SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ २२२ द्वात्रिंशद्वात्रिंशिका समानासमानजातीयव्यवच्छेदस्य तदर्थस्य तत्र तत्र व्यवस्थितत्वात् । सामान्यतो व्युत्पन्नस्य तच्छास्त्रादधिकृतविशेषप्रतीतिपर्यवसानेनानवस्थाऽभावात् । केवलं केवलव्यतिरेक्येव लक्षणमिति नादरः, प्रमेयत्वादेरपि पदार्थलक्षणत्वव्यवस्थितेः इत्यन्यत्र विस्तरः । वस्तुतो धर्मवादे लक्षणस्य नोपयोगः, स्वतन्त्रसिद्धाहिंसादीनां લક્ષણાભાસોનો વ્યવચ્છેદ કરી સાચા લક્ષણનો નિર્ણય કરવા બીજું લક્ષણ જોઇશે. ને એમ અનવસ્થા ચાલશે. ને તમે જે રીતે આ અનવસ્થાનો પરિહાર કરશો, એ રીતે અમે પણ તમે આપેલા અનવસ્થા દોષનો પરિહાર કરીને પ્રમાણના લક્ષણને અર્થનિશ્ચાયક સિદ્ધ કરીશું. જેન - સામાન્યતો વ્યુત્પન્નJ... સાવ મુગ્ધ લોકને તો અર્થવ્યવસ્થાદિમાં પ્રમાણ આવશ્યક હોય છે, પ્રમાણનું લક્ષણ નહીં, એ જણાવી ગયા. પ્રમાણનું લક્ષણ શું હોય શકે? આવી ઊંડી જિજ્ઞાસા જે ધરાવે છે એ સાવ મુગ્ધ હોય ન શકે, થોડો ઘણો પણ તંત્ર હોય જ. એટલે પ્રમાણના લક્ષણ અંગેનો જેને થોડો પણ અણસાર છે એવા આ સામાન્યથી વ્યુત્પન્ન જીવને તઋાસ્ત્રાદુ = પ્રમાણલક્ષણશાસ્ત્ર પરથી અધિકત વિશેષની = પ્રમાણના વાસ્તવિક લક્ષણવિશેષની પ્રતીતિ થઇ શકે છે. જેમકે તમે જણાવ્યું હતું તેમ વૈદકમાં રોગાદિના લક્ષણ અંગે કે વ્યાકરણાદિમાં શબ્દાદિ અંગે અનવસ્થા આવતી નથી તેમ પ્રસ્તુતમાં પણ અનવસ્થાદોષ રહેતો નથી. શિક્ષણને કેવલવ્યતિરેકી ન મનાય]. પણ, લક્ષણ કેવલવ્યતિરેકી જ હોય છે એ વાત ઉચિત ભાસતી નથી. આશય એ છે કે સમાનાસમાનજાતીયનો વ્યવચ્છેદ કરવા માટે તૈયાયિક “થિવી વેતરમિત્ર, શ્વવન્ધાતુ” (નર્ક્સ વેતરપિન્ન નક્ષત) આવા આકારનું અનુમાન આપે છે. આમાં જ્યાં જ્યાં ગન્ધવસ્વ ત્યાં ત્યાં સ્વતરભેદ આવી અન્વયવ્યાપ્તિના દૃષ્ટાન્ત તરીકે જેને લેવા ચાહીએ એ ઘટ, પટ વગેરે બધું પૃથ્વીમય હોવાથી પણાન્તર્ગત હોય છે. તેથી આવા સ્વતરભેદસાધક અનુમાનમાં અન્વય દાંત મળતું હોતું નથી. તેથી “યત્રેવં તન્નેવે” એ રીતે વ્યતિરેક દૃષ્ટાન્ત આપવામાં આવે છે. અર્થાતુ જ્યાં જ્યાં સાધ્યાભાવ ત્યાં ત્યાં હેત્વભાવ એવી વ્યતિરેક વ્યાપ્તિનો વ્યતિરેકી દૃષ્ટાન્તમાં નિર્ણય કરવામાં આવે છે. પ્રસ્તુતમાં, જ્યાં જ્યાં સ્વ (ઘટ-પટાદિરૂપ પૃથ્વી) થી ઇતરના (= જળ વગેરેના) ભેદનો (= સાધ્યનો) અભાવ હોય (જળ વગેરેમાં) ત્યાં ત્યાં હેતુનો (ગંધનો) અભાવ હોય છે, જેમકે જળાદિમાં... જે હેતુને અન્વય દૃષ્ટાન્ત ન મળતું હોય, માત્ર વ્યતિરેક દૃષ્ટાન્ત જ મળતું હોય તે હેતુ કેવલવ્યતિરેકી કહેવાય છે. ઇતરભેદ સાધક અનુમાનમાં હેતુ તરીકે લક્ષણ હોય છે. માટે લક્ષણ “કેવલવ્યતિરેકી' હોય છે એમ તૈયાયિક કહે છે જે ઉચિત નથી, એવું ગ્રન્થકાર કહે છે, કારણકે પ્રમેયત્વ વગેરે કેવલાન્વયી ધર્મો પણ પદાર્થના લક્ષણ તરીકે નિશ્ચિત થયા છે. જેમાં પ્રમેયત્વ ન હોય એવો કોઇ પદાર્થ વિશ્વમાં વિદ્યમાન ન હોવાથી પ્રયત્નો વ્યતિરેક મળતો નથી, તો એ કેવલ્યવ્યતિરેકી શી રીતે હોય શકે? આ વાતનો અન્યગ્રન્થમાં વિસ્તાર કર્યો છે. વસ્તુતઃ - પ્રમાણના લક્ષણના ઉપયોગનો જે નિષેધ કરાય છે તે સર્વત્ર નિષેધ માટે નથી, પણ ધર્મવાદમાં જ એનો કશો ઉપયોગ નથી એ પ્રમાણે નિષેધ જાણવો. કારણકે ધર્મવાદ દ્વારા અસગ્રહની નિવૃત્તિ સાધવાની હોય છે. અને એ તો અન્યથા = પ્રમાણના લક્ષણના ઉપયોગ વિના જ થઇ જાય છે. આશય એ છે કે તે-તે વાદી-પ્રતિવાદી વગેરેને પોતપોતાના ષષ્ટિતંત્ર વગેરે ગ્રન્થ દ્વારા અહિંસા વગેરેનું જેવું જેવું સ્વરૂપ સિદ્ધ = જ્ઞાત હોય છે તેવા તેવા સ્વરૂપવાળી અહિંસા એ સ્વતંત્રસિદ્ધ અહિંસા. આ સ્વતંત્રસિદ્ધ અહિંસા વગેરેનો તાદશધર્માન્તર = સ્વતંત્રસિદ્ધ એકાંતનિત્યતા, એકાંત અનિત્યતા વગેરે અન્ય ધર્મો સાથે મેળ ખાય છે કે કેમ એવો સંશય પડે કે તાદશધર્માન્તર કેવો માન્યો હોય તો એ અહિંસાદિ સંગત થાય એવી જિજ્ઞાસા જાગે. આવા
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy