SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ २८ द्वात्रिंशद्वात्रिंशिका कोऽपि द्रव्यतः दोषो जायते स कूपज्ञातेन = आगमप्रसिद्धकूपदृष्टान्तेन यतनावतः = यतनापरायणस्य नानिष्टः, स्वरूपतः सावद्यत्वेऽप्यनुबन्धतो निरवद्यत्वात् । तदिदमुक्तम् * जयमाणस्स भवे विराहणा सुत्त - विहिसमग्गस्स । सा होइ णिज्जरफला अज्झत्थविसोहिजुत्तस्स ।। [ ओ. नि. ७ / ५९ ] अत्र हि अपवादपदप्रत्ययाया विराधनाया व्याख्यानात् फलभेदौपयिको ज्ञानपूर्वकत्वेन क्रियाभेद एव लभ्यते । यत्तु 'वर्जनाभिप्रायजन्यां निर्जरां प्रति जीवघातपरिणामाजन्यत्वेन जीवविराधनायाः प्रतिबन्धकाभावत्वेनैवात्र हेतुत्वमिति' कश्चिदाह એ નિરવઘ હોય છે. [જ઼િનભવનાદિ વિહિત કાર્યો વિધિપૂર્વક અને જયણાપૂર્વક કરવામાં જે દ્રવ્યહિંસા થાય છે તે ૫૨માર્થથી અહિંસા રૂપ હોય છે એ વાતનું પ્રતિપાદન ઉપદેશપદમાં પદાર્થ-વાક્યાર્થે વગેરેની વિચારણાના અધિકા૨માં કર્યું છે.] માટે જ વિધિ-જયણા વગેરેથી યુક્ત પ્રવૃત્તિમાં થતી આવી દ્રવ્યવિરાધનાને નિર્જરાફળક કહી છે. ઓઘનિર્યુક્તિ (૭૫૯) અને પિšનિર્યુક્તિ (૭૬૦) માં કહ્યું છે કે ‘સૂત્રવિધિસમગ્ર, અધ્યાત્મવિશોધિયુક્ત અને જયણાપૂર્વક પ્રવર્તનારથી જે વિરાધના થાય છે તે નિર્જરાત્મક ફળવાળી બને છે.’ આ શ્લોકની વ્યાખ્યામાં એવું જણાવ્યું છે કે અહીં ‘વિરાધના’ તરીકે અપવાદપદ પ્રત્યયિક વિરાધના લેવાની છે. આધાકર્મગ્રહણ, નદી ઉત૨વી વગેરે રૂપ આપવાદિક પ્રવૃત્તિઓમાં (જીવઘાતાદિરૂપ) વિરાધના થવાની જાણકારી હોય જ છે. તેમ છતાં, સંયમરક્ષા-જ્ઞાનવૃદ્ધિ વગેરેના ઉદ્દેશથી એ પ્રવૃત્તિ ક૨વામાં આવે છે. એટલે જ્ઞાનપૂર્વક થનારી એવી પણ આ વિરાધના અન્ય વિરાધના કરતાં વિલક્ષણ હોય છે એવું નિર્ભીત થાય છે. માટે કર્મબંધફલક એવી અન્યવિરાધનાથી વિલક્ષણક્રિયા રૂપ હોઇ અહિંસાપાલન જેમ કર્મનિર્જરા રૂપ ભિન્ન ફળનું કારણ બને છે તેમ આ આપવાદિક વિરાધનારૂપ વિલક્ષણ ક્રિયા પણ કર્મનિર્જરારૂપ ભિન્ન ફળનું કારણ બને છે. [તેથી જયણા વગેરે જેમ સીધા જયણાવગેરે રૂપે જ નિર્જરાના કારણભૂત છે, પણ પ્રતિબંધકાભાવરૂપે નહિ, તેમ આ આપવાદિકી વિરાધના પણ સીધી વિલક્ષણક્રિયા રૂપે જ નિર્જરાના કારણભૂત બને છે, પ્રતિબંધકાભાવરૂપે નહિ. તેથી] ‘ઓનિર્યુક્તિની ઉક્ત ગાથામાં જે નિર્જરા કહી છે તે વર્જનાભિપ્રાય (વિરાધનાને વર્જવાના અભિપ્રાય) જન્ય છે અને તેના પ્રત્યે જીવવિરાધના પ્રતિબંધકાભાવરૂપે કારણ છે, કારણકે એ વિરાધના જીવઘાતપરિણામ જન્ય (જીવોને મારવાના પરિણામથી જન્ય) હોતી નથી' આવું કોક સાહસિક વિવેચનકારે જે કહ્યું છે તેમાં તે વિવેચક નું અપૂર્વ જ વ્યાખ્યાન(!) તેમજ અપૂર્વ જ તર્ક કરવાની કુશળતા(!) જણાય છે. [એટલે કે એના વ્યાખ્યાન અને તર્ક અયોગ્ય છે.] કા૨ણકે એ વિવેચકે જીવવિરાધનાને નિર્જરા પ્રત્યે જે પ્રતિબંધક માની છે તે કઇ રીતે માની છે? કેવલ (કોઇપણ વિશેષણશૂન્ય-શુદ્ધ)વિરાધનારૂપે તો એ નિર્જરાની પ્રતિબંધક નથી. [કેમકે એવું હોય તો આપવાદિકી વિરાધનાથી પણ નિર્જરાનો પ્રતિબંધ થઇ જાય]. એટલે જો જીવઘાતપરિણામ વિશિષ્ટ વિરાધના (જીવને મારવાનો પરિણામ હોય અને થયેલી વિરાધના) રૂપે એને જો નિર્જરાની પ્રતિબંધક માનીએ તો જીવઘાતપરિણામ પણ દેવાનાંપ્રિય એવા એ વિવેચકના મતે નિર્જરાનો હેતુ બની જશે! કઇ રીતે? આ રીતે- જ્યાં વિશેષણયુક્ત વિશેષ્ય રૂપવિશિષ્ટની વાત હોય ત્યાં (જેમકે જલવિશિષ્ટ ઘટની વાત હોય ત્યાં) માત્ર વિશેષ્ય હોય તો પણ વિશિષ્ટનો અભાવ હોય છે જે વિશેષણાભાવપ્રયુક્ત હોય છે.(જેમકે ખાલી ઘડો હોય ત્યાં જલયુક્તઘટનો અભાવ હોય છે). એમ માત્ર વિશેષણ હોય તો પણ વિશિષ્ટનો તો અભાવ જ રહે છે(જેમકે જ્યાં પાણી છે, પણ ઘડો નથી ત્યાં). આ વિશિષ્ટાભાવ વિશેષ્યાભાવપ્રયુક્ત હોય છે. આથી જણાય છે કે જ્યાં વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ હોય છે ત્યાં માત્ર (શુદ્ધ) વિશેષ્ય જ હોય * या यतमानस्य भवेद्विराधना सूत्रविधिसमग्रस्य । सा भवति निर्जरफलाऽध्यात्मविशोधियुक्तस्य ।।
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy