હોય, પણ શુભભાવોલ્લાસ જોરદાર હોય તો અલ્પપાપબંધ અને વિપુલનિર્જરા-પ્રચુરપુણ્યબંધ થાય છે. એવે વખતે કૂપદૃષ્ટાન્તનું અર્થઘટન આવું જાણવું - જેમ કૂવો ખોદવામાં પ્રારંભે કાદવથી ખરડાવું, શ્રમ, તૃષાવૃદ્ધિ વગેરે દોષ થાય છે. પણ છેવટે નિર્મળપાણી પ્રાપ્ત થતાં એ પાણીથી જ એ બધું દૂર થઇ જાય છે અને સ્વ-પરને અન્ય પણ ઘણો લાભ થાય છે, તેમ સાધર્મિકવાત્સલ્ય વગેરેમાં અવિધિ-અજયણાના કારણે થયેલી હિંસા વગેરેથી અલ્પ પાપબંધ વગેરે દોષ લાગે છે, પણ જે જોરદાર શુભભાવોલ્લાસ જાગે છે તેનાથી એ પાપબંધ રૂપ દોષ હણાઇ જઇ વિપુલનિર્જરાપ્રચુરપુણ્યબંધ રૂ૫ લાભ થાય છે. લુબ્ધ કદષ્ટાન્તભાવિત મુગ્ધ જીવ સંયતને જે અશુદ્ધદાન આપે છે તેમાં પણ આ જ પ્રમાણે જાણવું, એટલે કે એની અવિધિ વગેરેના કારણે એને અલ્પ પાપબંધ થાય છે, અને શુભભાવના કારણે પ્રચુરકર્મનિર્જરા થાય છે.
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy