SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ वाद-द्वात्रिंशिका २२९ रोधात्, कार्यक्रमस्य च सामग्र्यायत्तत्वादित्याशयः। सिद्धान्तयति - न, तद्योगस्य = शरीरसंयोगस्याविवेचनात् । तथाहि - किमयमात्मशरीरयोभिन्नो वा स्यादभिन्नो वा? आद्ये तत्संवन्धभेदादिकल्पनायामनवस्था । अन्त्ये च धर्मिद्वयातिरिक्तसंवन्धाभावेऽतिप्रसंग इति ।।१८।। आत्मक्रियां विना च स्यान्मिताणुग्रहणं कथम्। વાર્થ સંયોમેટ્વિવેન્યના વાપિ યુથત? 9Tી. आत्मेति । आत्मनो यावत्स्वप्रदेशैरेकक्षेत्रावगाढपुद्गलग्रहणव्यापाररूपां क्रियां विना च मिताणूनां = नियतशरीरारम्भकपरमाणूनां ग्रहणं कथं स्यात्? संवद्धत्वाविशेषे हि लोकस्थाः सर्व एव ते गृह्येरन् न वा केचिदपि, अविशेषात् । अदृष्टविशेषान्मिताणुग्रहोपपत्तिर्भविष्यतीति चेत्? न, अदृष्टे पुण्यपापरूपे साङ्कर्याज्जातिरूपस्य विशेपस्यासिद्धेः, मिताणुग्रहार्थस्य विशेषस्य जातिरूपस्यादृष्टकल्पनापेक्षया क्रियावत्त्वरूકેમકે શરીરનો આત્મા સાથે આત્માથી સર્વથા ભિન્ન એવો જે સંયોગ છે તેને પણ આત્મામાં રહેવાનું હોઇ તેનો પણ આત્મા સાથે એક નવો સંબંધ જોઇશે. વળી એ નવા સંબંધને રહેવા એક ત્રીજો સંબંધ જોઇશે. આમ અનવસ્થા ચાલશે. એ સંયોગ આત્મા અને શરીરથી અભિન્ન છે એવો અન્ય વિકલ્પ જો માનવામાં આવે તો અતિ પ્રસંગ દોષ આવશે. કેમકે એવું માનવામાં માત્ર બે ધર્મીઓ જ માનવાના છે, ભિન્ન કોઇ સંબંધ તો માનવાનો નથી, એટલે બે ધર્મીઓ જુદા હોય ત્યારે પણ બેને સંબદ્ધ માનવા પડે./૧૮ [વિભુ આત્માનું શરીરગ્રહણ અસંભવિત) વિભુ આત્માના શરીરગ્રહણ અંગે અન્ય દોષો દેખાડતા ગ્રન્થકાર કહે છે..., આત્માની ક્રિયા ન હોય તો પરિમિત પરમાણુનું જ ગ્રહણ શા માટે થાય? વળી સંયોગભેદ વગેરે કલ્પના પણ કઈ રીતે ઘટે? આત્માની, પોતાના સર્વ આત્મપ્રદેશોથી તે તે આત્મપ્રદેશો જે આકાશક્ષેત્રને અવગાહીને રહ્યા હોય તે આકાશપ્રદેશોમાં રહેલા પુદ્ગલોનું ગ્રહણ કરવાના વ્યાપારરૂપ ક્રિયા જો ન હોય તો શરીર આરંભક પરિમિત પરમાણુઓનું જ ગ્રહણ શા માટે થાય? કેમકે વિભુ આત્માને તો લોકમાં રહેલા સઘળા પુદ્ગલો સમાન રીતે સંબદ્ધ છે. એટલે આત્માની જો કોઇ ક્રિયા ન હોય તો એ બધા પુદ્ગલોનું ગ્રહણ થઇ જવું જોઇએ અથવા તો એકે ય પુગલનું ગ્રહણ થવું ન જોઇ એ, કારણકે અમુકનું ગ્રહણ થાય, અન્યનું નહીં એવી વિશેષતા કરનાર કોઇ નિયામક છે નહીં. શંકા - તે તે આત્માનું અદૃષ્ટ વિશેષ એવી વિશેષતા કરનાર છે. અર્થાત્ તે તે આત્માનું અદૃષ્ટ જ એવા પ્રકારનું હોય છે કે જેથી એ અમુક પરિમિત પુદ્ગલોમાં જ કર્મ પેદા કરી આત્મા સાથે અન્યતરકર્મજન્ય સંયોગ કરાવે છે. તેથી પરિમિતપરમાણુગ્રહણની સંગતિ થઇ જાય છે. સમાધાન - અષ્ટમાં રહેલ જાતિવિશેષ રૂપ આવો વિશેષ અસિદ્ધ છે, કારણકે સાંકર્યદોષ આવે છે. તે આ રીતે શરીર પ્રયોજક અદૃષ્ટ પુણ્યરૂપ પણ હોય છે, પાપરૂપ પણ (કારણકે શરીરમાં અમુક અવયવો સારા મળે, અમુક ખરાબ મળે એવું સંભવિત છે.) શરીર પ્રયોજક અદૃષ્ટ ભિન્ન ભોગ વગેરે પ્રયોજક જે પુણ્ય હોય છે તેમાં પયત્વ છે પણ તે અભિપ્રેત જાતિવિશેષ નથી. શરીર પ્રયોજક પાપરૂપ અદૃષ્ટમાં તે જાતિવિશેષ છે પણ પુણ્યત્વ નથી. અને શરીર પ્રયોજક પુણ્યરૂપ અદૃષ્ટમાં એ બન્ને છે. આમ પુણ્યત્વ જોડે સાંકર્યું હોવાથી એ જાતિરૂપ વિશેષ સિદ્ધ થઇ શકતો નથી. શિકા - તમે જૈનો તો સાંકર્યને જાતિબાધક માનતા નથી. એટલે તમારે મતે તો અદૃષ્ટમાં તેવો જાતિવિશેષ
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy