SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ दान-द्वात्रिंशिका उत्तरगुणाशुद्धं वदेत्, शक्यपरित्यागबीजादिसंसक्तानादिस्थलेऽप्यप्रासुकानेषणीयपदप्रवृत्तिदर्शनात् । तेन चैवं यूकापरिभवभयात् परिधानं परित्यजताऽत्र = विषये सूत्रकृते भजनासूत्रं कथं दृष्टम्? एवं हि तदनाचारसूत्रे श्रूयते 'अहागडाइं(कम्माणि) जंति अन्नमन्ने सकम्मुणा । ૩વનિત્તે વિયજ્ઞા ૩yવનિત્તેત્તિ વા પુળો દિ. મૃ. ૧-૮ના ___ अत्र ह्याधाकर्मिकस्य फले भजनैव व्यक्तीकृता, 'अन्योऽन्यं' पदग्रहणेनार्थान्तरस्य कर्तुमशक्यत्वात्, स्वरूपतोऽसावध भजनाव्युत्पादनस्यानतिप्रयोजनत्वाच्चेति संक्षेपः ।।२६ ।। शुद्धं वा यदशुद्धं वाऽसंयताय प्रदीयते। गुरुत्वबुद्ध्या तत्कर्मबन्धकृन्नानुकंपया।।२७।। शुद्धं चेति(?वेति)। असंयताय यच्छुद्धं वाऽशुद्धं वा गुरुत्ववुद्ध्या प्रदीयते तदसाधुषु साधुसंज्ञया જાય ને, કારણકે એ પિંડ ગમે તે રીતે શુદ્ધ થયો હોય તો જ એના દાતાને આવું શુભફળ મળે, અન્યથા નહીં.” આવી કલ્પી લીધેલી આપત્તિ રૂપ જૂ થઇ જવાના ભયે, શુભભાવથી (અને લુબ્ધકદષ્ટાંત ભાવિત હોવાના કારણે) આધાકર્મનું દાન કરનાર મુગ્ધજીવને થનારી સૂત્રમાં પ્રતિપાદિત એવી બહુતરાનિર્જરાને ઊડાડવા રૂપ વસ્ત્રનો ત્યાગ કરવા તૈયાર થઇ ગયેલા તે વિવેચકે સૂયગડાંગમાં આવતા ભજનાસૂત્રનો અર્થ કઇ રીતે કર્યો છે? [‘સંથરમ મસુદ્ધ...” ઇત્યાદિ વચનથી, તથાવિધ કારણે આધાકર્માદિ અશુદ્ધ પણ લેનાર ગીતાર્થ વગેરે પદયુક્ત મહાત્મા તેમજ વિવેકી દાતા એ બન્નેને હિત થાય છે એવું જ જણાય છે તદ્રુપ વસ્ત્રને છોડવાની પણ આપત્તિ એ વિવેચક માટે જાણવી.] સૂયગડાંગમાં અનાચારશ્રુત અધ્યયનમાં (૨-૫-૮) કહ્યું છે કે “જેઓ અન્યોન્ય = પરસ્પર આધાકર્મનો ઉપયોગ કરે છે તેઓ સ્વકીય કર્મથી (સ્વકૃત આધાકર્મ ઉપભોગ જન્ય કર્મથી) લેપાયેલ જાણવા' આવો એકાન્ત ન કહેવો કે “સ્વકીય કર્મથી નહિ લેપાયેલા જાણવા' એવો એકાન્ત પણ ન કહેવો.” આ સૂત્રમાં આધાકર્મના ફળમાં ભજના હોવી જ વ્યક્ત કરી છે. એટલે આધાકર્મને એકાન્ત દુષ્ટ માનવાનું ન હોવાથી અન્યવિવેચકનો એ અભિપ્રાય યોગ્ય નથી. સૂત્રમાં “અન્યોન્ય' શબ્દ જે વપરાયો છે તેના કારણે અર્થાન્તર (બીજો અર્થ) કરી શકાતો નથી. [શંકા - “અહાગડાઇ' (“અહાકમ્માણિ') શબ્દ સૂત્રમાં જે વપરાયો છે તેનો અર્થ “યથાકૃત (યથાકર્મ) = ગૃહસ્થ પોતાને માટે સ્વાભાવિક રીતે બનાવેલ પિંડ' આવો થઇ શકે છે. એટલે ઉક્ત સૂત્રનો અર્થ આવો થઇ શકે છે કે “આવા યથાકૃત પિંડને ખાનાર કર્મથી લેપાય જ કે ન જ લેપાય એ બેમાંથી એકેય એકાત્ત કહેવો નહિ, કારણ કે જે રાગદ્વેષાદિ કરીને તેવા યથાકૃત પિંડને આરોગે છે તે કર્મથી લેપાય છે અને જે રાગદ્વેષ વિના આરોગે છે તે કર્મથી લેપાતા નથી. આમ આ સૂત્ર યથાકૃત પિંડના ફળ અંગે ભજના દેખાડે છે, આધાકર્મના ફળ અંગે નહિ. માટે આધાકર્મ તો એકાન્ત દુષ્ટ જ છે.] સમાધાન -] ઉક્તસૂત્રનો આ રીતે અર્થાન્તર કરી શકાતો નથી. વળી યથાકૃત પિંડ તો સ્વરૂપે નિર્દોષ હોય છે. એટલે એના ફળ તરીકે “એકાને કર્મબંધ થાય જ એવી શંકા પડવાનો પ્રશ્ન જ ન રહેવાથી એના વિશે વિકલ્પની સંગતિ કરી દેખાડવાનું કોઇ વિશેષ પ્રયોજન રહેતું નથી. માટે ઉક્ત સૂત્રનો આવો અર્થાન્તર કરીને આધાકર્મને અબાધિતપણે એકાન્ત દુષ્ટ માનવું વગેરે અયોગ્ય છે.રકા [બીજા ભાંગાની વિચારણા કરી. હવે ત્રીજા, ચોથા ભાંગાની વિચારણા કરવા ગ્રન્થકાર કહે છે–]. १ आधाकर्माणि भुजन्तेऽन्योन्यं स्वकर्मणा । उपलिप्तान विजानीयादनुपलिप्तानिति वा पुनः।।
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy