SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ २१८ द्वात्रिंशद्वात्रिंशिका प्रमाणलक्षणादेस्तु नोपयोगोऽत्र कश्चन।। तन्निश्चयेऽनवस्थानादन्यथाऽर्थस्थितेर्यतः ।।११।। प्रमाणेति । प्रमाणं प्रत्यक्षादि, तस्य लक्षणं स्वपरा(?व)भासिज्ञानत्वादि तदादेः, आदिना प्रमेयलक्षणादिग्रहः, तस्य तु धर्मसाधनविषये कश्चनोपयोगो नास्ति, अयमभिप्रायः - प्रमाणलक्षणेन निश्चितमेव प्रमाणमर्थग्राहकमिति तदुपयोग इति, न चायं युक्तः, यतस्तल्लक्षणं निश्चितमनिश्चितं वा स्यात्? आधे ઇત્યાદિ નિર્ણય પ્રમાણથી થઇ શકે છે. તેથી પ્રમાણ આવશ્યક હોઇ પ્રમાણ-પ્રમેય વગેરેનું લક્ષણ પણ આવશ્યક બને છે. આ લક્ષણનો નિર્ણય કરવા માટે પરતંત્રાદિ શું કહે છે એ પણ વિચારવું પડે છે. એટલે પરતંત્રાદિની વિચારણા પણ આવશ્યક બનવાથી વ્યગ્રતા અટકતી નથી. તો પ્રસ્તુત ધર્મસાધનોનો વિચાર કરવાનો અવસર ક્યારે મળે? આવી શંકાનું નિરાકરણ કરવા ગ્રન્થકાર કહે છે પ્રત્યક્ષ વગેરે પ્રમાણોનું “સ્વપરાવભાસી જ્ઞાન પ્રમાણ' ઇત્યાદિ જે લક્ષણ છે તેનો તેમજ પ્રમેયાદિના લક્ષણનો આ ધર્મસાધનની વિચારણામાં કોઇ ઉપયોગ નથી, કારણકે એ લક્ષણનો નિશ્ચય આવશ્યક માનવામાં આવે તો અનવસ્થા દોષ લાગે છે અને એને અનાવશ્યક માનવામાં આવે તો એ રીતે જ એ લક્ષણ વિના જ ધર્મસાધન વગેરે અર્થનો નિર્ણય કરી શકાય છે. કદાચ આવો અભિપ્રાય ઊભો થાય કે – “પ્રમાણના લક્ષણથી નિશ્ચિત થયેલ પ્રમાણ જ અર્થગ્રાહક બને છે. એટલે પ્રમાણ અર્થગ્રાહક બની શકે એ માટે પ્રમાણના લક્ષણનો ઉપયોગ છે.” પણ આવો અભિપ્રાય યોગ્ય નથી, કેમકે “લક્ષણથી પ્રમાણનો નિશ્ચય અને પ્રમાણથી અર્થનો નિશ્ચય'આવું તમે જે કહો છો તેમાં લક્ષણ પોતે નિશ્ચિત છે કે અનિશ્ચિત? આમાંનો પ્રથમ વિકલ્પ સ્વીકારીએ કે “નિશ્ચિત થયેલું લક્ષણ પ્રમાણનો નિશ્ચય કરાવે છે' તો અમારો પ્રશ્ન છે કે એ લક્ષણનો નિશ્ચય શેનાથી થયો? અધિકત પ્રમાણથી (જે પ્રમાણનો આ લક્ષણ નિશ્ચય કરાવી આપે છે તે પ્રમાણથી) કે અન્ય પ્રમાણથી? જો અધિકત પ્રમાણથી માનશો તો ઇતરેતરાશ્રય દોષ આવશે. તે આ રીતે – અધિકૃત પ્રમાણથી લક્ષણનો નિશ્ચય થાય અને તે નિશ્ચય થાય તો અધિકત પ્રમાણનો નિશ્ચય થાય. “કોઇ અન્ય પ્રમાણથી લક્ષણનો નિશ્ચય થાય છે' એવો બીજો વિકલ્પ સ્વીકારવામાં આવે તો અનવસ્થા દોષ લાગે, કેમકે લક્ષણના નિશ્ચાયક તે પ્રમાણને પણ સ્વનિશ્ચય માટે બીજા અન્ય પ્રમાણની અપેક્ષા છે. વળી એ બીજું અન્ય પ્રમાણ પણ નિશ્ચિત થઇને જ પ્રથમ અન્ય પ્રમાણનો નિશ્ચય કરાવતું હોઇ સ્વનિશ્ચય માટે ત્રીજા અન્ય પ્રમાણની અપેક્ષા રાખશે જ. આમ અન્ય-અન્ય પ્રમાણની અપેક્ષા ક્યાંય ન અટકવાથી અનવસ્થા દોષ આવશે. લક્ષણ પોતે અનિશ્ચિત રહીને જ પ્રમાણનો નિશ્ચય કરાવે છે એવો બીજો વિકલ્પ સ્વીકારશો તો અમે કહીએ છીએ કે સ્વયં અનિશ્ચિત એવું પણ લક્ષણ જો પ્રમાણનો નિશ્ચય કરાવી શકે છે તો સ્વયં અનિશ્ચિત એવું પણ પ્રમાણ અર્થનો નિશ્ચય શા માટે ન કરાવે? અર્થાત્ કરાવે જ. એટલે અર્થ નિશ્ચય માટે પ્રમાણના નિશ્ચયની કોઇ જરૂર નથી. સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિ મહારાજે અષ્ટકપ્રકરણ (૧૩/૬-૭) માં કહ્યું છે કે “અર્થ નિશ્ચયમાટે પ્રમાણના લક્ષણને આવશ્યક માનનારા દાર્શનિકોને અમે પૂછીએ છીએ ‘પ્રમાણથી નિશ્ચય કરીને એ લક્ષણ તમે કહો છો કે એ વિના જ?” “પ્રમાણથી નિશ્ચય કરીને' એ પ્રથમપક્ષ જો કહેશો તો તેમાં અમારો પ્રશ્ન છે કે એ નિશ્ચાયક પ્રમાણ લક્ષણથી નિશ્ચિત (લક્ષિત) થયેલું છે કે નહીં? જો લક્ષિત થયેલું કહેશો તો ઇતરેતરાશ્રય કે અનવસ્થા દોષ આવશે. લક્ષણથી અલક્ષિત રહીને જ નિશ્ચાયક પ્રમાણ લક્ષણનો નિશ્ચય
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy