SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ १६० द्वात्रिंशद्वात्रिंशिका મૂકવાની હોતી નથી, છેવટે પાણીથી ધોઇ જ નાખવાની હોય છે, છતાં એ ઘસવામાં આવે જ છે. પગ પર માટી કે સાબુ રાખી મૂકવાના હોતા નથી, એને પણ પાણીથી દૂર કરવાના હોય જ છે, છતાં પગ પર રંગ લાગ્યો હોય- કંઇક ડાઘ પડ્યા હોય તો માટી કે સાબુ વગેરે લગાવી છેવટે એ પણ ધોઇ નાખવાની પ્રવૃત્તિ શિષ્ટ પુરુષો પણ કરે જ છે. એટલે આ ન્યાયનો વિષય વિચારવો જોઇએ. જેઓના પગ ચોખ્ખા છે, કોઇ ડાઘ વગેરે લાગ્યા નથી તેઓએ માટીથી પગને ખરડીને સાફ કરવો એ ઉચિત નથી. કારણકે તેઓ માટે એ માત્ર વ્યાયામ જ છે, લાભ કશો નથી, ઉપરથી પગ ધોવા માટે વપરાવાના પાણીના તથા સમયના બગાડા રૂપ નુકશાન છે. આરંભ-સમારંભ વગેરે પાપ રૂ૫ દોષોની અપેક્ષાએ વિચારીએ તો સાધુઓનું જીવન દોષમુક્ત = ચોખું છે. એટલે તેઓ માટે પૃથ્વીકાયાદિ જીવોની હિંસા કરી એને ધોવાની વાત ઉચિત નથી. વળી એમાં પોતાના પ્રથમ મહાવ્રતનો ભંગ થવાનો તેમજ એના કારણે જે દોષ લાગે તેને ધોવામાં જ કેટલાય શુભભાવો ને સમય ખર્ચાઇ જવાનો દોષ લાગે છે. તેથી સાધુઓ માટે પ્રક્ષાલનાદ્ધિ પંકસ્ય... ઇત્યાદિ ન્યાયે જિનપૂજા નિષિદ્ધ છે. ગૃહસ્થનું જીવન પૃથ્વીકાયાદિ જીવોની હિંસા વગેરે રૂપ દોષોથી ખરડાયેલું છે. એટલે, જિનપૂજા સાબુનું કાર્ય કરે છે. એમાં થોડી ઘણી હિંસાથી પહેલાં ખરડાવાનું છે, પણ પછી ભક્તિના ઉછાળાથી આ ખરડાયાપણું ને અન્ય આરંભાદિ દોષો જન્ય ડાઘ બધું જ દૂર થઇ જાય છે. (એટલે તો, આ જિનપૂજા દ્વારા મારા ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ થવા દ્વારા હું અને આ પ્રભુભક્તિના દર્શન દ્વારા પ્રતિબોધ પામી અન્ય ભવ્યજીવો પણ સંસારત્યાગ કરી સંયમી બની સર્વજીવોને અભયદાન દેનારા બનીએ” એવી પણ શ્રાવકની ભાવના હોય એટલે પ્રક્ષાલનાદ્ધિ પંકસ્ય.. ઇત્યાદિ ન્યાયનું રહસ્ય એ નિશ્ચિત થાય છે કે, જે સ્વની સાથે સ્વભિન્ન (અને પહેલેથી વિદ્યમાન) અશુદ્ધિને કાઢવા-વિશિષ્ટ શુદ્ધિ બક્ષવા સમર્થ હોય એવી ચીજ માટે આ ન્યાય લાગુ પડતો નથી. એટલે જ સાધુઓને પણ સમ્મતિતર્કપ્રકરણ વગેરે દર્શનશુદ્ધિ કરનારા ગ્રન્થોનાં અધ્યયન માટે નિર્વાહના અભાવે આધાકર્મ વગેરેની પણ અનુજ્ઞા આપવામાં આવેલી છે. કારણકે આધાકર્મ સેવન દ્વારા જે દોષ લાગે તે તો. આ અધ્યયનથી અધિક નિર્મળ થયેલ સમ્યગ્દર્શનના પ્રભાવે જે વધુ અપ્રમત્ત સાધનામય સંયમ જીવનનું પાલન થશે તેનાથી દૂર થઇ જ જાય છે, પણ સાથે સાથે ચારિત્રની નિર્મળતા થવાથી કષાયાદિનો વિશેષ હાસ, વિપુલ કર્મનિર્જરા વગેરે પણ લાભ થાય છે. (ટૂંકમાં આયુ વયં તુલિજ્જા, લાહાકવિ વાણિયઓ... ન્યાય લગાડવો ઉચિત છે.). એટલે જ, કોઇ એવા વિશિષ્ટ કારણની અનુપસ્થિતિમાં સામાન્ય સંયોગોમાં, કોઇ ભક્ત શ્રાવક પાસે મીઠાઇ વગેરે સારી સારી વાનગીઓ બનાવડાવું ને એનાથી અન્ય સાધુ ભગવંતોની ભક્તિ કરવાનો લાભ લઉં. આવું કરવું સાધુઓને અનુજ્ઞાત નથી. પણ શ્રાવકોને, “સારી સારી વાનગીઓ બનાવી અન્ય શ્રાવકોની (સાધર્મિકોની) ભક્તિ કરું” એ વાત અનુજ્ઞાત છે. હા, જ્યાં લાભ કરતાં વ્યય અધિક હોય, બીજી રીતે કહીએ તો જેટલું શુદ્ધિકરણ થાય એના કરતાં અશુદ્ધિ વધારે થતી હોય યા દૂર થતી ન હોય તો એવી ચીજનો ઉપયોગ નિષિદ્ધ જાણવો. જેમકે કપડાં પર પડેલા ડાઘને દૂર કરવા કોઈ લોહીનો ઉપયોગ કરે તો એ મૂર્ખતા છે. તેથી પશુબલિ વગેરે નિષિદ્ધ છે. તેમજ, ઘણો આરંભ સમારંભ ને અલ્પ ઉપકાર ધરાવનાર ઇષ્ટાપૂર્ત વગેરેને અનુકંપા દાન તરીકે સ્વીકારવામાં આવ્યા નથી ને તેથી તેની અનુજ્ઞા નથી.
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy