SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ वाद-द्वात्रिंशिका २१३ छलजातिप्रधानोक्तिर्दुःस्थितेनार्थिना सह। विवादोऽत्रापि विजयालाभो वा विघ्नकारिता।।३।। छलेति । दुःस्थितेन = दरिद्रेण अर्थिना = लाभख्यात्यादिप्रयोजनिना सह छलमन्याभिप्रायेणोक्तस्य शब्दस्याभिप्रायान्तरेण दूषणं, जातिश्चासदत्तरं, ताभ्यां प्रधानोक्तिः विवादो = विरुद्धो वादः, अत्रापि = विवादेऽपि विजयालाभः, परस्यापिच्छलजात्याधुद्भावनपरत्वात्, वा = अथवा विघ्नकारिता, अत्यन्ताप्रमादितया छलादिपरिहारेऽपि प्रतिवादिनोऽर्थिनः पराभूतस्य लाभख्यात्यादिविघातध्रौव्यात् । वाधते च परापायनिमित्तता तपस्विनः परलोकसाधनमिति नात्रोभयथाऽपि फलमिति भावः ।।३।। લાભ, ખ્યાતિ, માન-સન્માન વગેરેના અર્થી દુઃસ્થિત પ્રતિવાદી સાથે છલ અને જાતિના પ્રાધાન્યવાળો વાદ છે. આ વાદનું પણ વિજયની અપ્રાપ્તિ કે વિષ્નકારિતા એ ફળ છે. જે ધન, ખ્યાતિ, સ્થાન વગેરે બાબતમાં દરિદ્ર = હીન છે એ દુઃસ્થિત. આવો પ્રતિવાદી જો ધન પ્રાપ્તિ વગેરેના પ્રયોજનથી વાદ કરવા આવ્યો હોય તો પોતાનું એ પ્રયોજન પાર પાડવા માટે “ગમે તે રીતે જીતવું' એ જ એનું લક્ષ્ય હોય છે. તેથી પોતાની બાજી જો બગડતી દેખાય તો એ છલ અને જાતિનો પણ આશ્રય લે છે. જુદા અભિપ્રાયથી કહેવાયેલા શબ્દોને જુદા અભિપ્રાયવાળા જણાવી એમાં દૂષણ દેખાડવા એ છલ છે. જેમકે “નવી કાંબલીવાળો દેવદત્ત આવે છે' આવા અભિપ્રાયે કહેવાયેલા “નવમ્પત્નો ટેવદ્રત્ત બાત' આ વાક્યને “નવ (૯) કાંબલીવાળો દેવદત્ત આવે છે' આ અભિપ્રાયવાળું ઘટાવી એને ખોટું ઠેરવવું એ છલ પ્રયોગ છે.] અસત્ય ઉત્તર આપવો એ જાતિ' છે. અર્થાત્ વાદીએ સમ્યહેતુ કે હેત્વાભાસનો પ્રયોગ કર્યો હોય ત્યારે તેમાં રહેલા દોષને શીધ્ર ન પકડી શકવાથી કંઇક હેતુ જેવો જ લાગે તેવું ખંડન કરી દેવું એ જાતિ છે. જેમકે વાદીએ આવો પ્રયોગ કર્યો હોય કે “શબ્દ અનિત્ય છે, કારણકે કૃતક છે, જેમકે ઘડો' તો એને ખાલી સાધર્મ પકડીને આમ ખોટી રીતે તોડવાનો પ્રયાસ કરવો કે “ઘડાની જેમ કૃતક હોવાથી શબ્દ જો ઘડાની જેમ અનિત્ય છે તો એ રીતે આકાશની જેમ અમૂર્ત હોવાથી શબ્દ, આકાશની જેમ નિત્ય સિદ્ધ થઇ જશે.” આ જાતિપ્રયોગ છે. આવા છલ અને જાતિની બહુલતાવાળો વાદ વિરુદ્ધવાદ-વિવાદ બને છે. આમાં સામો પણ છલ-જાતિ વગેરેનું ઉદ્દભાવન કરવામાં પાવરધો હોઇ પ્રાયઃ વિજયપ્રાપ્તિ થતી નથી. [વાદી તત્ત્વપ્રતિષ્ઠા માટે ગમે એટલી યુક્તિસંગત દલીલો આપે, તો પણ પ્રતિવાદી એમાં છલ-જાતિ પ્રયોગ કરી અસંગતિનો આભાસ ઊભો કરે છે અને તેથી તત્ત્વની પ્રતિષ્ઠા થતી નથી.] કદાચ વાદી અત્યંત અપ્રમાદી = જાગૃત રહે અને તેથી પ્રતિવાદીના દરેક છલ જાતિનો એ પરિહાર કરે અને એ રીતે વિજય પ્રાપ્ત કરે તો પણ સામા દુઃસ્થિત પ્રતિવાદીને વિઘ્ન કરવાનો દોષ લાગે છે. પ્રતિવાદીનો પરાજય થવાથી એને સ્વઇષ્ટ ધન-ખ્યાતિ વગેરેની પ્રાપ્તિ થતી નથી, કેમકે પરાજય ધનપ્રાપ્તિ વગેરેમાં અવશ્ય વિઘાત કરનાર છે. આ રીતે બીજાને અર્થપ્રાપ્તિમાં વિઘ્ન વગેરે રૂપ અપાયમાં નિમિત્ત બનવું એ પણ તપસ્વી-સાધુની પરલોક સાધનાનો બાધક છે. તેથી વિવાદમાં પણ વાદીનો વિજય થાય કે પરાજય થાય તો પણ સ્વ-પર ઉપકારરૂપ અભીષ્ટ કાંઇ ફળ મળતું નથી એ સ્પષ્ટ છે.lall વિાદના ત્રીજા પ્રકાર ધર્મવાદનું સ્વરૂપ જણાવવા ગ્રન્થકાર કહે છે–]. સ્વશાસ્ત્રતત્ત્વના જાણકાર પાપભીરુ મધ્યસ્થ સાથે તત્ત્વને પામવા-પમાડવાની બદ્ધિથી જે ચર્ચાવિચારણા * तत्र परस्य वदतोऽर्थविकल्पोपपादनेन वचनविघातः छलम् । १ सम्याहेतौ हेत्वाभासे वा प्रयुक्ते झटिति तद्दोषतत्त्वाप्रतिभासे तु प्रतिविम्वनप्रायं किमपि प्रत्यवस्थानं जातिरित्युच्यते ।। न्यायकलिका।।
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy