SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ १८६ द्वात्रिंशद्वात्रिंशिका || ઞથ ધર્મવ્યવસ્થાદાત્રિંશિા ||૭|| साधुसामग्र्यं धर्मव्यवस्थया निर्वाह्यत इतीयमत्राभिधीयतेभक्ष्याभक्ष्यविवेकाच्च गम्यागम्यविवेकतः । तपोदयाविशेषाच्च स धर्मो व्यवतिष्ठते । । १ । । મક્ષ્યતિ । વ્યઃ (સ્પષ્ટ:) ||9 || भक्ष्यं मांसमपि प्राह कश्चित्प्राण्यङ्गभावतः । ओदनादिवदित्येवमनुमानपुरःसरम् ।।२ ।। = भक्ष्यमिति । मांसादिकमभक्ष्यमोदनादिकं च भक्ष्यमिति सकलशिष्टजनप्रसिद्धा व्यवस्था । तत्र कश्चित् : सौगतो 'मांसमपि भक्ष्यं प्राण्यङ्गभावतः = प्राण्यङ्गत्वात्, न चायमसिद्धो हेतु:, मांसस्य प्राण्यङ्गतायाः प्रत्यक्षसिद्धत्वात्, ओदनादिवत् । न चात्र दृष्टान्ते हेतुवैकल्यं, ओदनस्यैकेन्द्रियप्राण्यङ्गत्वेन प्रतीतत्वात्' इत्येवमनुमानपुरःसरं प्राह । । २ ।। ભક્ષ્યાભક્ષ્યના વિવેકથી, ગમ્યાગમ્યના વિવેકથી, વિશેષ પ્રકા૨ના તપથી અને વિશેષ પ્રકારની દયાથી તે ધર્મની (ધર્મને ત્રિધા શુદ્ધિથી આચરતો જીવ પરમાનંદ પામે છે એ વાત છટ્ઠી બત્રીશીના બત્રીશમા શ્લોકમાં જે ધર્મ માટે કહી છે તે ધર્મની) વ્યવસ્થા થયેલી છે. [પ્રસ્તુત બત્રીશીમાં આવનારા અધિકારોનો આ પ્રથમ ગાથાથી નિર્દેશ કરેલો છે. તે આ રીતે - ‘ભક્ષ્યાભક્ષ્યનો વિવેક' અંશથી માંસભક્ષ્યત્વવાદી બૌદ્ધ અને દ્વિજના (અનુક્રમે શ્લોક ૨ થી૮, ૯ થી ૧૬) તેમજ મઘપાનવાદીના [શ્લોક. ૧૭] નિરાકરણનો ઉલ્લેખ કર્યો છે. ‘ગમ્યાગમ્યવિવેક’ અંશથી મૈથુનની નિર્દોષતા જણાવનારના (શ્લોક ૧૮ થી ૨૩) તેમજ ગમ્યાગમ્યનો ભેદ ન માનનારા મંડલતંત્રવાદીના (શ્લોક ૨૪)નિરાકરણનો નિર્દેશ કર્યો છે. ‘તપ’થી તપને ન આદરનારા બૌદ્ધના નિરાકરણનો (શ્લોક ૨૫-૨૬) નિર્દેશ કર્યો છે. ‘દયાવિશેષ'થી તાપસાદિથી પળાતી લૌકિક દયાની અનિષ્ટતાના અને લોકોત્તર દયાની ઇષ્ટતાના પ્રતિપાદનનો (શ્લોક ૨૭ થી ૩૧) નિર્દેશ કર્યો છે.]||૧|| ભિક્ષાભક્ષ્યનો વિવેક દેખાડવા માટે, અભક્ષ્ય એવા પણ માંસને ભક્ષ્ય માનનારા બૌદ્ધનું નિરાક૨ણ ક૨વા સૌ પ્રથમ એનો મત દેખાડે છે–] [માંસમાં ભક્ષ્યતાસાધક બૌદ્ધ અનુમાન] કો’ક = બૌદ્ધ ‘માંસ પણ ભક્ષ્ય છે, કેમકે પ્રાણીનું અંગ છે, જેમકે ભાત વગેરે' એવા અનુમાન પૂર્વક માંસને ભક્ષ્ય કહે છે. સકલ શિષ્ટલોકોમાં ‘માંસ વગેરે અભક્ષ્ય છે અને ભાત વગેરે ભક્ષ્ય છે’ એવી વ્યવસ્થા પ્રસિદ્ધ છે. એ અંગે બૌદ્ધ ઉપરોક્ત અનુમાન પૂર્વક માંસને ભક્ષ્ય કહે છે. વળી આ અનુમાનની નિર્દોષતા સિદ્ધ કરવા માટે એ કહે છે કે ‘પ્રાણંગત્વ' હેતુ (સ્વરૂપ) અસિદ્ધ નથી, કેમકે માંસ પ્રાણંગ હોવું પ્રત્યક્ષસિદ્ધ છે. ‘ભાત વગેરે’રૂપ દૃષ્ટાન્તમાં હેતુવિકલતા નથી, કેમકે ભાત એકેન્દ્રિય પ્રાણીના અંગ તરીકે પ્રતીત છે.।।૨। [બૌદ્ધોક્ત આ અનુમાનને વિકલ્પો કરીને દૂષિત ઠેરવતા ગ્રન્થકાર કહે છે–] આ અનુમાન જો સ્વતંત્રસાધન હોય તો દૃષ્ટાન્તદોષના કારણે અયોગ્ય છે. જો એ પ્રસંગસાધન હોય તો પણ વ્યવસ્થા બાધક હોઇ એ અયોગ્ય છે.
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy